Home /News /dharm-bhakti /Chanakya Niti: જીવનમાં ભૂલથી પણ ન કરતા આ ચાર ભૂલ, નહીંતર બરબાદ થઇ જશો
Chanakya Niti: જીવનમાં ભૂલથી પણ ન કરતા આ ચાર ભૂલ, નહીંતર બરબાદ થઇ જશો
ચાણક્ય નીતિ
Chanakya Niti: આપણે બધા આચાર્ય ચાણક્ય અને તેમના દ્વારા જણાવવામાં આવેલી નીતિઓને સારી રીતે જાણીએ છે. ચાણક્યને ભારતના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી અને માર્ગદર્શક કહેવામાં આવે છે. આટલું જ નહીં, આચાર્ય ચાણક્યએ તેમના નીતિ શાસ્ત્રમાં એવી ઘણી વાતો કહી છે, જેનું પાલન કરવાથી વ્યક્તિને સફળ જીવન જીવવામાં મદદ મળે છે.
ધર્મ ડેસ્ક: આચાર્ય ચાણક્યને ભારતના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી અને માર્ગદર્શક કહેવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં ધન-સંપત્તિને લઈને મનુષ્યને આવી ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના રોજિંદા જીવનમાં જાણ્યે-અજાણ્યે એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ, જેના કારણે ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.
ચાણક્ય અનુસાર, વ્યક્તિ જાણતા-અજાણ્યે ઘણી એવી ભૂલો કરે છે, જેના કારણે ધનની દેવી લક્ષ્મી નારાજ થઈને ઘર છોડીને ચાલ્યા જાય છે અને અચાનક પૈસાની તંગી આવી જાય છે અને વ્યક્તિ આર્થિક રીતે કમજોર થઈ જાય છે. આવો જાણીએ કઈ છે તે ભૂલો, જેને ટાળવી જોઈએ-
રસોડામાં ગંદા વાસણો
આપણે મોટાભાગે આપણા ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે રસોડામાં ક્યારેય ગંદા વાસણો ન છોડવા જોઈએ અને ચાણક્યના મતે પણ રસોડામાં ગંદા વાસણો ક્યારેય ન છોડવા જોઈએ. રાત્રે ગંદા વાસણો ચૂલા પર, તેની પાસે કે સિંકમાં રાખવાથી પણ માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. જેના કારણે ઘરમાં દરિદ્રતા રહે છે અને માતા લક્ષ્મી દૂર જાય છે.
આચાર્ય ચાણક્ય અનુસાર જો તમે બિનજરૂરી પૈસા ખર્ચો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. આટલું જ નહીં, જે લોકો પૈસાનો દેખાવો કરે છે તેમના પર મા લક્ષ્મી નારાજ થાય છે અને તેમને આશીર્વાદ પણ નથી મળતા. ચાણક્ય કહે છે કે આવા લોકો પોતાના વિનાશનો માર્ગ ખોલે છે અને ગરીબીનો ભોગ બને છે.
સાંજના સમયે ઝાડુ લગાવવું
ચાણક્ય અનુસાર, સાંજે ક્યારેય પણ ઘરમાં ઝાડૂ ન લગાવવું જોઈએ. કારણ કે માન્યતાઓ અનુસાર સાંજે લક્ષ્મી માતા ઘરમાં આવે છે અને જો તે સમયે ઘરના દરવાજા પર કચરો અને ગંદકી હોય તો લક્ષ્મીજી તેને જોઈને પાછા ચાલ્યા જાય છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, જે લોકો વડીલો, વિદ્વાનો, મહિલાઓ અથવા ગરીબોને હેરાન કરે છે અથવા સતત અપમાન કરે છે, મા લક્ષ્મી ક્યારેય આવા ઘરોમાં રહેતી નથી. માતા લક્ષ્મી હંમેશા એવા લોકો પર ગુસ્સે રહે છે જેઓ અન્ય લોકો સાથે ખરાબ વર્તન કરે છે. તેથી ઘરે આવી ભૂલો વારંવાર ન કરવાનો પ્રયાસ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર