Home /News /dharm-bhakti /Chanakya Niti: પુરુષોએ ખાસ મિત્રને પણ આ 5 વાતો ન જણાવવી જોઇએ, ભોગવવું પડશે આખું જીવન

Chanakya Niti: પુરુષોએ ખાસ મિત્રને પણ આ 5 વાતો ન જણાવવી જોઇએ, ભોગવવું પડશે આખું જીવન

ચાણક્ય નીતિ

Chanakya Niti in Gujarati: ચાણક્ય નીતિ મુજબ, કેટલીક વાતો ક્યારેય કોઇને ન કરવી જોઇએ નહીં તો આજીવન તે તમને નુક્શાન પહોંચાડી શકે છે.

    Chanakya Niti For Men: ભારતના મહાન અર્થશાસ્ત્રી, કુટનિતિજ્ઞ અને રાજનીતિજ્ઞ આચાર્ય ચાણક્યે પોતાના નીતિ શાસ્ત્રમાં વ્યવહારિક જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી છે. આ વાતોને અનુસરી ઘણી મુશ્કેલીઓમાંથી બચી શકાય છે અને સારું સુખદ જીવન જીવી શકાય છે. ચાણક્ય નીતિમાં મહિલાઓ અને પુરુષો માટે પણ ખાસ નીતિઓ જણાવવામાં આવી છે, એનું પાલન ન કરવું મુશ્કેલીમાં મૂકી શકે છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોએ પોતાની કેટલીક વાતો હંમેશા રહસ્ય રાખવી જોઈએ. નહીંતર એના ઉજાગર થવા પર તેઓ પોતાનું માન-સન્માન ગુમાવી દે છે.

    પુરુષ ક્યારેય કોઈને ન જણાવે પોતાનાં રહસ્ય-

    પુરુષોએ કેટલીક વાતો પોતાના સૌથી નજીકના મિત્ર અને પરિવારના લોકોને પણ ન જણાવવી જોઈએ. કારણ કે આ વાતો સામે આવવી એમને જીવનભરનું દુઃખ આપી શકે છે.

    અપમાન -
    જો કોઈક રીતે અપમાનિત થઇ જાઓ તો આ વાત ક્યારેય કોઈને ના જણાવવું. પોતાના અપમાનની વાત બીજાને જણાવવી તમારા બચેલા સન્માનને પણ ખતમ કરી શકે છે. માટે કોઈ કેટલા પણ સારા મિત્ર કે પરિજન હોય એને પણ આ વાત ન જણાવો. આને તમારી અંદર જ દબાવી દો.

    પત્ની સાથે ઝગડો-
    પતિ-પત્ની વચ્ચે ઝગડો થવું સામાન્ય વાત છે પરંતુ એની જાણ બીજાને ન થવા દો. પોતાના નજીકના મિત્રો સામે પત્નીની બુરાઈ ન કરો, ના તો એકદમ ખાનગી વાતો જણાવો. નહીંતર તમારે બદનામીનો સામનો કરવો પડી શકે છે અને પતિ-પત્ની બંનેનું સમાજમાં સન્માન ખતમ થઇ શકે છે.



    પોતાની કમજોરી-
    દરેક વ્યક્તિના વ્યક્તિત્વમાં કોઈને કોઈ ખૂબી અને ખામી હોય છે. પરંતુ પોતાની ખામી અને કમજોરી કોઈને ન જણાવો. નહીંતર લોકો તમને હંમેશા દબાવવાની કોશિશ કરશે અને તમારી કમજોરીનો ફાયદો ઉઠાવી તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે.

    પોતાની આર્થિક સ્થિતિ-
    પોતાની આર્થિક સ્થિતિ અંગે કોઈને ન જણાવો. તમામ મુશ્કેલીઓનો સામનો કરવામાં ધન એક ઉપયોગી વસ્તુ સાબિત થઇ શકે છે. જો તમારી પાસે ખુબ વધુ પૈસા છે અને આ વાત તમારા કરીબીઓને ખબર પડી જાય તો તેને પડાવવા માટે ઘણી રીત અપનાવી શકે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Chanakya Niti

    विज्ञापन
    विज्ञापन