Home /News /dharm-bhakti /

Chanakya Niti: દરેક માતા-પિતાએ બાળકો સામે ધ્યાન રાખવી જોઈએ આ 4 બાબતો

Chanakya Niti: દરેક માતા-પિતાએ બાળકો સામે ધ્યાન રાખવી જોઈએ આ 4 બાબતો

આચાર્ય ચાણક્યએ બાળકો સામે માતા-પિતાએ કેવો વ્યવહાર કરવો જોઈએ તેના વિશે જણાવ્યું છે.

Chanakya Niti: ચાણક્ય નીતિમાં આચાર્યએ (Acharya Chanakya) કહ્યું છે કે, બાળકો સામે માતા-પિતાએ બહુ સમજી વિચારીને વ્યવહાર કરવો જોઈએ કેમ કે, તમારા બાળકો તમને જોઈને જ શીખે છે.

    Chanakya Niti: આચાર્ય ચાણક્ય (Acharya Chanakya)ની વાતો સાંભળવામાં ભલે કઠોર લાગે છે, પરંતુ વાસ્તવમાં જો તેને જીવનમાં વણી લેવામાં આવે તો તમે મોટા મોટા સંકટોને ટાળી શકો છો. આચાર્ય ચાણક્યની કહેલી દરેક વાત તેમના જીવનનો નિચોડ છે. આચાર્ય એક મહાન વ્યક્તિ હતા. તેમને અર્થશાસ્ત્ર, રાજકારણ, સમાજશાસ્ત્ર, વગેરે તમામ વિષયોની ઊંડી જાણકારી હતી. આચાર્ય એટલા અનુભવી હતા કે આવનારી કોઈપણ પરિસ્થિતિને સમય પહેલા જ ધારી લેતા હતા અને તેનાથી નિપટવાની રણનીતિ તૈયાર કરી લેતા હતા. તે આચાર્યની કુશળ બુદ્ધિ જ હતી, જેના બળે તેમણે સમસ્ત નંદ વંશનો નાશ કર્યો હતો અને મૌર્ય વંશની સ્થાપના કરી હતી.

    પોતાના ગ્રંથ ચાણક્ય નીતિ (Chankya Niti)માં આચાર્યએ જીવનના દરેક પાસાને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે બાળકો સામે માતા-પિતાએ (Parents) કેવો વ્યવહાર કરવો જોઈએ તેના વિશે જણાવ્યું છે.

    ભાષા

    તમારા બાળકો તમને જ જોઈને શીખે છે. જો તમે ઈચ્છતા હો કે તમારા બાળકો સંસ્કારી અને શાંત બને, તો સૌથી પહેલા તેમની ભાષાને યોગ્ય બનાવવી પડશે. એ માટે તમારે પણ તેમની સામે સારી ભાષાનો ઉપયોગ કરવો પડશે. જો તમે બાળકો સામે ખોટી ભાષા બોલશો તો તમારા બાળકો પણ તેનું અનુકરણ કરશે.

    આ પણ વાંચો: અત્યંત ખર્ચાળ હોય છે આ 4 રાશિના લોકો, મોંઘી વસ્તુઓ પર પાણીની જેમ વહાવી દે છે પૈસા

    જૂઠું બોલશો નહીં

    ઘણી વખત માતા-પિતા બાળકોની સામે જૂઠું બોલે છે અથવા પોતાના સ્વાર્થ માટે બાળક સામે ખોટું બોલે છે, જેના કારણે તમારા બાળકો જૂઠું બોલતા શીખે છે. આગળ જતા તેમની આ આદત તમારા માટે જ મુશ્કેલી વધારે છે.

    પરસ્પર આદર રાખો

    બાળકોની સામે હંમેશા એકબીજા સાથે આદરપૂર્ણ ભાષામાં વાત કરો. જો તમે એકબીજાને માન નહીં આપો તો તમારા બાળકો તમારી પાસેથી એ જ શીખશે. ભવિષ્યમાં તેઓ તમારું અપમાન કરતાં પણ ખચકાશે નહીં.

    આ પણ વાંચો: Vastu Tips: આ દિશા તરફ મોં રાખીને ન કરવું જોઈએ ભોજન, ઉંમર ઓછી થાય છે

    ખામીઓ શોધશો નહીં

    ઘરમાં એકબીજાની ખામીઓ ન કાઢો કે કોઈનું અપમાન ન કરો. તમારી આ આદત તમારા બાળકોને ફક્ત બીજાની ખામીઓ શોધવાનું શીખવશે. આવી સ્થિતિમાં બાળકોની શીખવાની ક્ષમતા ઘટશે અને તેઓ અન્યનું અપમાન કરવામાં અચકાશે નહીં.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Acharya Chanakya, Chanakya Niti, Chanakya Niti updesh

    આગામી સમાચાર