Chanakya Niti: પતિ-પત્નીએ સુખી જીવન અને સંબંધ માટે હંમેશા યાદ રાખવી જોઇએ આ વાતો
Chanakya Niti: પતિ-પત્નીએ સુખી જીવન અને સંબંધ માટે હંમેશા યાદ રાખવી જોઇએ આ વાતો
ચાણક્ય નીતિમાં પત્ની અને પતિના સંબંધો સારા રાખવા માટે અનેક સલાહો આપવામાં આવી છે.
Chanakya Niti: આચાર્ય ચાણક્ય (Chanakya)એ વર્ષો પહેલા મનુષ્યના જીવનને અને વિચારોને સુધારવા માટે અનેક રીતો (Chanakya Niti) જણાવી છે. તેમની જ્ઞાની અને પરાક્રમી વાતો માણસના જીવનધોરણમાં સુધારો લાવવાનું સામર્થ્ય ધરાવે છે.
Chanakya Niti: આચાર્ય ચાણક્ય (Chanakya)એ વર્ષો પહેલા મનુષ્યના જીવનને અને વિચારોને સુધારવા માટે અનેક રીતો (Chanakya Niti) જણાવી છે. તેમની જ્ઞાની અને પરાક્રમી વાતો માણસના જીવનધોરણમાં સુધારો લાવવાનું સામર્થ્ય ધરાવે છે. જીવનમાં સફળતા (Success) અને સુખ (Happiness) મેળવવા માટે જે રીતો તેમણે બતાવી હતી તે આજે પણ પ્રાસંગિક છે. ચાણક્ય નીતિમાં સંબંધો (Relation) સાથે જોડાયેલી અનેક જરૂરી વાતો પણ જણાવી છે. જેને જીવનમાં ઉતારી કોઇ પણ માણસનું જીવન ખુશીઓ અને સંપન્નતાથી ભરાઇ જાય છે. તેમાં પતિ-પત્નીના સંબંધો (Husband-Wife Relation) અંગે પણ અનેક વાતો જણાવવામાં આવી છે. તો આવો જાણીએ પતિ-પત્નીએ આચાર્ય ચાણક્યની કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઇએ.
પતિ-પત્નીએ રાખવું આ વાતોનું ધ્યાન
તમે સાંભળ્યું જ હશે કે સંબંધો રૂપી દોરામાં જો ગાંઠ પડી જાય તો તે હંમેશા નડતર રૂપ બની રહે છે. તેવી જ રીતે પતિ-પત્નીના સંબંધો ખૂબ સંવેદનશીલ હોય છે અને તેમાં આવતી કોઇ પણ ગાંઠ આગળ જઇને સંબંધને ખતમ પણ કરી શકે છે. તેથી પતિ-પત્નીએ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઇએ જેથી તેમનું જીવન ખુશાલીઓથી ભર્યુ રહે.
શંકા
કોઇ પણ સંબંધ માટે વિશ્વાસ પાયા રૂપી છે. પતિ-પત્નીના સંબંધમાં પ્રેમની સાથે વિશ્વાસ હોવો પણ સૌથી જરૂરી છે. જો તેમની વચ્ચે શંકાની કૂંપળ ફૂટે છે તો તે સંબંધ બગડતા જરાં પર સમય લાગતો નથી.
પતિ-પત્નીના સંબંધમાં સમાનતા હોવી જોઇએ. તેમાં અભિમાન કે અહંકાર માટે કોઇ સ્થાન હોવું ન જોઇએ. કારણ કે ધર્મમાં પણ સમાનતાને જરૂરી ગણાવવામાં આવી છે. તેથી એકબીજાનું સન્માન અને આદર કરો.
જૂઠાણું
એક જૂઠાણું કોઇ પણ સંબંધને તૂટવા સુધીની પરિસ્થિતી તરફ દોરી આવે છે. તેથી પતિ-પત્નીએ પણ એકબીજા સાથે દરેક વાત કરવી જોઇએ. સંબંધમાં ક્યારેય જૂઠાણાને સ્થાન ન હોવું જોઇએ. એકબીજા સાથે વાત કરીને એકબીજાને સહયોગ અને પ્રોત્સાહન પૂરૂ પાડવું જોઇએ.
બીજાને તમારા રહસ્યો કહેવા
પતિ-પત્નીએ પોતાની ખાનગી વાતો ક્યારેય પણ બીજા સાથે ન કરવી જોઇએ. પછી ભલે તે ગમે તેટલો નજીકનો મિત્ર હોય કે સંબંધી હોય. અંગત જીવનને બહાર લાવવાથી તમારી બંનેની છબીઓ ખરડાઇ શકે છે અને આખરે તમારા સંબંધ પર તેની વિપરિત અસરો જરૂર પડે છે.
પ્રેમ, વિશ્વાસની સાથે એક સુખી દાંમ્પત્ય જીવન માટે પતિ-પત્નીમાં એકબીજા માટે આદર ભાવ હોય તે પણ જરૂરી છે. જો એકબીજા પ્રત્યે સમ્માન નહીં હોય તો તમે પોતાને અપમાનિત મહેસૂસ કરશો અને આવી લાગણી સંબંધને ખરાબ કરી શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર