Home /News /dharm-bhakti /Chanakya Niti: પતિમાં જો આ 5 ગુણ હોય તો મેરેજ લાઈફમાં નથી આવતી સમસ્યા, પત્ની રહે છે સંતુષ્ટ

Chanakya Niti: પતિમાં જો આ 5 ગુણ હોય તો મેરેજ લાઈફમાં નથી આવતી સમસ્યા, પત્ની રહે છે સંતુષ્ટ

ચાણક્ય નીતિ મુજબ પતિમાં આ પાંચ ગુણ સુખી લગ્નજીવનની ચાવી. (પ્રતિકાત્મક તસવીર)

ચાણક્ય નીતિ આજના સમયમાં પણ દરેક પાસા પર ખરી ઉતરે છે. ચાણક્યના જ્ઞાન થકી નાની મોટી સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે અને સંબંધો પણ મજબૂત બનાવી શકાય છે. લગ્ન જીવનને સુમધુર રાખવા માટે ચાણક્ય નીતિ મુજબ ચાલી શકાય છે.

    Chankaya Niti: ચાણક્ય નીતિ આજના સમયમાં પણ દરેક પાસા પર ખરી ઉતરે છે. ચાણક્યના જ્ઞાન થકી નાની મોટી સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે અને સંબંધો પણ મજબૂત બનાવી શકાય છે. લગ્ન જીવનને સુમધુર રાખવા માટે ચાણક્ય નીતિ મુજબ ચાલી શકાય છે.

    ચાણક્યના મતે, ઘણી વખત વ્યક્તિનો અવગુણ અને સ્વભાવ તેના જીવનમાંથી સુખ-સમૃદ્ધિ છીનવી લે છે. આવી સ્થિતિને પહોંચી વળવા ચાણક્યએ કહ્યું છે કે, પતિમાં શ્વાનના 5 ગુણો હોય તો તેમનું લગ્ન જીવન સુખી રહે છે., તેમની પત્ની સંતુષ્ટ રહે છે. ચાલો ચાણક્યએ જણાવેલા 5 ગુણો વિશે જાણીએ.

    આ પણ વાંચોઃ શું શુભ કાર્યોમાં આવી રહી છે અડચણ? તો હળદરના આ ઉપાયોથી દૂર થશે તમામ વિઘ્નો

    1. હોય એટલામાં સંતુષ્ટ રહો - આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, પુરુષોએ પોતાની શક્તિ અનુસાર કામ કરવું જોઈએ અને તમને જેટલા પૈસા મળે છે તેનાથી સંતોષ માનવો જોઈએ. એ જ પૈસાથી પરિવારનું પાલનપોષણ કરવું જોઈએ. આવું કરનારા પુરુષોને જ શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યા છે. ચાણક્યએ આની તુલના કૂતરા સાથે કરી છે. ઉદાહરણ તરીકે, કૂતરાને જેટલું ખાવાનું આપો એટલામાં જ તેઓ સંતુષ્ટ થાય છે. એ જ રીતે પુરુષો માટે પણ કહેવાયું છે.

    2. સતર્ક રહેવું - કૂતરાઓમાં સૂતી વખતે પણ સજાગ રહે છે. ઘરના પુરુષો આવા જ હોવા જોઈએ. તેઓએ પણ તેમની સ્ત્રીઓ, કુટુંબ અને ફરજો વિશે સાવધ રહેવું જોઈએ. શત્રુઓથી સાવચેત રહેવું જોઈએ. ગમે તેટલી ઘેરી ઊંઘ હોય તો પણ તેમણે સ્ત્રી અને પરિવાર માટે સતર્ક રહી સૂવું જોઈએ. આવા પુરુષો સાથે મહિલાઓ હંમેશા ખુશ રહે છે.

    આ પણ વાંચોઃ જાણો, આ વર્ષે કેટલા દિવસની છે શારદીય નવરાત્રી, ક્યારે છે મહાષ્ટમી અને નવમીની તિથિ

    3. વફાદાર રહેવું - શ્વાનની વફાદારીનું ઉદાહરણ આપવામાં છે. ચાણક્યના મતે પુરુષે પણ પોતાની પત્ની પ્રત્યે નિષ્ઠા દર્શાવવી જોઈએ. ચાણક્ય કહે છે કે જે ઘરમાં પુરુષો વફાદાર નથી હોતા, ત્યાં સ્ત્રીઓ ક્યારેય સુખી હોતી નથી. મહિલાઓ હંમેશા વફાદાર પુરુષોથી ખુશ રહે છે.

    4. વીરતા દાખવવી - આચાર્ય ચાણક્યના મતે પુરુષોમાં કૂતરાની જેમ બહાદુરી હોવી પણ જરૂરી છે. કૂતરા માલિક માટે પોતાનો જીવ આપી શકે છે. તેવી જ રીતે પુરુષે પણ બહાદુર બનવું જોઈએ. જરૂર પડે તો તમારી પત્ની માટે પતિએ જીવ પણ દાવ પણ લગાવવો જોઈએ. આવા પુરુષો ભાગ્યશાળી સ્ત્રીઓને જ મળે છે.

    આ પણ વાંચોઃ શનિદેવ માર્ગી થઇને બનાવશે મહાપુરૂષ રાજયોગ, આ ત્રણ રાશિને ફાયદો

    5. પત્નીને સંતુષ્ટ રાખવી - ચાણક્ય અનુસાર પતિએ હંમેશા પોતાની પત્નીને સંતુષ્ટ રાખવી જોઈએ. પતિએ પોતાની પત્નીની બધી તાર્કિક વાતોનું પાલન કરવું જોઈએ અને ભાવનાત્મક રીતે પણ સંતુષ્ટ રાખવી જોઈએ. આનાથી સ્ત્રી અને પુરુષ વચ્ચે મધુર સંબંધો જળવાઈ રહે છે.
    First published:

    Tags: Chanakya Niti vichar, Dharma bhakti, Husband Wife Relation

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन