Home /News /dharm-bhakti /Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ શરુ, ભૂલથી ન કરતા આ કામ

Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ શરુ, ભૂલથી ન કરતા આ કામ

ચંદ્ર ગ્રહણ સૂતક કાળ

Chandra Grahan 2022 sutak kaal: ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022 ના રોજ સાંજે 5:20 વાગ્યે દેખાશે અને સાંજે 6.20 વાગ્યે સમાપ્ત થશે. સુતકનો સમયગાળો 9 કલાક અગાઉ એટલે કે 9.21 મિનિટે શરુ થઇ ગયો છે. સુતક દરમિયાન કઈ ભૂલો ન કરવી જોઈએ? તમે લેખમાં આ વિશે જાણી શકશો.

વધુ જુઓ ...
    ભારતમાં ચંદ્રગ્રહણ મંગળવાર 8 નવેમ્બર 2022 ના રોજ સાંજે 5:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.20 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે, જે ભારતીય સમય અનુસાર શરુ થઇ ગયો છે. વિદ્વાનોના મતે સુતક કાળમાં કેટલાંક કામ ન કરવા જોઈએ કારણ કે તેને કરવું વર્જિત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ કાર્યો કરે છે તો તેને અશુભ પરિણામ મળી શકે છે. તો આવો જાણીએ કઇ-કઇ વસ્તુઓ છે જેને સૂતક કાળમાં ટાળવી જોઇએ.

    સુતક અને તેનું મહત્વ


    માન્યતાઓ અનુસાર સુતક કાળને અશુભ કાળ અથવા ભ્રષ્ટ કાળ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયાના થોડા સમય પછી, સૂતક કાળ સમાપ્ત થાય છે, તે પછી માંગલિક કાર્યો કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યાં ગ્રહણ દેખાય છે, તે સ્થળોએ સુતક પણ માન્ય છે. ઉદાહરણ તરીકે, જો ગ્રહણ ભારતમાં દેખાતું નથી, તો તેનું સુતક પણ ભારતમાં માન્ય નથી.

    જમવાનું બનાવવું નહિ


    માન્યતાઓ અનુસાર, સૂતક કાળ દરમિયાન રસોઈ ટાળવી જોઈએ. તેનું કારણ એ છે કે સુતકને અશુભ કાળ પણ કહેવામાં આવે છે અને જો કોઈ આ સમયે ભોજન રાંધે છે તો તે દૂષિત માનવામાં આવે છે, તેથી સૂતકના સમયગાળા દરમિયાન રસોઈ ટાળો.

    મૂર્તિને સ્પર્શ કરવી નહિ


    ગ્રહણ દરમિયાન મંદિરના દરવાજા બંધ રાખવા જોઈએ અને ભગવાનની મૂર્તિઓને સ્પર્શ ન કરવી જોઈએ. તેથી સુતક શરૂ થતા પહેલા જ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.

    આ પણ વાંચો: Chandra Grahan 2022: શા માટે દર વર્ષે ચંદ્રગ્રહણ પૂર્ણિમા પર જ આવે છે, જાણો કારણ

    સુવા પર પણ પ્રતિબંધ


    માન્યતાઓ અનુસાર સુતક કાળમાં પણ સૂવું વર્જિત માનવામાં આવે છે. કહેવાય છે કે સૂતક દરમિયાન સૂવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ નિયમ વૃદ્ધ, બીમાર અને સગર્ભા સ્ત્રીઓને લાગુ પડતો નથી.

    તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો


    મળતી માહિતી મુજબ, સૂતક દરમિયાન તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે ચપ્પુ-છરી વગેરેનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે, તેથી એવું કોઈ કામ ન કરો જેમાં આ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે.

    આ પણ વાંચો: Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણ પછી કરો આ કામ, તમારા પર નહિ પડે ખરાબ અસર

    નખ ન કાપો


    એવું કહેવાય છે કે સૂતક દરમિયાન નખ કાપવાથી પણ બચવું જોઈએ. આ સાથે વાળ કાપવા અને તેલ લગાવવું પણ વર્જિત માનવામાં આવે છે.


    ભારતમાં ચંદ્રગ્રહણ ક્યારે જોવા મળશે


    પંડિત દીપક માલવિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ 8 નવેમ્બર, 2022ના રોજ સાંજે 5:20 વાગ્યે દેખાશે અને સાંજે 6.20 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 8 નવેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 8.20 કલાકે શરૂ થશે.
    Published by:Damini Patel
    First published:

    Tags: ચંદ્ર ગ્રહણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन