Lunar Eclipse 2020: આવતીકાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ખૂબ જ વિશેષ છે, જાણો આ રસપ્રદ વાતો

Lunar Eclipse 2020: આવતીકાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ખૂબ જ વિશેષ છે, જાણો આ રસપ્રદ વાતો
પ્રતિકાત્મક તસવીર

નોંધપાત્ર વાત એ છે કે, આ સમય દરમિયાન, 82 ટકા ભાગ પર પૃથ્વીનો પડછાયો સૂર્યનો પ્રકાશ રોકશે, જેના કારણે ચંદ્રની ચમક ફીકી પડી જશે.

  • Share this:
    ચંદ્રગ્રહણ 2020: વર્ષ 2020નું છેલ્લું ચંદ્રગ્રહણ 30 નવેમ્બરના રોજ થશે. આ એક પેનુબ્રલ ગ્રહણ હશે. આમાં, સૂર્યથી ચંદ્ર તરફનો સીધો પ્રકાશનો અમુક ભાગ પૃથ્વીના બાહ્ય પડછાયાને અટકાવે છે. નોંધપાત્ર વાત એ છે કે, આ સમય દરમિયાન, 82 ટકા ભાગ પર પૃથ્વીનો પડછાયો સૂર્યનો પ્રકાશ રોકશે, જેના કારણે ચંદ્રની ચમક ફીકી પડી જશે.

    ચાલો જાણીએ ચંદ્રગ્રહણ વિશેની આ મહત્વપૂર્ણ બાબતો



    વિશ્વના ઘણા ભાગોમાં, નવેમ્બરમાં આવતા ચંદ્રગ્રહણને 'બીવર ચંદ્રગ્રહણ' કહેવામાં આવે છે. તો કેટલાક દેશોમાં તેને 'ફ્રોસ્ટી મૂન' અને 'ઓક મૂન' પણ કહેવામાં આવે છે.

    - જોકે આ ચંદ્રગ્રહણ તેના સમયપત્રકને કારણે ભારતમાં દેખાશે નહીં, પરંતુ તમે અન્ય દેશોમાં ચંદ્રગ્રહણની ઝલક ઓનલાઇન જોઈ શકશો.

    -લીમા અને પેરુ આ પેનુબ્રલ ચંદ્રગ્રહણ જોવા માટેના પ્રથમ દેશો હશે, જે ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે સવારના 2.30 વાગ્યાથી શરૂ થશે.

    Car-બાઇક ચાલકો માટે Big News! વાહન રજિસ્ટ્રેશનના નિયમમાં થશે ફેરફાર, શું થશેફાયદો?

    Car-બાઇક ચાલકો માટે Big News! વાહન રજિસ્ટ્રેશનના નિયમમાં થશે ફેરફાર, શું થશેફાયદો?

    - વર્ષ 2020માં આવનારા તમામ ચંદ્રગ્રહણ પેનુબ્રલ ચંદ્રગ્રહણ હતા.

    - આગામી ચંદ્રગ્રહણ 26 મે 2021 ના ​​રોજ આવશે. આ એક સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે.

    - તમને જણાવી દઈએ કે, ચંદ્રગ્રહણ, પૂર્ણ, આંશિક અને પેનુબ્રલ ત્રણ પ્રકારનાં હોય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન, પૃથ્વી સૂર્ય અને ચંદ્રની એકદમ વચ્ચે આવે છે અને સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે.

    આંશિક ચંદ્રગ્રહણમાં, પૃથ્વી સંપૂર્ણપણે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવતી નથી. આને કારણે, પૃથ્વી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી નથી શકતી.

    -પેનુબ્રલ ચંદ્રગ્રહણ હંમેશાં આંશિક ચંદ્રગ્રહણથી શરૂ થાય છે. આમાં, પૃથ્વીનો બાહ્ય પડછાયો ચંદ્ર પર પડવાનું શરૂ કરે છે અને તેથી તે જોવાનું મુશ્કેલ બને છે.

    નિવાર વાવાઝોડા બાદ દરીયા કિનારે તણાઈને આવ્યું GOLD, હજારો લોકો ચાલુ વરસાદમાં વીણવા ઉમટ્યા

    નિવાર વાવાઝોડા બાદ દરીયા કિનારે તણાઈને આવ્યું GOLD, હજારો લોકો ચાલુ વરસાદમાં વીણવા ઉમટ્યા

    ચંદ્રગ્રહણ સમય

    - ભારતીય સમય મુજબ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ બપોરે 1.04 થી શરૂ થઈ સાંજના 5.22 સુધી રહેશે. આ દિવસે કાર્તિક પૂર્ણિમા છે, તેથી તે દેશના ઘણા ભાગોમાં જોવા મળશે નહીં. જોકે, તે દેશના ઉત્તર, મધ્ય અને પૂર્વી રાજ્યોમાં ચંદ્રદય સમયે આંશિક રૂપે જોઇ શકાશે. આ પ્રદેશોમાં યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરના તમામ રાજ્યો શામેલ છે.
    Published by:kiran mehta
    First published:November 29, 2020, 18:20 pm

    ટૉપ ન્યૂઝ