Home /News /dharm-bhakti /Chanakya Niti: આ કારણોસર રાજા પણ બની જાય છે રંક, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

Chanakya Niti: આ કારણોસર રાજા પણ બની જાય છે રંક, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

ચાણક્ય નીતિ

Chanakya Niti: જો તમે ચાણક્ય નીતિના સિદ્ધાંતો પર ધ્યાન આપશો તો તમને ખબર પડશે કે જેના કારણે અમીર લોકો ગરીબ બની જાય છે. આ કારણોસર તેમણે આ પરિસ્થિતિથી બચવા માટે કઈ બાબત અંગે ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

Chanakya Niti: ચાણક્યના નીતિ શાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરીને લોકો પોતાના જીવનને સફળ અને સુખદ બનાવી શકે છે. ચાણક્યના વ્યાવહારિક જ્ઞાનને વાંચીને અને તેને પોતાના જીવનમાં ઉતારીને તમે એક ખૂબ જ સારા વ્યક્તિ બની શકો છો. ચાણક્ય નીતિના સિદ્ધાંત પર ધ્યાન આપવામાં આવે તો તમને ખબર પડી જશે કે ધનવાન વ્યક્તિ પણ પોતાની ભૂલના કારણે કંગાળ બની જાય છે. આ કારણોસર તેમણે આ પરિસ્થિતિથી બચવા માટે કઈ બાબત અંગે ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

अन्यायोपार्जितं वित्तं दशवर्षाणि तिष्ठति ।

प्राप्ते चैकादशे वर्षे समूलं तद् विनश्यति ।

આ શ્લોકની મદદથી ચાણક્ય જણાવે છે કે, જે લોકો ચોરી, જુગાર, અન્યાય કરે કરે છે અને દગો આપીને ધનની કમાણી કરે છે. તેઓ ખૂબ જ ઝડપથી કમાણી કરે છે અને તેમની પાસે અપાર ધન પણ આવે છે, પરંતુ ધન નષ્ટ થવામાં પણ વધુ સમય લાગતો નથી. આ પરિસ્થિતિમાં ચાણક્ય જણાવે છે કે, કોઈ વ્યક્તિને દગો આપીને અને દુ:ખ પહોંચાડીને જે ધન કમાવવામાં આવે છે, તે ધન કોઈની પાસે વધુ ટકી શકતું નથી અને તે વ્યક્તિ કંગાળ થઈ જાય છે.

આ પણ વાંચો: Chanakya Niti: આ એક ભૂલના કારણે વ્યક્તિ જીવનમાં કયારે પણ સફળ થઇ શકતો નથી, બંધ થઇ જાય છે બધા રસ્તા

धनहीनो न च हीनश्च धनिक स सुनिश्चयः ।
विद्या रत्नेन हीनो यः स हीनः सर्ववस्तुषु ।।

આચાર્ય ચાણક્યની વાત માનવામાં આવે તો જો તમે ખૂબ જ ધનવાન છો, તો અન્ય લોકોને ગરીબ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. વિદ્વાન વ્યક્તિને ગરીબ સમજવાની ભૂલ તો ક્યારેય પણ ન કરવી જોઈએ અને તેમનું અપમાન પણ ન કરવું જોઈએ. ચાણક્યની વાત માનવામાં આવે તો, ધન કરતા વિદ્યા લોકોને વધુ ધનવાન બનાવે છે. વિદ્યા હંમેશા વ્યક્તિ પાસે રહે છે. સમાજમાં વિદ્વાન વ્યક્તિનું માન હંમેશા જળવાય છે અને તે વ્યક્તિ પાસે ક્યારેય પણ ધનની કમી થતી નથી. આ કારણોસર વિદ્યા પ્રાપ્ત કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આ પણ વાંચો:  Chanakya Niti: જીવનમાં કામયાબી મેળવવા આવા લોકોથી રહો દૂર, ચાણક્ય નીતિના બોધપાઠ

आत्मापराधवृक्षस्य फलान्येतानि देहिनाम्

दारिद्रयरोग दुःखानि बन्धनव्यसनानि च ।।



જો તમે પણ ઈચ્છો છો કે, તમારા પર પણ માતા લક્ષ્મીની કૃપા રહે, તો તમારે સારા કર્મ કરવા જોઈએ. ખરાબ કર્મ કરનારને હંમેશા ખરાબ ફળ પ્રાપ્ત થાય છે. આ કારણોસર હંમેશા ધનનો સદ ઉપયોગ કરવો જોઈએ.

નોંધ- અહીંયા આપવામાં આવેલ જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત ન્યૂઝ 18 તેની પુષ્ટી કરતું નથી.
Published by:Damini Patel
First published:

Tags: Chanakya Niti, Chanakya Niti quotes, Dharm Bhakti

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन