Home /News /dharm-bhakti /Chanakya Niti: જેની પાસે દુનિયાની આ 3 કિંમતી વસ્તુઓ છે, ધરતી પર જ તેનું જીવન છે સ્વર્ગ

Chanakya Niti: જેની પાસે દુનિયાની આ 3 કિંમતી વસ્તુઓ છે, ધરતી પર જ તેનું જીવન છે સ્વર્ગ

ચાણક્ય નીતિ

CHANAKYA NITI: આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રના 14મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં પૃથ્વી પરના ત્રણ અમૂલ્ય રત્નો વિશે વાત કરી છે. જેની પાસે આ ત્રણેય છે તેના માટે પૃથ્વી સ્વર્ગ સમાન છે.

  દરેક વ્યક્તિ જીવનમાં સુખની કામના કરે છે. માનવજીવનમાં માનસિક અને શારીરિક બંને સુખ રત્ન સમાન ગણાય છે, પરંતુ આ ભાગદોડભરી જિંદગીમાં તમામ સુખભોગ મેળવવાની લાલસામાં વ્યક્તિ તે મેળવવાથી વંચિત રહી જાય છે. આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રના 14મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં પૃથ્વી પરના ત્રણ અમૂલ્ય રત્નો વિશે વાત કરી છે. આ ત્રણ આનંદ વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે. જેની પાસે આ ત્રણેય છે તેના માટે પૃથ્વી સ્વર્ગ સમાન છે. ચાલો જાણીએ કે ચાણક્ય દ્વારા કયા ત્રણ અમૂલ્ય સુખોનું વર્ણન કરવામાં આવ્યું છે.

  पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् ।

  मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते ॥

  પ્રથમ આનંદ

  આચાર્ય ચાણક્ય કહે છે કે હીરા, મોતી, નીલમણિ, સોનું એ પથ્થરના ટુકડા જેવા છે. લોકો તેમને રત્ન માને છે અને તેને મેળવવાની લાલસામાં પોતાનું વાસ્તવિક સુખ ગુમાવે છે. વાસ્તવિક જીવનમાં પહેલું સુખ અન્ન અને પાણી છે. જે લોકો થોડા પૈસા કમાઈને પણ બે ટાઈમ રોટલી આરામથી ખાઈ શકતા હોય છે, ચાણક્યના મતે તેમનાથી વધુ સુખી કોઈ નથી. દરેક વ્યક્તિ પાપી પેટને ખવડાવવા માટે પૈસા કમાય છે, પરંતુ દરેકને ખોરાકનો આનંદ માણવાનો મોકો મળતો નથી. કેટલાક લોકો ખોરાક લે છે પરંતુ તેમનું મન તમામ દુવિધાઓથી ભરેલું હોય છે જે તેને માનસિક રીતે પરેશાન રહે છે.

  આ પણ વાંચો: Chanakya Niti: લ્યો બોલો! ઘરમાં બૂમો પાડતી મહિલાઓ ખોલી દે છે પતિનું ભાગ્ય, પરિવાર માટે છે શુભ

  બીજો આનંદ

  ચાણક્ય અનુસાર જેની વાણીમાં મધુરતા હોય છે, તો તે દુશ્મનને પણ પોતાનો પ્રશંસક બનાવી લે છે. વાણી વિશે એક કહેવત છે - એક ચૂપ સો સુખ. એટલે કે ખોટું બોલવા કરતાં મૌન રહેવું સારું. જેઓ તોલીમાપીને બોલે છે તેમની સર્વત્ર પ્રશંસા થાય છે. દરેક વ્યક્તિ કડવા શબ્દો બોલનારાઓથી અંતર રાખે છે. આ એક એવું રત્ન છે જે માત્ર વ્યક્તિની સારી ઇમેજ જ ઉભી નથી કરતુ, પરંતુ તેના માન સન્માનમાં પણ અનેકગણો વધારો કરે છે.

  ત્રીજો આનંદ

  ચાણક્ય કહે છે કે મનની શાંતિ એ સૌથી મોટી સંપત્તિ છે, કારણ કે જ્યાં સુધી વ્યક્તિનું મન સંપૂર્ણ રીતે શાંત ન હોય ત્યાં સુધી તે પોતાના જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતો. પૈસાના લોભમાં માણસ આ સુખથી દૂર રહે છે. જેના કારણે અનેક શારીરિક રોગો અને સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. જો મન શાંત અને સંતુષ્ટ હશે તો દરેક પગલે સફળતા મળશે, નહીં તો બધું જ ખોવાઈ જશે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Chanakya, Chanakya Niti, Happiness, ચાણક્ય નીતિ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन