Home /News /dharm-bhakti /

Chanakya Niti : શું પત્નીની દાનતને ઓળખવા માંગો છો, તો આચાર્ય ચાણક્યની આ વાત સમજી લ્યો

Chanakya Niti : શું પત્નીની દાનતને ઓળખવા માંગો છો, તો આચાર્ય ચાણક્યની આ વાત સમજી લ્યો

ચાણક્ય નીતિ

Chanakya niti : ચાણક્યની જીવનમાં ઉતારી કોઇ પણ માણસનું જીવન ખુશીઓ અને સંપન્નતાથી ભરાઇ જાય છે. તેમાં પતિ-પત્નીના સંબંધો (Husband-Wife Relation) અંગે પણ અનેક વાતો જણાવવામાં આવી છે. તો આવો જાણીએ પત્નીની દાનતને ઓળખવા શું ધ્યાન રાખવું જોઈએ

વધુ જુઓ ...
    Chanakya Niti: આચાર્ય ચાણક્ય (Chanakya)એ વર્ષો પહેલા મનુષ્યના જીવનને અને વિચારોને સુધારવા માટે અનેક રીતો (Chanakya Niti) જણાવી છે. તેમની જ્ઞાની અને પરાક્રમી વાતો માણસના જીવનધોરણમાં સુધારો લાવવાનું સામર્થ્ય ધરાવે છે. જીવનમાં સફળતા (Success) અને સુખ (Happiness) મેળવવા માટે જે રીતો તેમણે બતાવી હતી તે આજે પણ પ્રાસંગિક છે. ચાણક્ય નીતિમાં સંબંધો (Relation) સાથે જોડાયેલી અનેક જરૂરી વાતો પણ જણાવી છે. જેને જીવનમાં ઉતારી કોઇ પણ માણસનું જીવન ખુશીઓ અને સંપન્નતાથી ભરાઇ જાય છે. તેમાં પતિ-પત્નીના સંબંધો (Husband-Wife Relation) અંગે પણ અનેક વાતો જણાવવામાં આવી છે. તો આવો જાણીએ પત્નીની દાનતને ઓળખવા શું ધ્યાન રાખવું જોઈએ

    મુખ્ય 5 વાતો :

    1. જે સ્ત્રી નું મન પવિત્ર હોય , પતિ ને પ્રેમ કરે, પવિત્રતા નું પાલન કરે અને હંમેશા સત્ય બોલે એવી સ્ત્રી સાથે રેહવું દરેક પુરુષ ના સૌભાગ્ય ની વાત છે.

    2. પત્ની રૂપવાન હોઈ કે સાધારણ, સુશિક્ષિત હોઈ કે નિરક્ષર એનાથી વધુ એ જરૂરી છે એના સંસ્કાર. એક સંસ્કારવાન સ્ત્રી તમારા આખાય કુળ નું માન સન્માન વધારે અને તમારી આવનારી પેઢી ને પણ સંસ્કારિત કરે. જો તમારી પત્ની સંસ્કારી છે તો તમારું જીવન ધન્ય થઈ જશે.

    3. જો પત્ની ની પરીક્ષા લેવી હોઈ તો એને કોઈ એવું કાર્ય આપો કે જેમાં ભરોસો એકદમ જરૂરી હોઈ. જેનાથી તમને ખ્યાલ આવશે કે તેણી ભરોસામંદ છે કે નહિ. એ સિવાય તમારા સુખ દુઃખ નો સમય અને ધન યશ ની કમી ના સમયે તેણી ની સાચી પરીક્ષા થશે. એક સારી સ્ત્રી વિપરીત પરિસ્થિતિઓ માં પણ પતિ નો સાથ નિભાવશે.

    4. જો તમે કોઈ મૂર્ખ બાળક ને ભણાવી રહ્યા છો તો તમે સમય બરબાદ કરી રહ્યા છો. એવી જ રીતે જો તમે કોઈ દુષ્ટ સ્ત્રી સાથે સમય વિતાવી રહ્યા છો તો તમે જીવન માં દુઃખ ને આમંત્રિત કરી રહ્યા છો. દુષ્ટ પત્ની સાથે રેવા કરતા જીવન માં એકલા રહેવું.

    આ પણ વાંચો - Numerology 30 June: ન્યુમરોલોજી પરથી જાણો કેવો રહેશે આજનો દિવસ, કયો હશે લકી નંબર

    5. જો તમારા પર કોઈ મોટું સંકટ આવે તો શું બચાવશો. પત્ની ને બચાવા માટે ધન ગુમાવું પડે તો ચિંતા કરવી નહિ. પણ જો વાત તમારા આત્મ સમ્માન ની આવે તો પત્ની અને ધન બંને નો ત્યાગ કરવો પડે તો પણ ચિંતા કરવી નહિ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Dharm News, આચાર્ય ચાણક્ય, ચાણક્ય નીતિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन