Home /News /dharm-bhakti /Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણ પછી પૂજા ઘરને આ રીતે કરો સાફ, ચમકી ઉઠશે કિસ્મત

Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણ પછી પૂજા ઘરને આ રીતે કરો સાફ, ચમકી ઉઠશે કિસ્મત

ચંદ્ર ગ્રહણ પછી મંદિરની સફાઈ

Chandra Grahan 2022 Cleaning: હિંદુ ધર્મમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ મંગળવાર 8 નવેમ્બર 2022 ના રોજ થઈ રહ્યું છે. ગ્રહણ બાદ સ્વચ્છતાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માત્ર રસોડું જ નહીં, પૂજા ઘરની પણ સફાઈ કરવી એટલી જ જરૂરી છે.

વધુ જુઓ ...
    ભારત વર્ષમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણને ધાર્મિક દ્રષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે. વિજ્ઞાન મુજબ આ એક ખગોળીય ઘટના હોય છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ખગોળીય ઘટનાની દરેક રાશિઓના વ્યક્તિઓ પર પડે છે. આપણે ત્યાં ગ્રહણ દરમિયાન ઘરની કેટલીક વિશેષ જગ્યાઓ જેવી કે મંદિર અને રસોઈને યોગ્ય રીતે સાફ નહિ કરવામાં આવે તો એની અસર ઘરની સુખ સંપત્તિ પર પડે છે. હિન્દૂ ધર્મમાં ગ્રહણ પછી આ જગ્યાઓને લઇ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આઓ જાણીએ છે ભોપાલના નિવાસી જ્યોતિષી હિન્દ્રકુમાર શર્મા પાસે ગ્રહણ પછી મંદિરની સફાઈ કેવી રીતે કરવી.

    ઘરના મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરો


    માન્યતાઓ અનુસાર, સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે અને આ સમગ્ર ઘટના દરમિયાન મંદિરમાં કોઈપણ પ્રકારની પૂજા કરવા પર પ્રતિબંધ છે. જ્યારે ચંદ્રગ્રહણની અસર પૂરી રીતે સમાપ્ત થઈ જાય, તો સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને મંદિર અને તમારા ઘરની બધી મૂર્તિઓને ગંગા જળથી પવિત્ર કરો. માન્યતાઓ અનુસાર, આમ કરવાથી ચંદ્રગ્રહણની કોઈ નકારાત્મક અસર થતી નથી.

    -દેવતાઓની મૂર્તિઓનું વિશેષ ધ્યાન રાખો


    માન્યતા અનુસાર ગ્રહણ બાદ ઘરમાં હાજર તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓને સારી રીતે સાફ કરવી જોઈએ. મૂર્તિઓની સફાઈ માટે લીંબુ પાણી, દહીં, મધ અને ચંદનનો ઉપયોગ કરી શકાય છે. તમામ મૂર્તિઓમાંથી વસ્ત્રો બદલીને દેવતાઓને નવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરાવવા જોઈએ. સુતક વખતે ભગવાને જે વસ્ત્રો પહેર્યા હતા તે ફરીથી ભગવાનની મૂર્તિઓએ ન પહેરવા જોઈએ.

    આ પણ વાંચો: Chandra Grahan 2022: આ પાંચ રાશિના જાતકો માટે ખુબ ખાસ રહેશે ચંદ્ર ગ્રહણ

    મંદિરની સજાવટ પણ બદલો


    જ્યોતિષ શાસ્ત્ર માને છે કે જો તમે મંદિરમાં સજાવટ કરી હોય તો સુતકના સમયથી લઈને પૂર્ણ ચંદ્રગ્રહણના અંત સુધી જે પણ શણગાર કરવામાં આવ્યો હોય તેને તરત જ બદલી નાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ગ્રહણના સમયગાળા દરમિયાન, મંદિરમાં નકારાત્મકતા આવે છે, તેથી મંદિરમાં હાજર તમામ પ્રકારની સુશોભન વસ્તુઓને તરત જ ડૂબાડવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય મંદિરમાં ચઢાવવામાં આવતાં ફૂલ, ધૂપ, દીવો, નારિયેળ, નૈવેદ્ય વગેરેને તરત જ મંદિરમાંથી હટાવી દેવા જોઈએ.

    આ પણ વાંચો: Chandra Grahan 2022: વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ પર કરો આ 10 મંત્રનો જાપ, થશે લાભ



    આ રીતે મંદિરની સફાઈ કરવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. ભગવાનની કૃપાથી તમારું નસીબ ચમકે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Chandra grahan, Dharm Bhakti, ચંદ્ર ગ્રહણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन