Home /News /dharm-bhakti /

Chanakya Niti: જીવનમાં સફળતા મેળવા મદદરૂપ નીવડશે આચાર્ય ચાણક્યના આ સૂચનો

Chanakya Niti: જીવનમાં સફળતા મેળવા મદદરૂપ નીવડશે આચાર્ય ચાણક્યના આ સૂચનો

જીવનમાં સફળતા મેળવવા માટે જુઓ ચાણક્યના આ નિયમો

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya)અને તેમની નીતિઓ (Chanakya Niti) વિશે જેટલું પણ કહીએ એટલું ઓછુ છે. દરેકને જીવનમાં સફળ થવા માટે આચાર્ય ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલી નીતિઓને જરુર અપનાવવી જોઇએ.

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya)અને તેમની નીતિઓ (Chanakya Niti) વિશે જેટલું પણ કહીએ એટલું ઓછુ છે. દરેકને જીવનમાં સફળ થવા માટે આચાર્ય ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલી નીતિઓને જરુર અપનાવવી જોઇએ. આચાર્ય દ્વારા કહેવામાં આવેલી દરેક વાત આજના સમયની પરિસ્થિતિને બંધ બેસે છે. ચાણક્યએ તેમની નીતિ (Acharya Chanakya Niti) માં રાજકારણથી લઈને પતિ-પત્નીના સંબંધો સહિતનો ઉલ્લેખ કર્યો હતો.

આચાર્ય ચાણક્યના મતે સફળતા મેળવવી સરળ કામ નથી હોતુ. જીવનમાં સફળતા મેળવવી હોય તો વ્યક્તિએ સખત મહેનત કરવી પડશે અને બલિદાન આપવું પડશે, ત્યારબાદ જ નસીબમાં સફળતા આવશે. આટલું જ નહીં, આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે, પરંતુ ખૂબ ઓછા લોકોની સફળતા મેળવવાની ઈચ્છા પૂર્ણ થાય છે.

આવી પરિસ્થિતિમાં આચાર્ય ચાણક્યના અનુસાર સફળતા મેળવવા માટે વ્યક્તિએ આ મહત્વની વાતો પર ધ્યાન રાખવું જોઇએ.

1. અનુશાસન (Dicipline)


જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી જ હોય તો સૌથી પહેલા આપણે શિસ્તબદ્ધ (Dicipline) બનવું જોઈએ. કોઈપણ વ્યક્તિ જે કડક શિસ્તનું પાલન કરે છે, જેને સમયનું મહત્વ ખબર છે, તેનામાં શિસ્ત દ્વારા સમયસર કાર્યો પૂર્ણ કરવાની શક્તિનો વિકાસ થાય છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિએ શિસ્તની આદત અપનાવવાનો આગ્રહ રાખવો જોઈએ. ચાણક્ય નીતિમાં આ બાબતનોઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Dhandhuka murder કેસમાં નવા ખુલાસા: મૌલાના આયુબયે લખેલી પુસ્તક વિમોચનમાં ઉસમાની અને શબ્બીર

2. જ્ઞાન (Knowledge)


ચાણક્ય નીતિ અનુસાર, જ્ઞાન (Knowledge) સફળતા પ્રાપ્ત કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈપણ વ્યક્તિ જે જ્ઞાનમાં નબળો હોય છે, તેને સફળતા સરળતાથી મળી શકતી નથી અને તેને સંઘર્ષ કરવો પડે છે, જ્યારે જે લોકો હંમેશા જ્ઞાન મેળવવા માટે તત્પર હોય છે, તેઓ ખૂબ જ સરળતાથી સફળતાનો સ્વાદ ચાખતા હોય છે. આ જ કારણ છે કે, આવા લોકો પર લક્ષ્મીની કૃપા પણ રહેલી હોય છે.

આ પણ વાંચો: રાજકોટ : સ્ટુડિયો સંચાલકે ઘોળ્યું વખ, મિત્રને આપઘાત કરતા પહેલા કર્યો હતો એક મેસેજ

 3.મહેનત (Hard work)


ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, સફળતામાં સખત મહેનતનું (Hard work) પણ વિશેષ યોગદાન હોય છે. મહેનત વિના સફળતા શક્ય નથી. જેઓ સખત મહેનત કરતા ડરે છે, તેમને સફળતાનું સુખ મળતું નથી. કારણ કે મહેનત ન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઇ પણ કાર્યને કરવા માટે મહેનત તો કરવી જ પડશે, પણ આજે લોકો સ્માર્ટ વર્કનાં નામે ઓછી મહેનત કરવા ટેવાઇ ગયા છે. આવી સ્થિતિમાં જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય, તો સખત મહેનત કરવામાં ગભરાશો નહીં અને આળસ છોડીને તેમાં લાગી જાઓ, આ તમને ચોક્કસપણે સફળતા આપશે અને માતા લક્ષ્મી પણ ખુશ થશે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Chanakya Niti, ચાણક્ય નીતિ

આગામી સમાચાર