Home /News /dharm-bhakti /

Chandra Grahan 2022: આજે છે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ? જાણો બધી માહિતી

Chandra Grahan 2022: આજે છે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ? જાણો બધી માહિતી

આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં (પ્રતિકાત્મક તસવીર)

chandra grahan 2022 sutak kaal timing - વર્ષ 2022નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022ના રોજ થશે

હિન્દુ કેલેન્ડર (Hindu calendar)મુજબ વર્ષ 2022નું પહેલું ચંદ્રગ્રહણ (Chandra Grahan 2022) વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે આજે થઈ રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજનું ચંદ્રગ્રહણ (Chandra Grahan)સવારે 07.58થી 11.25 સુધી ચાલ્યું હતું. ગ્રહણનો સમયગાળો 03 કલાક 27 મિનિટનો રહ્યો હતો. જોકે ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાયું ન હતું તેથી તેનો સૂતક સમયગાળો માન્ય રહેશે નહીં.

આજે 16 મેના રોજ જે ચંદ્રગ્રહણ થાય છે, તે ખગ્રાસ એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. જાણો ક્યાં-ક્યાં દેખાશે ગ્રહણ અને તેનાથી સંબંધિત તમામ માહિતી.

ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?

આજનું ચંદ્રગ્રહણ એન્ટાર્કટિકા, એટલાન્ટિક, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, દક્ષિણ અને પશ્ચિમ એશિયા, દક્ષિણ અને પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકાના મોટાભાગના હિસ્સામાં, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં દેખાશે. ઉલ્લેખનીય છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

આ પણ વાંચો - આજે વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણ પર બની રહ્યા છે બે શુભ યોગ, આ 3 રાશિના લોકોને થશે ફાયદો?

ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો

આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો ગ્રહણ ભારતમાં પણ દેખાય છે, તો સૂતક કાળ 9 કલાક પહેલાંથી શરૂ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂતકના નિયમો છે, જેનું પાલન કરવું જોઈએ.

શું છે પૂર્ણ અથવા ખગ્રાસ ચંદ્રગ્રહણ શું છે

ગ્રહણ એક ખગોળીય ઘટના છે. તમને જણાવી દઈએ કે ખગ્રાસ એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે, જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેની સામે આવે છે અને તે જ સમયે ચંદ્ર પણ પૃથ્વીની સામે આવે છે. આ દરમિયાન પૃથ્વી સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે અને સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી.

કેવી રીતે જોઈ શકાશે ગ્રહણ?

નાસા આ ઘટનાનું જીવંત પ્રસારણ કરશે. જેના દ્વારા તેને ભારતમાં જોઈ શકો છો. નાસાના જણાવ્યા અનુસાર , આ બ્લડ મૂન(Blood moon) હશે.

આગામી ચંદ્રગ્રહણ નવેમ્બરમાં જોવા મળશે

તમને જણાવી દઈએ કે વર્ષ 2022નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022ના રોજ થશે. મળતી માહિતી મુજબ, આ ચંદ્રગ્રહણ સાંજે 05:28થી 07:26 સુધી ચાલશે. આ ગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં દેખાશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:

Tags: Chandra grahan, Dharm Bhakti

આગામી સમાચાર