Chanakya Niti : શત્રુની દરેક ચાલને અસફળ બનાવી દેશે તમારી આ આદતો, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

આચાર્ય ચાણક્ય અનુસાર મીઠી વાણી દ્વારા પણ શત્રુને હરાવી શકાય છે

chanakya niti quotes- જો તમે સતત સફળતાના શિખર તરફ આગળ વધી રહ્યા છો તો તમારા શત્રુ પણ હશે જ. તેનાથી ગભરાશો નહીં પરંતુ તેને તમારી પ્રેરણા બનાવો

  • Share this:
જો તમે સતત સફળતાના શિખર તરફ આગળ વધી રહ્યા છો તો તમારા શત્રુ પણ હશે જ. તેનાથી ગભરાશો નહીં પરંતુ તેને તમારી પ્રેરણા બનાવો અને તેમની સામે લડવા હંમેશા પોતાને સક્ષમ રાખો. જ્યારે તમે એક સફળ વ્યક્તિ બનો છો અથવા તો ઘણી સફળતા મેળવવા તરફ વધી રહ્યા છો તો તમારે સ્પર્ધક હોય કે સામાજીક દરેક જગ્યાએ દરેક સાવધાન રહેવું જોઇએ. લોકો તમને અસફળ બનાવવાના અનેક પ્રયાસો કરશે, પરંતુ ચાણક્ય (Chanakya Niti)કહે કે આવા લોકોથી ગભરાવાની જરૂર નથી, જો તમે ગભરાઇ જશો તો તમે હાર માની લેશો. તેનાથી વિપરીત આ વાતને પ્રેરણા બનાવી સજાગ રહીને પલટવાર કરવાની જગ્યાએ સ્વબચાવ કરીને આગળ વધવું જોઇએ. આચાર્ય ચાણક્યએ (Chanakya)આ મુદ્દે જણાવેલી અમુક વાતોને આત્મસાત અને પાલન કરી જીવન સાથે જોડાયેલ મોટી મુશ્કેલીઓને પણ હરાવી શકાય છે. તો આવો જાણીએ આવી અમુક જરૂરી વાતો વિશે.

સફળ છો તો તમારો શત્રુ નબળો ન હોઇ શકે

આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિની સફળતા બાદ તેના સ્તરના ઘણા લોકો તેને પાછળ ધકેલવા પ્રયાસ કરે છે. તે લોકો સક્ષમ જ નહીં પરંતુ ઘણી વખત વધુ મજબૂત હોઇ શકે છે. તેથી ક્યારેય પણ તેને નબળા સમજવાની ભૂલ ન કરવામાં જ સમજદારી છે. ઘણી વખત લોકો સફળતાના નશામાં પોતાના સ્પર્ધક અને શત્રુને નબળો સમજી બેસવાની ભૂલ કરે છે. આવી ભૂલ તમને ભારે પડી શકે છે, કારણ કે જો કોઇ વ્યક્તિ તમારો શત્રુ બન્યો છે અથવા તમારો સ્પર્ધક છે તો તે તમારા જેટલી જ ક્ષમતા અને તાકત ધરાવતો હોઇ શકે છે. તેથી પોતાની જાતને શત્રુઓ સામે લડવામાં અને આગળ વધવામાં સતત તૈયાર રાખો. ક્યારે પ્રતિક્રિયા આપવી તેની રાહ જુઓ.

વાણી માધુર્ય

આચાર્ય ચાણક્ય અનુસાર મીઠી વાણી દ્વારા પણ શત્રુને હરાવી શકાય છે. મધુર વાણી બોલતા લોકો સરળતાથી કોઇ પણ સફળતા મેળવી શકે છે. વાણીની મધુરતા શત્રુને પણ મિત્ર બનાવવાની ક્ષમતા રાખે છે. જો તમારી વાણીમાં માધુર્ય નથી તો તમારા શત્રુઓ પણ વધી શકે છે. તેથી આચાર્ય ચાણક્ય માને છે કે વ્યક્તિની વાણી મધુર હોવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો - Chanakya Niti: આવા લોકો છે સાપ કરતા પણ વધુ જોખમી, તેમનાથી દૂર રહો, અહીં જાણો ચાણક્ય નીતિની 5 વાતો

મજબૂત માનસિક સ્થિતિ

આચાર્ય ચાણક્ય હંમેશા માનતા કે કઠીન પરિસ્થિતિઓ સામે લડવા માટે હંમેશા તમારે માનસિક રીતે મજબૂત રહેવું જોઇએ. જો તમે ગુસ્સો, ગભરામણ કે સંકોચ રાખશો તો તમારી બુદ્ધિ અને વિવેક નષ્ટ થઇ જશે જેની અસર અજાણતા જ તમારા કામકાજ કે જીવન પર પડી શકે છે. ગુસ્સામાં તમે નિશ્ચિત રૂપે ભૂલ કરો છો અથવા તમારો સ્પર્ધક તમને ઉકસાવીને તમારા ગુસ્સાનો ફાયદો ઉઠાવી શકે છે. તેથી જરૂરી છે કે તમે દરેક સ્થિતિમાં પોતાને શાંત રાખો.

હિંમત જાળવી રાખો

આચાર્યના જણાવ્યા અનુસાર સફળતા માટે મોટું લક્ષ્ય જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી છે તેને પ્રાપ્ત કરવા માટે હિંમત જાળવી રાખવી. મોટા લક્ષ્યની તૈયારીમાં ખામી તમારો સમય બગાડવાની સાથે માનસિક અને શારીરિક અક્ષમત વધારી શકે છે. તેથી હિંમત હંમેશા કાયમ રાખો અને તમારી શક્તિઓને જાણી ધૈર્ય સાથે લક્ષ્યની તરફ આગળ વધતા રહો.

ધન અને જ્ઞાન

ચાણક્ય માને છે કે જો તમારા શત્રુને હાર આપવી છે તો તમારે સતત તમારા જ્ઞાન અને ધનમાં વૃદ્ધિ કરવી જોઇએ. કારણ કે જ્યારે ધન આવે છે તો વ્યક્તિ આત્મવિશ્વાસુ બને છે. સાથે જ તમારા જ્ઞાન દ્વારા તમે કોઇ પણને હરાવી શકો છો. માં લક્ષ્મી અને માં સરસ્વતીની કૃપા જેના પર પણ વરસે છે તેને શત્રુઓનો ડર રહેતો નથી.
First published: