Home /News /dharm-bhakti /દેવદિવાળીના ચંદ્ર ગ્રહણ પર શું કરવું? રાશિ મુજબ કરો આ સરળ ઉપાય મળશે અદભુત સફળતા

દેવદિવાળીના ચંદ્ર ગ્રહણ પર શું કરવું? રાશિ મુજબ કરો આ સરળ ઉપાય મળશે અદભુત સફળતા

દેવદિવાળીના ચંદ્ર ગ્રહણ પર શું કરવું?

આગામી તા. 8 નવેમ્બર 2022 ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલેક દેવદિવાળી (Dev Diwali 2022) ના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ (Dev Diwali Chandra Grahan) આવી રહ્યું છે. એક પખવાડિયામાં આ બીજું ગ્રહણ છે વળી વિક્રમ સંવંત 2079ની આ પહેલું ચંદ્ર ગ્રહણ દેવદિવાળી પર આવી રહ્યું છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  Chandra Grahan 2022 Upay: આગામી તા. 8 નવેમ્બર 2022 ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલેક દેવદિવાળી (Dev Diwali 2022) ના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ (Dev Diwali Chandra Grahan) આવી રહ્યું છે. એક પખવાડિયામાં આ બીજું ગ્રહણ છે વળી વિક્રમ સંવંત 2079ની આ પહેલું ચંદ્ર ગ્રહણ દેવદિવાળી પર આવી રહ્યું છે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભરણી નક્ષત્ર માં તથા વ્યતિપાત યોગ માં અને મંગળ વારે થવાનું છે જેથી ભારે ગણી શકાય વળી મંગળવાર એ ભૂમિનો વાર છે માટે કુદરતી આપદા અને દુર્ઘટનાથી સાવધ રહેવું પડે.

  અગાઉ લખ્યા મુજબ હાલ આપણે બે ગ્રહણ વચ્ચે થી પસાર થઇ રહ્યા છીએ વળી હાલ મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ ચાલી રહ્યો છે જે ગ્રહણને વધુ મહત્વનું બનાવે છે અને આ સમયમાં બે દેશ વચ્ચે સંઘર્ષ વધતો જોવા મળે અને સીમા બાબતે વિવાદ પણ થાય વળી આ સમયમાં પ્રદુષણ અને ગ્લોબલ વૉર્મિંગના મુદ્દા ગંભીર બનતા જોવા મળે તો આ સમયમાં કેટલાક દેશ તેની આંતરિક બાબતોમાં ચિંતિત રહે અને રાજકીય ભૂકંપ પણ આવી શકે તો બીજી તરફ મોંઘવારી અને બેરોજગારી સામે સરકારને વધુ ઝઝમવું પડે અને ગયા સૂર્ય ગ્રહણ થી આપણે જોઈએ છીએ કે આ સમયમાં સરકારને પણ કોઈ કોઈ મુદ્દે જવાબ આપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે કેમકે સૂર્ય એ સત્તાના કારક છે.

  આ પણ વાંચો:  આવી રહેલ ડિજિટલ રૂપિયો તમારી રાશિને કેટલો લાભ કરશે? જ્યોતિષાચાર્યે કરી મહત્વની વાત

  દેવદિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે ત્યારે આ સમય સાધના કરવા માટે શ્રેષ્ઠ ગણી શકાય. કેટલાક અનુષ્ઠાન ગ્રહણ દરમિયાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે વળી આ વખતે દેવ દિવાળી પર જ ગ્રહણ આવતું હોય આ સમયમાં સાધનાથી વિશેષ પરિણામ પ્રાપ્ત થતા જોવા મળે.

  આ ગ્રહણ પર એકદમ સાદા પ્રયોગથી સુંદર લાભ પ્રાપ્ત કરી શકાય છે. ચંદ્ર એ પ્રવાહી છે ચંદ્ર એ દૂધ છે અને રાહુ એ વ્યસન છે માટે આ દિવસે દૂધવળી ચા કે કોફી નું દાન કરવાથી એટલે કે પીવરાવા થી લાભ પ્રાપ્ત કરી શકાય. આ દુધવાળી ચા કે કોફીનું પાત્ર સાથે દાન કરવાથી વિશેષ લાભ મેળવી શકાય . દરેક રાશિ મુજબ ક્યાં પાત્રમાં, પાત્ર સહીત ચા કે કોફીનું દાન કરવું તે અત્રે જાણવું છું.

  મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના મિત્રો માટીની કુલડીમાં ચા નું દાન કરી શકે.
  વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના મિત્રો ચળકતા કાચના કપ રકાબીમાં કોફી નું દાન કરી શકે.
  મિથુન (ક,છ,ઘ) : આ રાશિના મિત્રો ગ્રીન ટી સાથે સાદી ચા ગ્રીન કાચના કપમાં દાન કરે.

  આ પણ વાંચો:  મોરબી પૂલ દુર્ઘટના વખતે જ મંગળના વક્રી થવાનો સંયોગ, જાણો કેવા સંયોગમાં દુર્ઘટનાની વધે છે શક્યતા?

  કર્ક (ડ,હ) : આ રાશિના મિત્રો યોગ્ય ખાંડ નાખેલી કોફી સફેદ કે ક્રીમ કાચના કપમાં આપે.
  સિંહ (મ,ટ) : આ રાશિના મિત્રો તાંબાના કપ માં કે લાલ કાચના કપ માં ચા આપી શકે.
  કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના મિત્રો ગ્રીન ટી સાથે સાદી ચા ગ્રીન કાચના કપમાં દાન કરે.

  તુલા (ર,ત) : આ રાશિના મિત્રો ચળકતા કાચના કપ રકાબીમાં કોફી નું દાન કરી શકે.
  વૃશ્ચિક (ન,ય) : આ રાશિના મિત્રો માટીની કુલડીમાં ચાનું દાન કરી શકે.
  ધન (ધ,ભ,ફ,ઢ): આ રાશિના મિત્રો ક્રીમ કે પીળા જેવા કપમાં કોફી આપી શકે.

  આ પણ વાંચો:  Tulsi Vivah 2022: શું તમારા વિવાહમાં આવે છે અડચણ? તુલસી વિવાહ પર કરો આ અચૂક પ્રયોગ, મંગળ કાર્યના ખૂલી જશે દ્વાર

  મકર (ખ,જ) : આ રાશિના મિત્રો સ્ટીલના કપમાં ચા આપી શકે.
  કુંભ (ગ,સ,શ ) : આ રાશિના મિત્રો સ્ટીલના કપમાં ચા આપી શકે.
  મીન (દ,ચ,ઝ,થ): આ રાશિના મિત્રો ક્રીમ કે પીળા જેવા કપમાં કોફી આપી શકે.

  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Chandra grahan, Gujarati Rashifal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन