Home /News /dharm-bhakti /

Chanakya Niti: કોઈ સામે ભૂલથી પણ આ પાંચ બાબતોનો ઉલ્લેખ ન કરવો, નહિંતર થઈ શકે છે હાનિ

Chanakya Niti: કોઈ સામે ભૂલથી પણ આ પાંચ બાબતોનો ઉલ્લેખ ન કરવો, નહિંતર થઈ શકે છે હાનિ

આચાર્ય ચાણક્ય કહે છે- તમારા દુ:ખ અને સમસ્યાઓ બીજા કોઈને ન જણાવો.

Chanakya Niti: મહાન અર્થશાસ્ત્રી ચાણક્યના કહેવા મુજબ આ પાંચ વાતો કોઈ સાથે શેર ન કરવી જોઈએ. નહિંતર તેના પર મુસીબતોનો પહાડ તૂટી પડે છે અને તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    Chanakya Niti: મહાન અર્થશાસ્ત્રી અને બુદ્ધિમતાના ધણી આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) પોતાની નીતિઓને લઈને ઘણા પ્રસિદ્ધ છે. આચાર્ય ચાણક્યને સમાજ વિશે ઊંડી સમજ હતી, માટે તેમણે એક નીતિ શાસ્ત્રની રચના કરી, જેમાં તેમણે લોકોને ખુશહાલ, સફળ અને સન્માનજનક જિંદગી જીવવાના રસ્તા બતાવ્યા છે. ચાણક્યજીની નીતીઓ આજે પણ સમય મુજબ પ્રાસંગિક માનવામાં આવે છે. માન્યતા છે કે, જે વ્યક્તિ તેમની નીતિઓનું અનુસરણ કરી લે, તેમને પોતાના જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતાનો સામનો નથી કરવો પડતો.

    ચાણક્યજીએ પોતાના નીતિશાસ્ત્રમાં એવી પાંચ બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જેનો ઉલ્લેખ વ્યક્તિએ ક્યારેય કોઈને કરવો જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી તેના પર મુસીબતોનો પહાડ તૂટી શકે છે અને તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    પતિ-પત્ની વચ્ચેની બાબતો

    પતિ-પત્નીએ પોતાની વચ્ચેની વાત બીજા કોઈને ન કહેવી જોઈએ. તમારા વૈવાહિક જીવન સાથે જોડાયેલી વાતો તમારા બેસ્ટ ફ્રેન્ડને પણ ન જણાવો. કારણ કે આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તેમજ વૈવાહિક સંબંધોમાં તિરાડ આવી શકે છે.

    આ પણ વાંચો: સાંજ પછી ભુલથી પણ ન કરતાં આ 3 કામ, નહીં તો આવશે ગરીબી, થશે પાયમાલી

    તમારું અપમાન કોઈની સાથે શેર કરશો નહીં

    વ્યક્તિએ તેના અપમાન વિશે બીજા કોઈને કહેવું જોઈએ નહીં. કારણ કે, આમ કરવાથી તમારી ઈમેજ ખરાબ થાય છે અને સમાજમાં તમારું સન્માન ઓછું થાય છે. બીજી બાજુ, એવું પણ બની શકે છે કે જો તમે તમારા અપમાનની વાત શેર કરો ત્યારે તમારી સામે તેઓ હા જી હા કરે, પણ તમારી પાછળ અવળું બોલીને હસે.

    જો ધનનું નુકસાન થયું હોય

    જો કોઈ કારણસર તમારા પૈસા ખોવાઈ ગયા હોય અને તમારે લોન લેવી પડે તો આ વાત કોઈને ન જણાવો. કારણ કે આમ કરવાથી લોકો તમારાથી અંતર બનાવવા લાગે છે. વળી, એવું પણ થઈ શકે છે કે તમે આ વાત શેર કરી હોય, તે તેને ગુપ્ત ન રાખે બધા સાથે શેર કરી દે.

    આ પણ વાંચો: Indian Traditions: ભારતની આ સદીઓ જૂની પરંપરાઓ પાછળ છૂપાયેલા છે સ્વાસ્થ્ય સંબંધિત લાભ

    તમારા દુ:ખ વિશે ન કહો

    તમારા દુ:ખ અને સમસ્યાઓ બીજા કોઈને ન જણાવો. કારણ કે આમ કરવાથી લોકો તમારી મદદ નથી કરતા પરંતુ તમારી મજાક ઉડાવે છે. એટલા માટે લોકોએ પોતાનું દુ:ખ કોઈની સાથે શેર ન કરવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    સંપત્તિ વિશે ન કહો

    ચાણક્યજી કહે છે કે જેમ વ્યક્તિએ પોતાનું નુકસાન કોઈની સાથે શેર ન કરવું જોઈએ, તેવી જ રીતે વ્યક્તિએ તેની ધન-સંપત્તિ વિશેની વાત બધાને કરવી જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી લોકો તમારી ઈર્ષા કરવા લાગે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Acharya Chanakya, Chanakya Niti, Chanakya Niti updesh, Dharma, ધર્મભક્તિ

    આગામી સમાચાર