Home /News /dharm-bhakti /Chandra grahan 2022: 3 મહિના સુધી દેખાશે ચંદ્ર ગ્રહણની અસર, મેષ અને તુલા રાશિ પર પડશે સૌથી વધુ પ્રભાવ

Chandra grahan 2022: 3 મહિના સુધી દેખાશે ચંદ્ર ગ્રહણની અસર, મેષ અને તુલા રાશિ પર પડશે સૌથી વધુ પ્રભાવ

આવતીકાલનું ચંદ્રગ્રહણ એ વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ

આવતીકાલનું ચંદ્રગ્રહણ એ વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ પહેલા 25 ઓક્ટોબર 2022 મંગળવારના રોજ ખગ્રાસનું સૂર્યગ્રહણ હતું. સૂર્યગ્રહણની અસર આગામી 3 મહિના સુધી પણ રહેશે અને ચંદ્રગ્રહણની અસર પણ રહેશે.

    chandra grahan 2022 : આવતીકાલનું ચંદ્રગ્રહણ એ વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ પહેલા 25 ઓક્ટોબર 2022 મંગળવારના રોજ ખગ્રાસનું સૂર્યગ્રહણ હતું. સૂર્યગ્રહણની અસર આગામી 3 મહિના સુધી પણ રહેશે અને ચંદ્રગ્રહણની અસર પણ આગામી 3 મહિના સુધી રહેશે.

    ઉપરાંત, સૂર્યગ્રહણ વાયુ તત્વની રાશિ તુલામાં લાગ્યું હતું અને ચંદ્રગ્રહણ અગ્નિ તત્વની રાશિ મેષમાં લાગશે. આવી સ્થિતિમાં બંને ગ્રહણની સંયુક્ત અસર જોવા મળશે.

    આ પણ વાંચો :  Rashifal 7th Nov: આજે દેવદિવાળીનાં દિવસે આ રાશિના જાતકોને નવી તકથી લાભ થશે, જાણો આપનું રાશિફળ

    વિશ્વના અન્ય રાષ્ટ્રોના ઉદ્ભવના લગ્ન ખબર ન હોવાને કારણે ફક્ત રાશિચક્રના આધારે ગણના કરવામાં આવશે. જે દેશોની રાશિ મેષ અથવા તુલા છે. તેઓએ ખાસ કરીને આગામી 3 મહિના માટે સતર્ક રહેવું જોઈએ.

    દા.ત:- ચ, ચે, ચો, લા, લે, લો, લુ, એ, રા, રી, રૂ, રે, રો, તા, તૂ, તે. ઉદાહરણ તરીકે:- અમેરિકા, ચેચન્યા, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા વગેરે આ દેશોએ ખાસ કરીને સાવધાન રહેવું જોઈએ. પરસ્પર વિવાદ ટાળવો જોઈએ નહીંતર સામાન્ય લોકોમાં વિદ્રોહ કે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. ચક્રવાત, ભૂકંપ, વાવાઝોડુ વગેરે જેવી અચાનક મોટી દુર્ઘટના થવાની પણ સંભાવના છે.

    આ પણ વાંચો :  Horoscope 7 November: આ રાશિના જાતકોએ સ્વાસ્થ અને નાણાંકીય બાબતે ધ્યાન રાખવાની જરુર, જાણો કેવો રહેશે તમારો દિવસ

    આ રાષ્ટ્રોમાં આર્થિક નુકસાન, વ્યાપારી નુકસાન, રાજકીય નુકસાન, યુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. વિશ્વના અન્ય દેશોમાં પણ જ્યાં મોટા આયોજન થશે, મોટી સંખ્યામાં લોકો એકઠા થઇને જશ્ન મનાવશે અથવા મોટા આયોજન કરશે ત્યાં મોટી દુર્ઘટના થવાની સંભાવના છે.





    વિમાન ટ્રેન બુલેટ ટ્રેન જેવા ઝડપથી ચાલતા વાહનો કે અથવા વધુ ઝડપથી આગળ વધતી જે પણ વસ્તુઓ હશે, તેના પર વધુ નકારાત્મક અસર પડશે, તેથી આ દરમિયાન, સતર્ક રહીને વિમાન અથવા ટ્રેનનું સંચાલન કરવાની જરૂર છે, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Chandra grahan, Eclipse, Moon Eclipses, ચંદ્ર ગ્રહણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन