Home /News /dharm-bhakti /Chanakya Niti : આ લોકો પર ક્યારેય ન કરવો આંધળો વિશ્વાસ, પળભરમાં જઇ શકે છે જીવ!

Chanakya Niti : આ લોકો પર ક્યારેય ન કરવો આંધળો વિશ્વાસ, પળભરમાં જઇ શકે છે જીવ!

ચાણક્ય નીતિ

Chankya Niti In Gujarati: જેમની પાસે પુષ્કળ પૈસા હોય છે જેનાથી તે કંઈ પણ કરી શકે છે. તેમજ પોતાના ફાયદા માટે તે કોઈપણને નુકસાન પહોંચાડી શકે છે, પછી ભલે તે ગમે તેટલું મોટું નુકસાન કેમ ન હોય. આવા લોકો પર આંધળો વિશ્વાસ ક્યારેય ન કરો.

વધુ જુઓ ...
    Chanakya Niti Knowledge in Gujarati: આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યની નીતિ ચાણક્ય નીતિ તરીકે પ્રખ્યાત છે. તેમાં લખેલી બાબતો આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે. મોડર્ન લાઈફમાં પણ તેમની નીતિઓ ખુબ જ ઉપયોગી થઇ પડે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કયા લોકો પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે તે એક જ ઝાટકામાં તમારા જીવનને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ લોકો પર વિશ્વાસ કરવો એ જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કોણ છે આ લોકો અને શા માટે તેઓ ખતરનાક હોઈ શકે છે.

    હથિયાર ધરાવતી વ્યક્તિ

    જે વ્યક્તિ પોતાની પાસે હથિયાર રાખે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. તમારે ક્યારેય આવા વ્યક્તિ સાથે ઝગડામાં ન પડવું જોઈએ, કારણ કે જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે તમને એક જ ઝાટકે મોટું નુકસાન પહોંચાડી શકે છે. તે તમારો જીવ પણ લઈ શકે છે.

    સત્તા ધરાવતા શક્તિશાળી લોકો

    જેમની પાસે સત્તા હોય અને ખૂબ જ શક્તિશાળી હોય એવા લોકો પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરો. આ લોકોને સહેજ પણ કોઈક વાત ખરાબ લાગે તો પણ તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. આવા લોકો સાથે હંમેશા મર્યાદિત સંબંધ જાળવો.

    ખૂબ જ અમીર અને સ્વાર્થી લોકો

    આવા લોકો જેમની પાસે પુષ્કળ પૈસા હોય છે જેનાથી તે કંઈ પણ કરી શકે છે. તેમજ પોતાના ફાયદા માટે તે કોઈપણને નુકસાન પહોંચાડી શકે છે, પછી ભલે તે ગમે તેટલું મોટું નુકસાન કેમ ન હોય. આવા લોકો પર આંધળો વિશ્વાસ ક્યારેય ન કરો.



    લાંબા નખ અને શિંગડાવાળા શિકારી પ્રાણીઓ

    પ્રાણી ગમે તેટલું પાળેલું હોય, તેના વર્તન પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય નહીં. તેઓ ક્યારે તમારા પર હુમલો કરશે તે કહી શકાતું નથી. તેથી આવા પ્રાણીઓથી સાવધ રહેવું યોગ્ય છે.

    લોભી વ્યક્તિ

    લોભી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો, તે પોતાના નાના ફાયદા માટે પણ તમારું મોટું નુકસાન કરી શકે છે. કોઈપણ સમયે તમે તમારા દુશ્મનો સાથે સહયોગ કરીને તમારા માટે જોખમ પેદા કરી શકો છો. તેથી આવા લોકોથી દૂર રહો.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन