જે લોકોના જીવનમાં મોટા લક્ષ્ય હોય છે, મોટા પદ હાંસલ કરવા માંગતા હોય છે તેઓ પોતાના દુશ્મનોથી ક્યારેય ડરતા નથી. આવા લોકો દરરોજ પ્રેક્ટિસ કરીને તેમની પ્રતિભાને નિખારવાનું કામ કરે છે, જેથી તેઓ કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનનો મજબૂતાઈથી સામનો કરી શકે. આચાર્ય ચાણક્ય અનુસાર, દુશ્મન પર જીત મેળવવા માટે તમારે ક્યારેય તેમનાથી ડરવું જોઈએ નહીં. હંમેશા પ્રયત્ન કરો કે તમે તેમના કરતા વધુ શક્તિશાળી બનો. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે, શત્રુ ગમે તેટલો શક્તિશાળી હોય પરંતુ તેની સામે ક્યારેય ઘૂંટણ ટેકવવા ન જોઈએ. આ માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારે માનસિક રીતે મજબૂત હોવું જોઈએ. એ જરૂરી નથી કે તમે હંમેશા જીતશો. તમે હારી જાઓ તો પણ એમાંથી બોધપાઠ લો અને તમારી ભૂલો સુધારો. વાસ્તવમાં તમારા દુશ્મનો જ તમને સખત મહેનત કરતા રહેવા અને આગળ વધતા રહેવાની પ્રેરણા આપતા રહે છે. તેથી જો તમારે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, દુશ્મન પર જીત મેળવવી હોય, તો આચાર્ય ચાણક્ય(Acharya Chanakya)ની ત્રણ બાબતોની ગાંઠ બાંધો. આચાર્યના તે ત્રણ મંત્ર જેના દ્વારા તમે તમારા પ્રતિસ્પર્ધીઓ(Competitors)અને શત્રુઓ(Enemies) પર સરળતાથી જીત મેળવી શકો છો.
ચાણક્ય નીતિ કહે છે કે દુશ્મનને પરાજિત કરવો હોય તો બે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેઓ આ બાબતોનું ધ્યાન રાખે છે તેમની સામે પડવાની ભૂલ દુશ્મનો ક્યારેય કરતા નથી. આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિએ શરીર અને મનથી મજબૂત રહેવું જોઈએ. જ્યાં સુધી તમે શરીર અને મનથી મજબૂત નહીં રહો ત્યાં સુધી દુશ્મનને હુમલો કરવાની તક મળતી રહેશે. તેથી મનને સારું રાખવા માટે સ્વાસ્થ્ય સારું રાખો અને જ્ઞાન મેળવો.
ચાણક્ય અનુસાર, વ્યક્તિએ પોતાના દુશ્મનને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ. તેની પાસે તમારી સાથે મુકાબલો કરવાની શક્તિ છે અને તેના માટે તેણે ચોક્કસથી તૈયારી પણ કરી જ હશે. જો તમે તેને તમારા શત્રુને તમારા કરતા વધુ શક્તિશાળી માનીને ચાલશો, તો ચોક્કસ તમે તેના દરેક દાવનું મૂલ્યાંકન કરી શકશો અને તેનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરી શકશો. જો તમે તમારા પ્રતિસ્પર્ધી અથવા દુશ્મનને ઓછો આંકવાની ભૂલ કરશો, તો તમે ચોક્કસ ક્યારેક ને ક્યારેક પરાજિત થશો.
ચાણક્ય માનતા હતા કે ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. ગુસ્સામાં વ્યક્તિ ઘણીવાર કોઈને કોઈ ભૂલ કરી બેસે છે. ક્યારેક દુશ્મનો તમને ગુસ્સે કરીને ખોટા નિર્ણયો કરાવવા માંગે છે. જો આવી સ્થિતિમાં તમે તેમની વાતોમાં ફસાઈ જશો તો તે તક જોઈને તમારા પર હાવી થઈ જશે. તેથી તમારા ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો અને કોઈપણ નિર્ણય ઠંડા મગજથી લો. ત્યારે જ તમે નક્કી કરી શકશો કે તમારે કયા સમય પર કયો દાવ લગાવવો જોઈએ.
ચાણક્ય કહેતા હતા કે, જો તમારું લક્ષ્ય મોટું છે, તો તમારે તેની તૈયારી માટે ઘણો સમય આપવો પડશે અને આ માટે તમારે ઘણી ધીરજની પણ જરૂર છે. તેથી કોઈપણ સંજોગોમાં ધીરજ છોડશો નહીં. જીવનમાં ઘણી વખત શીખવાની પ્રક્રિયામાં હારનો સામનો કરવો પડે છે, આવી સ્થિતિમાં વ્યક્તિએ ધીરજ સાથે સમજવું પડશે કે તેણે ક્યાં ભૂલ કરી, જેના કારણે તેની હાર થઈ. તેથી ધીરજ સાથે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો, તમારી જાતને તૈયાર કરો અને લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Chanakya Niti, ચાણક્ય નીતિ