Home /News /dharm-bhakti /વર્ષના અંતિમ ગ્રહણની કુંભ રાશિ પર દેખાશે 1 મહિના સુધી અસર, જાણો લાભ થશે કે નુકસાન

વર્ષના અંતિમ ગ્રહણની કુંભ રાશિ પર દેખાશે 1 મહિના સુધી અસર, જાણો લાભ થશે કે નુકસાન

ચંદ્ર ગ્રહણની અસર

Chandra Grahan 2022 Effect on Kumbh Rashi: વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ ઘણી રાશિઓ પર શુભ અસર લાવશે. ગ્રહણની અસર કોઈ પણ રાશિઓ પર એક મહિના સુધી રહે છે. તો જાણો કુંભ રાશિને કેવી રીતે કરશે પ્રભાવિત...

    વર્ષ 2022નું અંતિમ ચંદ્ર ગ્રહણ 8 નવેમ્બરે થઇ ગયું. જ્યોતિષ શાસ્ત્રોમાં ચંદ્ર ગ્રહણ તેમજ સૂર્ય ગ્રહણની ઘટનાને મહત્વની માનવામાં આવી છે. ગ્રહણની તમામ 12 રાશિઓ પર અસર દેખાય છે. કેટલીક રાશિઓ પર ગ્રહણની શુભ અને કેટલીક પર નકારાત્મક પ્રભાવ પડે છે. જ્યોતિષાચાર્યની માનીએ તો ગ્રહણનો પ્રભાવ એક મહિના સુધી રહે છે. જાણો વર્ષના અંતિમ ચંદ્રગ્રહણની કુંભ રાશિ વાળાઓ પર શું અસર દેખાશે.

    કુંભ રાશિ પર ગ્રહણની અસર

    વર્ષનું છેલ્લું ગ્રહણ કુંભ રાશિના લોકોના જીવનમાં પ્રગતિ લાવશે. શનિ ગ્રહની માલિકીની રાશિ કુંભ રાશિના લોકોને ગ્રહણની અસરથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ સમય દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો સુધરશે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. ગ્રહણની અસરને કારણે કુંભ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારીઓને ફાયદો થશે. નાણાકીય બાબતોમાં તમને લાભ મળશે. રોકેલા નાણા પરત મળી શકે છે.

    આ પણ વાંચો: Chandra Grahan 2022: વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ આ રાશિઓની ખોલશે કિસ્મત, ધન લાભના યોગ



    2023નું પ્રથમ ગ્રહણ ક્યારે થશે?

    હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ 2023નું પ્રથમ ગ્રહણ સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણ ગુરુવાર, 20 એપ્રિલ 2023ના રોજ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં થશે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Chandra grahan, Dharm Bhakti, ચંદ્ર ગ્રહણ

    विज्ञापन
    विज्ञापन