Chandra Grahan: આ રાશિ પર સૌથી વધારે થશે અસર, જાણો નુકસાનથી કઇ રીતે બચશો

આ પૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે 11 વાગ્યેથી સવારે 3 વાગ્યા સુધી લાગશે.

  • Share this:
    ધર્મ ડેસ્ક: ભારતમાં આજે 27 જુલાઈથી 28 જુલાઈ સુધી સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ થવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે 11 વાગ્યેથી સવારે 3 વાગ્યા સુધી લાગશે. આ ગ્રહણ આખા ભારતમાં દેખાશે. જ્યોતિષ પ્રમાણે વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ મકર રાશિ પર ભારે પડશે. કારણ કે તે મકર રાશિનો સ્વામી શનિ છે. જેના પગલે આ રાશિ પર શનિ અને ચંદ્રમા બંનેની અસર પડશે આ સમય દરમિયાન ધન, મકર અને વૃશ્ચિક રાશિ પર સાડાસાતીની પનોતી ચાલી રહી છે.

    મકર રાશિ પર સૌથી વધારે અસર

    મકર રાશિમાં ગ્રહણ થવાથી મકર રાશિ પર સૌથી વધારે અસર પડશે, તે મના માટે આ શુભ નથી. તેમની સાથે મિથુન, તુલા તથા કુંભ રાશિના લોકો માટે સામાન્ય પડકાર ઉભા થશે. મેષ, સિંહ, વૃશ્ચિક, મીન રાશિ માટે આ ગ્રહણ આનંદ લાવશે. વૃષભ, કર્ક, કન્યા અને ધન માટે આ મિશ્ર પ્રતિભાવ આપશે.

    આ પણ વાંચો: 27 જુલાઇએ છે વર્ષનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ, રાશિ મુજબ કરો દાન થશે લાભ

    વિશેષજ્ઞોનું માનીએ મકર રાશિના જાતકોએ શનિના બીજ મંત્રનો જાપ, ચંદ્રના બીજ મંત્રનો જાપ, સુંદર કાંડ અને શ્રી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. નહિ તો ચંદ્રગ્રહણ મકર રાશિના જાતકોને શારીરિક અને માનસિક રીતે તકલીફોનો સામનો કરવો પડશે. શનિ અને ચંદ્રમા યુતિથી ક્રોધ અને માનસિક વ્યથા આવે છે. ધનનું નુકસાન પણ આ રાશિવાળાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

    આ પણ વાંચો:  જાણો, કેમ અને ક્યારે થાય છે ચંદ્રગ્રહણની ઘટના?

    ગ્રહણ કેમ થાય છે?

    આપણું સૌરમંડળ 8 ગ્રહોથી બનેલું છું. સૌરમંડળનો ભાગ આપણી ધરતી પણ છે. આ સૂર્યથી ત્રીજો ગ્રહ છે. આપણી પૃથ્વીની ચારેય તરફ ચંદ્રમા ફરે છે. ચંગ્રમા પૃથ્વીનો ઉપગ્રહ છે. અને આ પૃથ્વીનો ચક્કર અંડાકાર કક્ષામાં કાપે છે. પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમાની ગતીઓને કારણે ગ્રહણ સર્જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ છાયાની સામાન્ય રમત છે જે સૌરમંડળમાં થાય છે.
    Published by:Kaushal Pancholi
    First published: