2020નું વર્ષ ભારે? હવે 30 દિવસમાં આવશે 3 ગ્રહણ, જાણો - હવે આ ગ્રહણોનો પ્રભાવ કેવા દિવસો દેખાડશે

ગ્રહણનો પ્રભાવ

જ્યારે આ મોટી ગ્રહ વક્રિ ચાલ ચાલે છે તો વિશ્વમાં મહાન પ્રાકૃતિક આફતો આવવાની સંભાવના બને છે. પ્રાકૃતિક આફતોથી અનેક પ્રકારનું નુકશાન થઈ શકે છે.

 • Share this:
  Sunday Special : સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક ખગોલીય ઘટનાઓ છે, જેનો વ્યાપક પ્રભાવ પૂરા સંસાર પર પડે છે. આ વર્ષે જૂનથી જૂલાઈ મહિના વચ્ચે ત્રણ વખત ગ્રહણ લાગશે. 5 જૂનના રોજ ચંદ્રગ્રહણની સાથે પહેલા ગ્રહણકાળની શરૂઆત થશે. ત્યારબાદ 21 જૂને સૂર્યગ્રહણ લાગશે, જે ભારત સહિત એશિયા અને દક્ષિણ-પૂર્વ યૂરોપમાં જોઈ શકાશે. 5 જૂલાઈએ ચંદ્રગ્રહણ લાગશે જે આ વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે. પરંતુ આ ભારતમાં જોવા નહીં મળે.

  આ ચંદ્રગ્રહણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ પૂર્વ યૂરોપમાં જોવા મળી શકે છે. આ ખગોળીય ઘટના પર અત્યારથી દુનિયાભરના વૈજ્ઞાનિકો અને જ્યોતિષ શાસ્ત્રીઓની નજર લાગેલી છે. કે કે, આ ગ્રહોણોની ભારે અસર જોવા મળી શકે છે. તો જોઈએ ગ્રહણનો મતલબ અને આ ગ્રહણ વિશ્વ માટે શું પ્રભાવ લઈને આવશે અને ગ્રહણ સાથે જોડાયેલી માન્યતાઓ

  ગ્રહણનો મતલબ

  સૂર્ય ગ્રહણ - સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્રમા, પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે
  ચંદ્ર ગ્રહણ - ચંદ્ર ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે પૃથ્વી ચંદ્રમાની બીલકુલ પાછળ તેની પ્રચ્છાયામાં આવી જાય છે.

  ગ્રહણનો પ્રભાવ

  હિન્દુ ધર્મમાં ગ્રહણનો પ્રભાવ ઘણો વ્યાપક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભારત સહિત પૂરા વિશ્વ માટે 21 જૂનના રોજ લાગનાર સૂર્ય ગ્રહણ ઘણું મહત્વપૂર્ણ છે. આ ગ્રહણ મિથુન રાશિમાં હશે. ગ્રહણ કાળમાં મંગળ મીન રાશીમાં બેઠો છે અને તેની નજર સૂર્ય, બુધ, ચંદ્રમા અને રાહુ પર છે, જે એક અશુભ સંકેત છે. ગ્રહણ કાળમાં શનિ, બુધ, ગુરૂ અને શુક્ર જેવા મહત્વપૂર્ણ ગ્રહ વક્રી ચાલ ચાલે છે. જ્યોતિષ અનુસાર, ગ્રહોની આ ચાલથી પૂરા સંસારમાં ઉહાપોહની સ્થિતિ પેદા થઈ શકે છે.

  જ્યોતિષ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ છે કે, જ્યારે આ મોટી ગ્રહ વક્રિ ચાલ ચાલે છે તો વિશ્વમાં મહાન પ્રાકૃતિક આફતો આવવાની સંભાવના બને છે. પ્રાકૃતિક આફતોથી અનેક પ્રકારનું નુકશાન થઈ શકે છે.

  ગ્રહોની આ સ્થિતિથી સીમા વિવાદ અને આપસમાં તણાવની સ્થિતિ બની રહી છે. પ્રાકૃતિક આફતો માટે પણ આ સ્થિતિ શુભ નથી. જ્યોતિષી ગણના અનુસાર, વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 21 જૂન અર્થાત અષાઢ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા તિથિના દિવસે મિથુન રાશી અને મૃગશિરા નક્ષત્રમાં લાગશે. મિથુન રાશી પર સૂર્ય ગ્રહણનો સૌથી વધારે પ્રભાવ જોવા મળશે.

  ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ

  - હિન્દુ ધર્મની પૌરાણીક માન્યતાઓ અનુસાર, ગ્રહણ કાળમાં ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ અથવા વૈદિક મંત્રોનો જાપ કરવો જોઈએ.

  - ગ્રહણ કાળમાં ચંદ્રમાના કિરણો ખરાબ પ્રભાવ પેદા કરે છે, જ્યારે આ કિરણો જમવાની વસ્તુઓ પર પડે છે, તો ખાવાની ચીજ-વસ્તુઓ દુષીત થઈ જાય છે.

  - સ્કંદપુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે, જો જાતક ગ્રહણ કાળમાં કોઈ અન્ય વ્યક્તિના ઘરે ભોજન કરે છે તો, તેના છેલ્લા 12 વર્ષનું પુણ્ય સમાપ્ત થઈ જાય છે.

  - ગ્રહણ કાળ લાગ્યા પહેલા ભોજન અને પાણીમાં તુલસીના પત્તા રાખી દેવા જોઈએ. તેનાથી બોજનની શુદ્ધતા યથાવત રહે છે.

  - પુરાણોમાં એ વાતનો ઉલ્લેખ છે કે, જો ગ્રહણ કાળમાં જાતક ભોજન કરે છે તો તેને પાચન સંબંધી અનેક પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે.
  Published by:kiran mehta
  First published: