Chandra Grahan 2021: આજે 2021નું છેલ્લું ચંદ્ર ગ્રહણ થવાનું છે એટલે કે આ ચંદ્ર ગ્રહણ દરમ્યાન સૂતક (Sutak) નહીં લાગે. જોકે, ઘણાં લોકો આંશિક અને ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ દરમ્યાન પણ ગ્રહણથી જોડાયેલા નિયમોનું પાલન કરે છે.
Chandra Grahan 2021: હિંદુ પંચાંગ અનુસાર 19 નવેમ્બર એટલે કે આજે સદીનું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ (Longest Lunar Eclipse of The Century) થવાનું છે. આ વખતે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ (Chandra Grahan)નો યોગ બની રહ્યો છે. તમને જણાવી દઈએ કે આજે 2021નું છેલ્લું ચંદ્ર ગ્રહણ થવાનું છે એટલે કે આ ચંદ્ર ગ્રહણ દરમ્યાન સૂતક (Sutak) નહીં લાગે. જોકે, ઘણાં લોકો આંશિક અને ખંડગ્રાસ ગ્રહણ ચંદ્ર ગ્રહણ દરમ્યાન પણ ગ્રહણથી જોડાયેલા નિયમોનું પાલન કરે છે. માનવામાં આવે છે કે પૃથ્વીની નજીક હોવાને લીધે ચંદ્રનો પ્રભાવ રાશિઓ (Impact on zodiac signs) પર વધુ રહે છે. આ ઉપરાંત ચંદ્રને પાણીનો કારક પણ માનવામાં આવ્યો છે. શરીરમાં પાણીની માત્રા વધુ હોવાને લીધે ચંદ્રનો પ્રભાવ વધુ રહે છે.
580 વર્ષ પછી થશે સૌથી લાંબુ ગ્રહણ
ચંદ્ર અને પૃથ્વી વચ્ચે અંતર વધુ હોવાથી આંશિક ચંદ્ર ગ્રહણ લાંબા સમય સુધી જોવા મળશે. આ વખતે આંશિક ચંદ્ર ગ્રહણનો સમયગાળો 3 કલાક 28 મિનિટ અને 24 સેકન્ડ રહશે. આ પહેલાં આટલું લાંબુ ગ્રહણ 18 ફેબ્રુઆરી 1440ના થયું હતું. એટલે કહી શકીએ કે 580 વર્ષ પછી આટલું લાંબુ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે.
ચંદ્ર ગ્રહણ કઈ રાશિ અને કયા નક્ષત્રમાં થવાનું છે?
પંચાંગ મુજબ આ વખતનું ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં લાગવાનું છે. આ સમયે વૃષભ રાશિ (Vrishabha Rashi)માં રાહુ ગોચર થયું છે એટલે સદીના સૌથી મોટા ચંદ્ર ગ્રહણનો સૌથી વધુ પ્રભાવ વૃષભ રાશિ પર થશે.
આ રાશિઓ માટે શુભ રહેશે ગ્રહણ
આ વખતનું ચંદ્રગ્રહણ મેષ, કન્યા, તુલા અને કુંભ, મીન રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ મળવાની સાથે-સાથે કારકિર્દીમાં ઉન્નતિ, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. કેટલાક લોકોનું જૂનું દેવું પણ ઉતરી શકે છે.
ચંદ્ર ગ્રહણ ક્યારે થાય છે?
સૂર્યની પરિક્રમા દરમ્યાન જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે આવી જાય છે ત્યારે ચંદ્ર પૃથ્વીની છાયામાં જતો રહે છે. આ ત્યારે સંભવ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકબીજાની સીધી રેખામાં હોય. પૂનમના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે તો તેની છાયા ચંદ્ર પર પડે છે. તેથી ચંદ્રની છાયા વાળો ભાગ અંધકારમય રહે છે. આ સ્થિતિમાં જ્યારે આપણે પૃથ્વીથી ચંદ્રને જોઈએ છીએ તો એ ભાગ કાળો જોવા મળે છે. આ જ કારણે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના દરમ્યાન ચંદ્ર લાલ રંગનો દેખાઈ શકે છે અને તેની પાછળનું કારણ સૂર્યપ્રકાશના લાલ કિરણો છે જે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે અને વિચલિત થઈને ચંદ્ર પર પડે છે.
ચંદ્ર ગ્રહણનો સમય (Chandra Grahan 2021 Timing in India)
19 નવેમ્બર એટલે કે આજે ચંદ્ર ગ્રહણ સવારે 11 વાગીને 34 મિનિટે શરુ થશે અને સાંજના 5 વાગ્યે ને 33 મિનિટ સુધી રહેશે.
ભારતમાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?
આ વખતે જે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, તે ભારતના અમુક શહેરોમાં જ દેખાશે. ચંદ્રગ્રહણ ફક્ત તે સ્થળોએ જ દેખાય છે જ્યાં ચંદ્ર આકાશના વર્તુળમાં એટલે કે ક્ષિતિજની ઉપર હોય છે. આજનું ચંદ્રગ્રહણ ઓરિસ્સા, આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં દેખાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ગ્રહણ પશ્ચિમ બંગાળના કેટલાક સ્થળોએથી સાંજે 6.21 કલાકે માત્ર 2 મિનિટ માટે જોઈ શકાશે. તે સિક્કિમ અને ઓરિસ્સામાં પણ જોઈ શકાય છે.
સદીનું સૌથી લાંબુ ગ્રહણ ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક ક્ષેત્રમાં જોવા મળશે. યુએસ ઇસ્ટ કોસ્ટમાં આંશિક ચંદ્રગ્રહણ બપોરે 2 વાગ્યા પછી શરૂ થશે, જે સવારે 4 વાગ્યે ચરમ પર હશે. જ્યારે વેસ્ટ કોસ્ટમાં તે 11 વાગ્યા પછી શરૂ થશે અને બપોરે 1 વાગ્યે ચરમ પર હશે.
આગામી ચંદ્રગ્રહણ ક્યારે જોવા મળશે?
ભારતમાં આગામી ચંદ્રગ્રહણ 8 નવેમ્બર 2022ના રોજ જોવા મળશે. અગાઉ આટલું લાંબુ ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440ના રોજ થયું હતું અને આગામી મોકો 8 ફેબ્રુઆરી 2669ના રોજ આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર