Home /News /dharm-bhakti /Chandal Yog: એપ્રિલ મહિનાની આ તારીખથી શરૂ થશે ચાંડાલ યોગ, કોણ થઈ જશે માલામાલ અને કોણ થઈ જશે... જાણો તમારી રાશિ?
Chandal Yog: એપ્રિલ મહિનાની આ તારીખથી શરૂ થશે ચાંડાલ યોગ, કોણ થઈ જશે માલામાલ અને કોણ થઈ જશે... જાણો તમારી રાશિ?
Chandal Yog 2023 Rashifal
Chandal Yog 2023 Rashifal: કળિયુગમાં ચાંડાલ યોગ સારું પરિણામ આપતો પણ જોવા મળે છે. વ્યક્તિગત વાત કરીએ તો જાતકને મેષ રાશિનો મંગળ ક્યાં પડેલો છે અને કોની સાથે કઈ રાશિનો છે તે પણ ફળકથનમાં ભૂમિકા ભજવે છે
Chandal Yog 2023 Rashifal: આગામી ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી લગભગ એક વર્ષ માટે સાત્વિક ગ્રહ ગુરુ મહારાજ મંગળના ઘરની મેષ રાશિમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ખાસ News18 ગુજરાતી સાથે વાત કરતાં જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી જણાવે છે કે, હાલમાં મેષ રાશિ (Mesh Rashi) માં થી છાયા ગ્રહ રાહુ મહારાજ પસાર થઇ રહ્યા છે. જે ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ સુધી મેષ માં રહેશે માટે ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે મેષ રાશિમાં ગુરુ રાહુ યુતિનું નિર્માણ થશે. ગુરુ રાહુ યુતિ ચાંડાલ યોગનું નિર્માણ કરે છે (Chandal yog 2023). પરંતુ દરેક કિસ્સામાં ચાંડાલ યોગ ખરાબ પરિણામ આપે તેવું નથી હોતું.
કળિયુગમાં ચાંડાલ યોગ સારું પરિણામ આપતો પણ જોવા મળે છે. વ્યક્તિગત વાત કરીએ તો જાતકને મેષ રાશિનો મંગળ ક્યાં પડેલો છે અને કોની સાથે કઈ રાશિનો છે તે પણ ફળકથનમાં ભૂમિકા ભજવે છે.
૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે ગોચરમાં ગુરુ રાહુ યુતિ ચાંડાળયોગની અસર જોવા મળશે (Chandal yog 2023 Timing). આ યુતિ મેષમાં થતી હોય આ સમયમાં ઉતાવળિયા નિર્ણય થતા જોવા મળે વળી મંગળ શરીર દર્શાવે છે.
ગુરુ ત્યાં આવવાથી જિમ, યોગ,પ્રાણાયામ વિગેરેને જીવનમાં વધુ સ્થાન મળતું જોવા મળે. ગુરુ મહારાજ ઓક્સિજનના કારક છે માટે આ સમયમાં લોકો શુદ્ધ હવાની કિંમત સમજતા થાય.
જો કે આ સમયમાં પ્રદુષણની માત્રમાં વધારો થતો જોવા મળે. ગુરુ ધર્મના કારક છે અને મંગળ રાહુ સ્ફોટક છે માટે ધાર્મિક બાબતોમાં વિવાદ વધે અને એ બાબતે વધુ તકલીફ થતી જોવા મળે.
મેષ રાશિ નવી શરૂઆતની રાશિ છે માટે આ સમયમાં કેટલાક નવા સમ્પ્રદાય વિવાદમાં આવતા જોવા મળે. ને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવી પડે. આ સમયમાં ધાર્મિક કટ્ટરતા વધુ જોવા મળે વળી આ સમયમાં ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશગમન વધુ થતું જોવા મળશે.
૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે ગોચરમાં ગુરુ રાહુ યુતિની રાશિ મુજબ જોઈએ તો... (Chandal Yog 2023 Rashifal)
મેષ (અ,લ,ઈ) : વ્યવહારમાં ઉગ્રતા જોવા મળે નવું સાહસ કરવાની ઈચ્છા થાય પણ વાસ્તવિકતા ને સમજવી પણ જરૂરી બને.
વૃષભ (બ,વ,ઉ) : આ સમયમાં નુકસાની વધુ જોવા મળે, હોસ્પિટલ બાબતે અન્ય માટે દોડધામ રહે અને કોર્ટ કચેરીના કામમાં વિલંબ થાય.
મિથુન (ક,છ,ઘ) : કોઈ બાબતમાં ઝડપથી લાભ લેવાની ગણતરી ઉલટી પડે પરંતુ એકંદરે છેલ્લે લાભ થશે થોડું ધીરજથી ચાલવું પડે.
કર્ક (ડ,હ) : નોકરી કે વ્યવસાયમાં ફેરફાર આવી શકે, જોબ શોધતા મિત્રોને થોડી રાહ જોવી પડે, નવું કાર્ય સ્વીકારતા પહેલા થોડી ખરાઈ કરી લેવી જરૂરી બને.
સિંહ (મ,ટ) : ઉતાવળા નિર્ણયથી બચશો તો ભાગ્ય સાથ આપશે, વડીલોની સલાહ થી ચાલવા જેવો સમય છે આગળ વધવાની તક પ્રાપ્ત થશે.
કન્યા (પ ,ઠ ,ણ) : જીવનમાં નવા પરિવર્તનની શરૂઆત છે, થોડા ફટકા પડી શકે છે અને વિશ્વસઘાત થઇ શકે માટે કાળજી લેવી.
તુલા (ર,ત) જાહેરજીવનમાં નવા પ્રાણ ફૂંકતો સમય છે પરંતુ જાહેરમાં કોઈ વિધાન કરવામાં કાળજી રાખવી પડે વળી શોર્ટકટ ઘાતક સાબિત થઇ શકે, ભાગીદારીમાં કામકાજ હોય તો સંભાળવું પડે.
વૃશ્ચિક (ન ,ય) : જીવનપદ્ધતિ પર ધ્યાન દેવું પડે, ખાવા પીવાની ટેવ માં સુધાર કરવો પડે, તબિયતની કાળજી લેવી.
ધન (ધ,ભ,ફ,ઢ ): પ્રિયપાત્રથી ગેરસમજ નિવારવી પડે, તમારી વાત સમજાવવામાં નિસ્ફળતા મળે, કારણ વિના દોષનો ટોપલો તમારી પર આવી શકે.
મકર (ખ,જ) : પ્રોપર્ટી બાબતે વિવાદ માં થાય તે જોવું, કોર્ટ કચેરીમાં સંભાળવું, જમીન મહાન વાહન સુખ મધ્યમ રહે, આ સમય મધ્યમ ઉપરાંતનો ગણી શકાય.
કુંભ (ગ ,સ,શ) :તમારા કૌશલ્યથી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, આ સમયમાં અચાનક ઘણા કાર્ય સંપન્ન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): આર્થિક બાબતોમાં ઉઠાપટક થતી જોવા મળે, બેન્ક અને ટેક્સના કાર્યમાં ધ્યાન દેવું પડે, પરિવાર માટે અને કૌટુંબિક કાર્ય કરી શકો. સમય એકંદરે સારો રહે.
લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર