Chanakya Niti: આવા લોકો છે સાપ કરતા પણ વધુ જોખમી, તેમનાથી દૂર રહો, અહીં જાણો ચાણક્ય નીતિની 5 વાતો

Chanakya Niti: આવા લોકો છે સાપ કરતા પણ વધુ જોખમી, તેમનાથી દૂર રહો

ચાણક્ય નીતિ (Chanakya Niti): ચાણક્ય નીતિમાં જીવનની કેટલીક સમસ્યાઓના ઉકેલ આપવામાં આવ્યા

  • Share this:
ચાણક્ય નીતિ (Chanakya Niti): ચાણક્ય મહાન વિદ્વાન હતા. તેઓ રાજદ્વારી, રાજનીતિમાં સૌથી કુશળ હતા. તેમણે પોતાના પુસ્તક નીતિશાસ્ત્રમાં દરેક બાબતની માહિતી આપી છે. આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં (Chanakya Niti quotes) જીવન સાથે જોડાયેલા ઘણા પાસાઓ રજૂ કર્યા છે. ચાણક્ય નીતિમાં વ્યક્તિએ કેવું વર્તન કરવું જોઈએ? જીવનમાં શું ખોટું છે? શું સાચું છે? તેની વિગતો આપેલી છે. આચાર્ય ચાણક્યના વિચારો આજના સમયમાં પણ વ્યવહારુ છે. ચાણક્ય નીતિમાં તેમણે જીવન સાથે જોડાયેલા મહત્વના વિષયો પર પ્રકાશ પાડ્યો છે.

ચાણક્ય નીતિમાં જીવનની કેટલીક સમસ્યાઓના ઉકેલ આપવામાં આવ્યા છે. ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે મનુષ્યના કુળની ખ્યાતિ તેના સારા વર્તનના કારણે જ થઈ શકે છે. મનુષ્યના વ્યવહાર અને બોલચાલથી તેના દેશની ખ્યાતિ વધે છે. આજે અહીં આચાર્ય ચાણક્યના કેટલાક વિચારોને રજૂ કરાયા છે.

આ બદલવું અશક્ય છે

ચાણક્ય નીતિ કહે છે કે, જો વાંસના વૃક્ષ પર પાંદડા ના આવે તો વસંત ઋતુનો શું વાંક? આવી જ રીતે ઘુવડ દિવસે જોઈ ન શકે તો સૂરજનો શું વાંક? ચાતક પક્ષીની ચાંચમાં વરસાદના ટીપાં ન પડે તો વાદળોનો શું વાંક? તેઓ કહે છે કે, જેની પ્રકૃતિમાં જ નથી તેને કઈ રીતે બદલી શકાય છે.

સારા આચરણથી જ ખ્યાતિ મળશે

ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે, મનુષ્યના કુળની નામના તેના આચરણથી જ થઈ શકે છે. માણસનું વર્તન અને તેની વાણી તેના દેશની ખ્યાતિ વધારે છે. ઉપરાંત માન સન્માન તેના પ્રેમમાં વધારો કરે છે અને ખોરાકથી શરીરની શક્તિ વધે છે.

આ પણ વાંચો - ગુજરાતના આ ગામમાં છે 17 બેંક, જેમાં 5000 કરોડથી વધારે જમા છે પૈસા

શત્રુને તકલીફમાં નાખો

ચાણકયનું કહેવું છે કે, દીકરીના લગ્ન સારા કુળમાં કરવા જોઈએ. પુત્રને સારી શિક્ષા આપવી જોઈએ. જો દુશ્મન હેરાન કરતો હોય તો તેને મુશ્કેલીમાં મુકવો જોઈએ. આ ઉપરાંત મિત્રોને ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા જોઈએ.

દુર્જનથી સાવધાન રહો

ચાણકય નીતિ દુર્જનથી દૂર રહેવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે, દુર્જન અને સાપ વચ્ચે માત્રે એ જ તફાવત છે કે સાપ ત્યારે જ ડંખ મારશે, જ્યારે તેના જીવને કોઈ વ્યક્તિથી જોખમ હોય. પરંતુ દુર્જન વ્યક્તિ હંમેશા નુકશાન કરવાનો પ્રયત્ન કરશે.

આવા લોકો નથી છોડતા સાથ

આચાર્ય ચાણકય કહે છે કે, રાજાની વિશેષતા એ છે કે, તેઓ પોતાની આસપાસ સારા ગુણ અને કુળના લોકોને એ માટે રાખે છે કે તેઓ શરૂઆત, વચ્ચે કે અંતમાં સાથે છોડીને જતા નથી અને હંમેશા સાથે રહે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: