Home /News /dharm-bhakti /Chanakya Niti: સાપથી પણ વધુ ખતરનાક હોય છે આવા લોકો, તેમનાથી દૂર રહેવામાં જ છે ભલાઈ

Chanakya Niti: સાપથી પણ વધુ ખતરનાક હોય છે આવા લોકો, તેમનાથી દૂર રહેવામાં જ છે ભલાઈ

ચાણક્ય કહે છે કે વિદ્યા વિદેશમાં માતા સમાન છે.

Chanakya Niti: આચાર્ય ચાણક્યએ માનવ સમાજના કલ્યાણ માટે વિવિધ નીતિઓ જણાવી છે. આચાર્ય ચાણક્યના મૂળ મંત્રથી લઈને સફળતા મેળવવા માટે વ્યક્તિ કેવી રીતે પોતાનું જીવન સુખ અને શાંતિથી પસાર કરી શકે છે. એ અંગે પણ જણાવવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્યએ એ પણ જણાવ્યું છે કે કેવા લોકોથી દૂર રહેવું જોઈએ.

વધુ જુઓ ...
    ધર્મ ડેસ્ક: આચાર્ય ચાણક્ય (Aacharya Chanakya)એ માનવ સમાજના કલ્યાણ માટે વિવિધ નીતિઓ જણાવી છે. 'ચાણક્ય નીતિ' (Chanakya Niti) પુસ્તકમાં કુલ 17 પ્રકરણ છે. આ બધી નીતિઓમાં આચાર્ય ચાણક્યના મૂળ મંત્રથી લઈને સફળતા મેળવવા માટે વ્યક્તિ કેવી રીતે પોતાનું જીવન સુખ અને શાંતિથી પસાર કરી શકે છે. તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

    આચાર્ય ચાણક્યએ તેમની ઘણી નીતિઓમાં મિત્રો વિશે જણાવ્યું છે કે કેવા લોકો સાથે મિત્રતા રાખવી જોઈએ અને કેવા લોકોથી દૂર રહેવું જોઈએ. ચાણક્યએ એમ પણ જણાવ્યું છે કે કયા પ્રકારના લોકોથી વધારે અંતર રાખવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં તે તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.

    दुर्जनेषु च सर्पेषु वरं सर्पो न दुर्जनः ।
    सर्पो दंशति कालेन दुर्जनस्तु पदे-पदे ॥

    આચાર્ય ચાણક્યએ આ શ્લોક દ્વારા જણાવ્યું છે કે દુષ્ટ અને સાપમાં અંતર બતાવવામાં આવે તો બંનેમાં સાપ સારો છે. કારણ કે સાપ એક જ વાર ડંખ મારે છે, પરંતુ દુષ્ટ તમને ડગલે-પગલે ડંખ મારતો રહે છે.

    આ પણ વાંચો: ઘરમાં આવવાની આર્થિક તંગી? આ પાંચ સંકેત મળે તો થઇ જાઓ સાવધાન

    આચાર્ય ચાણક્યએ આ શ્લોકની મદદથી એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે વ્યક્તિએ પોતાના દોસ્ત, સહયોગી વગેરેને પસંદ કરતાં પહેલાં તેના વિશે બધું જ જાણી લેવું હિતાવહ છે. જો કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે તમારી મિત્રતા થઈ ગઈ તો તમારું આખું જીવન બેકાર જઈ શકે છે.

    આ પણ વાંચો: પરિવાર કેવી રીતે હંમેશા ખુશ રહેશે, ચાણક્યએ આપ્યા છે મોટા કામના મંત્રો



    આવનારા સમયમાં તમે કોઈ સંકટમાં ફસાઈ શકો છો. જો તમે તેવા વ્યક્તિને એમ વિચારીને માફ કરી દો છો કે આવનારા સમયમાં બધું ઠીક થઈ જશે અથવા તે સુધરી જશે, તો તમારું આવું વિચારવું વ્યર્થ છે. કારણ કે એક દુષ્ટ વ્યક્તિના આચરણમાં ક્યારેય કોઈપણ પ્રકારનો બદલાવ નથી થઈ શકતો. તે કોઈપણ રીતે તમને નાનું કે મોટું નુક્શાન પહોંચાડીને જ રહે છે. આવા લોકોની સંગતમાં રહેવાથી સારું રહેશે કે તમે તેનાથી દૂર જ રહો.
    First published:

    Tags: Chanakya, Chanakya Niti, Dharm Bhakti