Home /News /dharm-bhakti /Chanakya Niti : પુરુષના સાથે રહેવા છતાં આવી મહિલાઓની ઇચ્છા અધૂરી રહે છે, ક્યારેય સંતુષ્ટ થતી નથી
Chanakya Niti : પુરુષના સાથે રહેવા છતાં આવી મહિલાઓની ઇચ્છા અધૂરી રહે છે, ક્યારેય સંતુષ્ટ થતી નથી
ફાઇલ તસવીર
Chanakya Niti : આચાર્ય ચાણક્ય મહાન અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ માનવામાં આવે છે. સામાન્ય જીવનમાં પણ નીતિશાસ્ત્રમાં જણાવવામાં આવેલી નીતિઓનો લાભ લઈ શકાય છે. નીતિશાસ્ત્રમાં આચાર્ય ચાણક્યએ એક સ્ત્રીની તે ભૂલો વિશે જણાવ્યું છે કે, જે તે જીવનમાં કરે છે અને પછી પસ્તાવો કરે છે.
‘વૃક્ષ ગમે તેટલું ઉંચુ હોય, નદી કિનારે હશે તો ગમે ત્યારે ધરાશાયી થશે.’
આચાર્ય ચાણક્યએ જણાવ્યુ છે કે, જે વૃક્ષ નદીના કિનારે ઉભું છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. તેના મૂળ ગમે ત્યારે જમીનની પકડ છોડી દેશે. વહેતા પાણીના કારણે જમીનનું ધોવાણ હંમેશા થતું રહે છે.
તેવામાં જ્યારે ધોવાણ વધી જાય છે તો વિશાળ વૃક્ષ પણ ધરાશાયી થઇ જાય છે. એટલું જ નહીં જ્યારે પણ પૂર આવે તો આવા વૃક્ષના ધોવાઇ જવાની આશંકા હંમેશા બની રહે છે. હકીકતમાં આચાર્ય ચાણક્યનું કહેવુ છે કે, વ્યક્તિ જીવનમાં ગમે તેટલો મોટો કેમ ન બની જાય તેને ઘમંડ ન આવવો જોઇએ કારણ કે ક્યારે કેવો સમય આવશે તે કોઇ નથી જાણતું.
આચાર્ય ચાણક્ય જણાવે છે કે, પરિવારની સ્ત્રી અથવા પત્નીને પારકા પુરુષ પર આશ્રિત ન છોડવી જોઇએ. ઘણાં ધર્મ ગ્રંથોમાં પણ સલાહ આપવામાં આવી છે કે, સ્ત્રીને કોઇ અન્ય પર આશ્રિત ન છોડવી જોઇએ. આમ કરવાથી તેનું પોતાનું અસ્તિત્વ ખતમ થઇ જાય છે અને તેની તમામ ઇચ્છાઓ અધૂરી રહી જાય છે. તમામ કાબેલિયત હોવા છતાં પણ આવી સ્ત્રીઓ ક્યારેય તે મૂકામ હાંસિલ નથી કરી શકતી જેની યોગ્યતા તેનામાં હોય છે. હકીકતમાં આચાર્ય ચાણક્યનું કહેવુ છે કે, સ્ત્રીને શિક્ષિત અને મજબૂત બનાવો. તેને આત્મનિર્ભર બનાવો. જ્યારે તે ખુદ પૈસા કમાશે તો તેને કોઇની સામે હાથ નહીં લંબાવવો પડે.
આચાર્ય ચાણક્ય કહે છે કે, એક મંત્રી સામાન્ય લોકોને મળે છે અને તેના દુખને એક રાજા કરતાં વધુ સારી રીતે સમજે છે અને તેના જ આધારે રાજાને નિર્ણય લેવામાં મદદ કરે છે.
એક સાચો અને યોગ્ય મંત્રી ન હોય તો રાજાની રાજાશાહી ગમે ત્યારે જઈ શકે છે. જનતાના સુખનું ધ્યાન ન રાખવામાં આવે તો ગમે ત્યારે જનવિરોધનો સામનો કરવો પડી શકે છે. આ નીતિને તમે તમારા જીવનમાં પણ લાગુ કરી શકો છો કે, સાચી સલાહ આપનાર મિત્ર અથવા ગુરુ જરૂર સાથે હોવો જોઇએ જે તમને જણાવે કે શું સાચું છે અને શું ખોટું.
આવી મહિલાઓની ઇચ્છા હંમેશા અધૂરી રહે છે...!
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર