Chandra Grahan 2022 Date and Time in India: આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ આજે એટલે કે 16 મે ના રોજ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ ગણના અનુસાર, આ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2022) હશે જે ભારતમાં નહીં જોવા મળે. ચંદ્ર ગ્રહણના દિવસે જ બુદ્ધ પૂર્ણિમા (Buddh Purnima 2022) પણ છે. આ ઉપરાંત ચંદ્ર ગ્રહણ સાથે બે શુભ સંયોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષનું કહેવું છે કે આ ચંદ્ર ગ્રહણ ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાનું છે.
હિન્દુ પંચાંગ અનુસાર, વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 16 મેએ થવાનું છે. આ દિવસે સવારે 06 વાગ્યે ને 16 મિનિટ સુધી વરિયાન યોગ પણ રહેશે. ત્યારબાદ 16 મેની સવારથી પછીના દિવસે રાત્રે અઢી વાગ્યા સુધી પરિઘ યોગ પણ રહેશે. જ્યોતિષીઓનું કહેવું છે કે વરીયાન યોગમાં કરવામાં આવેલા તમામ માંગલિક કાર્ય પૂર્ણ રૂપે સંપન્ન થાય છે. જ્યારે પરિઘ યોગમાં શત્રુ વિરુદ્ધ અપનાવવામાં આવેલી રણનીતિઓ કારગર સિદ્ધ થાય છે.
મેષ- ચંદ્ર ગ્રહણ દરમિયાન બની રહેલા બે શુભ યોગોને લીધે મેષ રાશિવાળા પર વિશેષ કૃપા થશે. કરિયરની દ્રષ્ટિએ સમય સારો રહેશે. નોકરિયાતો ઉપરાંત વેપારીઓ માટે ગ્રહણ શુભ છે. પ્રોપર્ટીમાં રોકાણ માટે પણ સમય ઉત્તમ છે. પરિવાર સંબંધી કોઈ મુદ્દાનો ઉકેલ આવશે. જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે.
સિંહ- આગામી ચંદ્ર ગ્રહણ પર બની રહેલા સંયોગથી સિંહ રાશિના લોકોને પણ ફાયદો થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ છે. આવકના નવા સ્ત્રોતો મળશે. કોઈ મહત્વપૂર્ણ કામ થવાની સંભાવના છે. વ્યક્તિગત રૂપે આગળ વધવાની ઘણી સંભાવનાઓ છે. દામ્પત્ય જીવનમાં સુધારો થશે. વિવાહના પ્રસ્તાવ પણ મળી શકે છે.
ધન- આ ચંદ્ર ગ્રહણ ધનુ રાશિના લોકો માટે પણ બહુ શુભ માનવામાં આવી રહ્યું છે. પ્રગતિના નવા માર્ગ ખૂલશે. નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. વેપારીઓને મોટો લાભ મળી શકે છે. આર્થિક મોરચે ઘણો ફાયદો થશે. વિવાહ સંબંધી કોઈ વાતચીત નક્કી થઈ શકે છે. ઘરના સદસ્યોનો સહયોગ મળશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર