Chanakya Niti: આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિમાં દર્શાવેલ નીતિઓનું પાલન કરવામાં આવે તો જીવન ઘણું સારું બનાવી શકાય છે. આચાર્ય ચાણક્ય નીતિ અનુસાર દરેક સ્ત્રી કે પુરુષ પોતાના માટે એક સારા જીવનસાથીની શોધ કરે છે. ચાણક્ય નીતિમાં આવા અનેક ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને જાણીને આદર્શ પત્નીના ગુણો જાણી શકાય છે.
આચાર્ય ચાણક્ય નીતિમાં સ્ત્રીના એવા અનેક સંકેતો જણાવવામાં આવ્યા છે. જેને જાણ્યા પછી સ્ત્રીનો સ્વભાવ અને આદતો જાણી શકાય છે. આવો અમે તમને સ્ત્રીના એવા ગુણો વિશે જણાવીએ.
ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીની હથેળી માંસભક્ષી પ્રાણી કે પક્ષીનો આકાર બને છે, તે બીજાના દુઃખનું કારણ બને છે. જે મહિલાઓની હથેળી પર આવા નિશાન હોય તેમનાથી હંમેશા દૂર રહેવું જોઈએ.
કાન પર વાળ
જે મહિલાઓના કાન પર વાળ હોય છે તે બિલકુલ યોગ્ય નથી. આવી સ્ત્રીઓ ઉગ્ર સ્વભાવની હોય છે અને ઘરમાં ઝઘડા અને કંકાસનું કારણ બને છે. જેના કારણે ઘરમાં હંમેશા ઝઘડાનું વાતાવરણ રહે છે.
ચાણક્ય નીતિ અનુસાર, જે મહિલાઓના ગાલ પર ડિમ્પલ હોય છે. તેના સ્ત્રીનું ચરિત્ર સારુ નથી હોતુ. આવી સ્ત્રી ઈચ્છા વિના પણ અન્ય લોકો તરફ વધુ આકર્ષિત થવા લાગે છે.
મોટા દાંત
ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓના દાંત પહોળા, જાડા, લાંબા અને બહાર નીકળેલા હોય છે, આવી મહિલાઓના જીવનમાં ઘણું દુ:ખ આવે છે. આવી સ્ત્રી ઈચ્છે તો પણ પોતાને ખુશ રાખી શકતી નથી.
પીળી આંખ
જો કે આવા બહુ ઓછા લોકો જોવા મળે છે, પરંતુ તમને જણાવી દઈએ કે જે મહિલાની આંખો પીળી હોય છે, તે હંમેશા ડરેલી રહે છે. આવી સ્ત્રીઓ ભાગ્યે જ એકલી રહે છે. જો તે એકલી રહે તો પણ એકલા રહેવાના કારણે તેમનો સ્વભાવ ખરાબ થઈ જાય છે.
ટૂંકી ગરદન
જે મહિલાઓની ગરદન ખૂબ જ ટૂંકી હોય છે, તેઓ જાતે કોઈ નિર્ણય લઈ શકતી નથી. હંમેશા બીજાના નિર્ણયો પર આધાર રાખે છે.
લાંબી ગરદન
જે મહિલાની ગરદન ચાર આંગળીથી વધારે લાંબી હોય તે વંશના વિનાશનું કારણ બને છે. આવી સ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર