Home /News /dharm-bhakti /Chandra Grahan 2022: ક્યારે થશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ સહિતની માહિતી

Chandra Grahan 2022: ક્યારે થશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ સહિતની માહિતી

સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ પછી દાન અવશ્ય કરવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ પછી સફેદ રંગની વસ્તુઓ જેવી કે દહીં, દૂધ, કપડા ગરીબોને દાન કરવું જોઈએ અને તેમના પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ આખા સમયગાળા દરમિયાન જીભ પર તુલસીનું પાન રાખીને દુર્ગા સ્તુતિ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

Chandra Grahan 2022: સૂર્ય ગ્રહણની જેમ જ ચંદ્ર ગ્રહણનું પણ પોતાનું મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, વર્ષ 2022માં પહેલું ચંદ્ર ગ્રહણ આ જ મહિનામાં થવાનું છે.

    Chandra Grahan 2022: વર્ષ 2022નું પહેલું સૂર્ય ગ્રહણ (Surya Grahan 2022) 30 એપ્રિલે થયું હતું. હવે સૂર્ય ગ્રહણ બાદ ચંદ્ર ગ્રહણ (Chandra Grahan) પણ થવાનું છે. સૂર્ય ગ્રહણ પછી સૌકોઈ એ જાણવા ઉત્સુક છે કે આખરે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ક્યારે લાગવાનું છે. સૂર્ય ગ્રહણની જેમ જ ચંદ્ર ગ્રહણનું પણ પોતાનું મહત્વ હોય છે. જણાવી દઈએ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્યના આવવાથી ચંદ્ર ગ્રહણ લાગે છે. માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ (Chandra Grahan Date) હંમેશા પૂનમની તિથિએ લાગે છે અને સૂર્ય ગ્રહણ અમાસ પર. સનાતન ધર્મની માન્યતા અનુસાર રાહુ-કેતુનો પ્રકોપ ધરતી પર રહે છે.

    ક્યારે થશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2022 માં પહેલું ચંદ્ર ગ્રહણ આ જ મહિનામાં થવાનું છે. તમને જણાવી દઈએ કે ચંદ્ર ગ્રહણ 16 મે એ થવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારત સહિત ઘણાં દેશોમાં જોવા મળશે. એટલે કે આ ગ્રહણમાં સૂતક માનવામાં આવશે અને એ સાથે તમામ પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવશે. આ વર્ષનું પહેલું પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે.

    આ પણ વાંચો: રાહુ-કેતુની શત્રુતાનું પરિણામ છે દર વર્ષે થનારું સૂર્ય અને ચંદ્રગ્રહણ! જાણો તેની પાછળની કથા

    ક્યારે લાગશે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ

    આ વર્ષે એક નહીં બે ચંદ્ર ગ્રહણ થવાના છે. તમને જણાવી દઈએ કે 2022 નું બીજું ચંદ્ર ગ્રહણ 8 નવેમ્બરે લાગશે. તે પણ ભારત સહિત ઘણાં દેશોમાં જોવા મળશે અને પૂર્ણ ચંદ્ર ગ્રહણ હોવાને લીધે સૂતક કાળ હશે. તે ઘણી મુશ્કેલીઓ લઈને આવી શકે છે. કહેવાય છે કે આ ચંદ્ર ગ્રહણનો સમય બપોરે 1:32 મિનિટ પર શરુ થઇને સાંજે 7:27 મિનિટ સુધી હશે. આ દરમિયાન ગ્રહણના બધા નિયમોનું પાલન જરૂરી છે.

    આ પણ વાંચો: મે 2022માં આ 5 રાશિના લોકો પર થશે કુબેર દેવતાની કૃપા, મળશે ભરપૂર ધન-સંપત્તિ

    ચંદ્ર ગ્રહણની સાવધાનીઓ

    ચંદ્ર ગ્રહણ દરમિયાન ઘણી સાવધાનીઓ રાખવાની હોય છે. કહેવાય છે કે આ દરમિયાન ચંદ્ર દેવ કષ્ટમાં હોય છે, રાહુ-કેતુ તેમને કષ્ટ આપે છે. એવામાં વધુમાં વધુ પૂજા પાઠ કરવો જોઈએ. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોઈએ. ચંદ્ર ગ્રહણ દરમિયાન નીકળતા કિરણો આવનારા બાળક પર નકારાત્મક પ્રભાવ નાખે છે. આ ગ્રહણ દરમિયાન કોઈએ પણ ખાવું-પીવું ન જોઈએ. આ સાથે જ ભોજનમાં તુલસી નાખવી જોઈએ. તો ગ્રહણ બાદ દરેક વ્યક્તિએ સ્નાન પણ અચૂક કરવું જોઈએ.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Chandra grahan, Dharm Bhakti, Sutak Kaal, ચંદ્ર ગ્રહણ, ધર્મભક્તિ

    विज्ञापन
    विज्ञापन