Home /News /dharm-bhakti /આ ચંદ્ર ગ્રહણ પર રાશિ મુજબ કરો વિવિધ સ્નાનનો પ્રયોગ અને પછી જુઓ ચમત્કાર...
આ ચંદ્ર ગ્રહણ પર રાશિ મુજબ કરો વિવિધ સ્નાનનો પ્રયોગ અને પછી જુઓ ચમત્કાર...
આ ચંદ્ર ગ્રહણ પર રાશિ મુજબ કરો વિવિધ સ્નાનનો પ્રયોગ અને પછી જુઓ ચમત્કાર
Chandra Grahan 2022 jyotishi upay: જે રીતે ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસરો હોય છે એ જ રીતે આ ગ્રહણ પર ચોક્કસ આરાધના અને અનુષ્ઠાન કરીને લાભ મેળવી શકાતો હોય છે અને માટે જ ગ્રહણ પર દાન ધર્મ અને પવિત્ર નદીમાં સ્નાનનો મહિમા છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે ગ્રહણ પર ચોક્કસ વિધિ વિધાન કરવામાં આવે તો અવશ્ય સુંદર લાભ પ્રાપ્ત થતો હોય છે.
Chandra Grahan 2022: રોહિત જીવાણી દ્વારા, આગામી તા. 8 નવેમ્બર ૨૦૨૨ ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલેક દેવદિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ (Dev Diwali Chandra Grahan 2022) આવી રહ્યું છે. એક પખવાડિયામાં આ બીજું ગ્રહણ છે વળી વિક્રમ સંવંત ૨૦૭૯ની આ પહેલું ચંદ્ર ગ્રહણ દેવદિવાળી પર આવી રહ્યું છે (chandra grahan 2022 in india date and time). આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભરણી નક્ષત્ર માં તથા વ્યતિપાત યોગ માં અને મંગળ વારે થવાનું છે જેથી ભારે ગણી શકાય.
જે રીતે ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસરો હોય છે એ જ રીતે આ ગ્રહણ પર ચોક્કસ આરાધના અને અનુષ્ઠાન કરીને લાભ મેળવી શકાતો હોય છે અને માટે જ ગ્રહણ પર દાન ધર્મ અને પવિત્ર નદીમાં સ્નાનનો મહિમા છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે ગ્રહણ પર ચોક્કસ વિધિ વિધાન કરવામાં આવે તો અવશ્ય સુંદર લાભ પ્રાપ્ત થતો હોય છે.
ખાસ કરીને ચંદ્ર ગ્રહણ પર મનને લગતી બાબતો સોલ્વ કરી શકાય છે (chandra grahan 2022 jyotishi upay) કેમ કે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર મન બતાવે છે ચંદ્ર એ પાણી છે માટે ચંદ્ર ગ્રહણ પર મનની બાબતો સોલ્વ કરવા પાણી અને સ્નાનનો પ્રયોગ કરી શકાય. ચંદ્ર એ મન છે અને રાહુ છે ભ્રમ છે માટે જયારે રાહુ ને કારણે ગ્રહણ થાય છે અને ધીમે ધીમે જયારે ગ્રહણનો મોક્ષ થાય છે ત્યારે મન રાહુના ભ્રમમાં થી મુક્ત થાય છે.
માટે ગ્રહણ મોક્ષની પળ ખુબ મહત્વની બની રહે છે અને આ ક્ષણે મન સ્પષ્ટ અને વાસ્તવવાદી બને છે આ ક્ષણે જો સિદ્ધ કરેલું જળ ગ્રહણ કરી મનોમંથન કરવામાં આવે તો મનની સાચી સ્થિતિ સામે આવે છે જે મારો વર્ષોનો અનુભવ છે વળી રાશિ મુજબ આ સમયે જળમાં દ્રવ્ય પધરાવી સ્નાન કરવામાં આવે તો મનની સ્થિતિ સ્પષ્ટ થાય છે અને ચંદ્ર મજબૂત બની કાર્યસિદ્ધિ સુધી લઇ જાય છે. ગ્રહણ મોક્ષ 8 નવેમ્બર ૨૦૨૨ ના સાંજે ૬.૧૯ થશે. આ સમયે દરેક રાશિના મિત્રો નીચેનું દ્રવ્ય જરા પાણી માં પધરાવી સ્નાન કરે તો મન શુદ્ધ થઇ સારા પરિણામ આપશે.
લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર