Home /News /dharm-bhakti /Chandra Grahan 2022: 16 મેએ થવાનું છે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, આ 5 રાશિના લોકો રહે સાવધાન!

Chandra Grahan 2022: 16 મેએ થવાનું છે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, આ 5 રાશિના લોકો રહે સાવધાન!

વર્ષ 2022નું પહેલું ચંદ્ર ગ્રહણ (Chandra Grahan) 16 મે, સોમવારે વૈશાખ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે.

Chandra Grahan 2022: આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે. તેની અસર તમામ રાશિઓ પર પડવાની છે. પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રા પાસેથી જાણીએ કે કઈ 5 રાશિઓ પર ચંદ્રગ્રહણની નકારાત્મક અસર થઈ શકે છે.

  Chandra Grahan 2022: વર્ષ 2022નું પહેલું ચંદ્ર ગ્રહણ (Chandra Grahan) 16 મે, સોમવારે વૈશાખ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ 16 મેના સવારે 07.58 કલાકે થશે અને તેનો મોક્ષ એટલે કે સમાપન 11.25 કલાકે થવાનું છે. જો કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય, તેથી સૂતક કાળ માન્ય નહીં હોય. સૂતક કાળમાં ધાર્મિક અને માંગલિક કાર્યો વર્જિત હોય છે. આ ચંદ્ર ગ્રહણમાં સૂતક કાળ ન હોવાને કારણે તમામ કાર્યો પૂર્વવત થતા રહેશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ એન્ટાર્કટિકા, એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ યુરોપ, પેસિફિક મહાસાગર, આફ્રિકા, ઉત્તર-દક્ષિણ અમેરિકા વગેરે પ્રદેશોમાં જ દેખાશે. આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે. તેની અસર તમામ રાશિઓ પર પડવાની છે. પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રા પાસેથી જાણીએ કે કઈ 5 રાશિઓ પર ચંદ્રગ્રહણની નકારાત્મક અસર થઈ શકે છે.

  ચંદ્ર ગ્રહણથી આ રાશિના લોકો રહે સાવધાન

  મેષ: ચંદ્ર ગ્રહણ મેષ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માનસિક તણાવથી બચવાની જરૂર છે. નોકરીમાં સ્થાન પરિવર્તનની તક છે. વાદ-વિવાદથી બચો, નહીંતર તમારું કામ પણ બગડી શકે છે.

  આ પણ વાંચો: આ રાશિના જાતકો માટે શુભ રહેશે ચંદ્રગ્રહણ, જાણો ગ્રહણને લગતી તમામ જાણકારી

  મિથુનઃ આ રાશિના જાતકોએ ચંદ્રગ્રહણના સમયે પોતાના શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. જો તમે સતર્ક ન હો, તો તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. તમે વિરોધીઓના ષડયંત્રનો શિકાર બની શકો છો. કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો. તમારી ખાણીપીણી પર ધ્યાન આપો, નહીંતર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. સંયમથી કામ લેવું.

  કર્કઃ ચંદ્ર ગ્રહણ સમયે કર્ક રાશિના જાતકોએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની કૃપાથી જ ચંદ્ર દેવનો દોષ દૂર થયો હતો. તમારી રાશિનો સ્વામી ચંદ્ર છે અને તેના પર જ ગ્રહણ છે. આ સ્થિતિમાં, તમે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. જીવનસાથી સાથે દલીલોને કારણે મતભેદ થઈ શકે છે.

  આ પણ વાંચો: ક્યારે છે વટ સાવિત્રી વ્રત? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ

  વૃશ્ચિક: વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ વૃશ્ચિક રાશિમાં જ છે. એવામાં આ રાશિના લોકોએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. પરિવારમાં માતા-પિતાની વાત ધીરજથી સાંભળો અને તેના પર વાદવિવાદ ટાળો. ચંદ્ર ગ્રહણને કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે, તેનાથી બચવા માટે યોગ કે ધ્યાન કરો. વાહન સાવધાનીથી ચલાવો.

  ધનુ: ચંદ્ર ગ્રહણના કારણે ધનુ રાશિના લોકોનો ખર્ચો વધી શકે છે, જેના કારણે આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ રોકાણ કરતા પહેલા સારી રીતે સમજી લો અથવા કોઈ નિષ્ણાતની સલાહ લો નહીંતર લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને થોડો ફાયદો થઈ શકે છે. તમારી રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વાદ-વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો, તેને વધારવાનું ટાળો.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: 4 zodiac sign, Astrology in gujarati, Chandra grahan, Dharm Bhakti, Horoscope in gujarati, ધર્મભક્તિ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन