Home /News /dharm-bhakti /Chanakya Niti: આવી સ્ત્રી જીવન બનાવી દે છે મૃત્યુ સમાન, કરવો પડે છે અસંખ્ય મુશ્કેલીઓનો સામનો
Chanakya Niti: આવી સ્ત્રી જીવન બનાવી દે છે મૃત્યુ સમાન, કરવો પડે છે અસંખ્ય મુશ્કેલીઓનો સામનો
ચાણક્ય નીતિ
Chanakya Niti for women: આચાર્ય ચાણક્યને ભારતના વિદ્વાન અને કુશળ કુટનીતિક માનવામાં આવે છે. તેમણે તેમના નીતિશાસ્ત્રમાં માનવ જીવન વિશે ઘણી બાબતો કહી છે. આચાર્ય ચાણક્યએ સ્ત્રીઓને લઈને પણ કેટલાક સલાહ સૂચનો આપ્યો છે. ચાલો જાણીએ...
ધર્મ ડેસ્ક: આચાર્ય ચાણક્યને ભારતના વિદ્વાન અને કુશળ કુટનીતિક માનવામાં આવે છે. તેમણે તેમના નીતિશાસ્ત્રમાં માનવ જીવન વિશે ઘણી બાબતો કહી છે. આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મુત્સદ્દીગીરી, નીતિશાસ્ત્ર અથવા રાજકીય વિજ્ઞાનના સિદ્ધાંતો આપ્યા છે, જે લોકોને સૌથી વધુ પસંદ છે. ચાણક્યના નીતિ શાસ્ત્રના સિદ્ધાંતો આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સુસંગત છે. તેમના શબ્દો 'ચાણક્ય નીતિ' નામના શાસ્ત્રમાં સંકલિત કરવામાં આવ્યા છે. તેમના શબ્દોને અનુસરીને ઘણા મહાન લોકોએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે.
દરેક પુરુષના જીવનમાં સ્ત્રી નુ અંત્યંત મહત્વ હોય છે. કહેવાય છે કે એક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે. એવામાં આચાર્ય ચાણક્યએ સ્ત્રીઓને લઈને પણ કેટલાક સલાહ સૂચનો આપ્યો છે અને જણાવ્યું છે કે કેવી સ્ત્રીથી પુરુષોએ દૂર રહેવું જોઈએ. ચાણક્ય કહે છે કે જો ઘરમાં યોગ્ય સ્ત્રી ન હોય તો જીવન નરક જેવું બની જાય છે.
વ્યાભિચારી સ્ત્રી
આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે, કોઈ પણ કામ કરતા પહેલા માણસે એ જાણવું જરૂરી છે કે તે કાર્ય કરવા સક્ષમ છે કે નહીં. મૂર્ખ શિષ્યને શીખવવાથી અને વ્યભિચારી સ્ત્રીને ઉછેરવાથી વ્યક્તિને ઘણા દુઃખ અને કષ્ટો સહન કરવા પડે છે.
ચાણક્ય નીતિ અનુસાર કઠોર શબ્દો બોલનાર સ્ત્રી અને દુષ્ટ સ્વભાવ ધરાવતા મિત્ર સાપ સમાન હોય છે. આવા લોકોથી દૂર રહેવું જોઈએ નહીંતર મનુષ્યનુ જીવન મૃત્યુ સમાન થઈ જાય છે.
દુષ્ટ સ્ત્રી
આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરમાં દુષ્ટ અને ખરાબ સ્ત્રીઓ હોય છે, તે ઘરના માલિકની હાલત મૃત વ્યક્તિ જેવી થઈ જાય છે. આવી સ્ત્રી ક્યારેય સુધરી શકતી નથી. આવી સ્ત્રીને કોઈ કાબૂમાં રાખી શકતું નથી અને તે સ્ત્રીના આવા વર્તનથી તેનો પુરુષ અંદરથી પરેશાન થઈ જાય છે અને આખરે તેનું જીવન મૃત્યુ તરફ આગળ વધે છે. દુષ્ટ સ્વભાવનો મિત્ર પણ વિશ્વાસને લાયક નથી, તે ક્યારે પણ દગો આપી શકે છે.
ચાણક્યએ પોતાની નીતિમાં કહ્યું છે કે બુદ્ધિમાન વ્યક્તિએ ખરાબ સમય માટે કેટલાક પૈસા બચાવવા જોઈએ. આ સાથે જ વ્યક્તિએ જ્યારે સમય આવે ત્યારે આ પૈસા ખર્ચીને તેની પત્નીની સુરક્ષા કરવી જોઈએ, કારણ કે મુશ્કેલ સમયમાં ફક્ત પત્ની જ કામમાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર