Home /News /dharm-bhakti /Chanakya Niti : ઘરમાં આવવાની આર્થિક તંગી? આ પાંચ સંકેત મળે તો થઇ જાઓ સાવધાન
Chanakya Niti : ઘરમાં આવવાની આર્થિક તંગી? આ પાંચ સંકેત મળે તો થઇ જાઓ સાવધાન
Chanakya Niti
Chanakya Niti: ઘરમાં આર્થિક સંકટ આવવાનું છે. આચાર્ય ચાણક્યએ આના પાંચ સંકેતો આપ્યા છે. જેની માહિતી અમે તમને અહીં આપી રહ્યા છીએ. જો તમને તમારા ઘરમાં પણ આ સંકેત દેખાય તો સાવધાન.
ધર્મ ડેસ્ક: આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં અને અર્થશાસ્ત્રમાં જીવનના વિવિધ પાસાઓ અંગે ઘણી વાતો કહી છે. ચાણક્યને આર્થિક, રાજનૈતિક, કૂટનીતિ વિશેષજ્ઞ માનવામાં આવે છે. એમણે પોતાની નીતિઓના દમ પર જ સાધારણ બાળક ચંદ્રગુપ્તને મોર્ય સમ્રાટનો પ્રતાપી સમ્રાટ બનાવી દીધો. ચાણક્યએ પોતાના નીતિ ગ્રંથમાં એ સંકેતો અંગે જણાવ્યું છે જેનાથી આર્થિક તંગી આવવાની જાણ થાય છે.
પારિવારિક ઝગડા વધવા
આચાર્ય ચાણક્ય પોતાના નીતિ ગ્રંથમાં જણાવે છે કે પરિવારમાં ઝગડા વધવા લાગે તો સમજી જાઓ. આ આર્થિક સ્થિતિ ખરાબ હોવાના મોટા સંકેત છે. જે ઘરમાં લડાઈ ઝગડા ચાલતા રહે છે ત્યાં કંગાલી આવે છે. માટે ઘરનો માહોલ ખુશીથી ભરેલો હોવો જરૂરી છે.
તુલસીનો છોડ સુકાઈ જવો
હિન્દૂ ધર્મમાં તુલસીનો છોડ પૂજનીય હોય છે. એને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો તુલસીનો છોડ સુકાતો દેખાય તો સમજી જાઓ કે સ્થિતિ બગડવાની છે. માટે ઘરમાં તુલસીનો છોડ ક્યારે પણ સુકાવા ન દો.
એવું કહેવાય છે કે જે ઘરોમાં પૂજા નથી થતી ત્યાં લક્ષ્મી ક્રોધિત થાય છે. પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. લક્ષ્મીને સકારાત્મક સ્થાનો જ ગમે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર