Home /News /dharm-bhakti /

Chanakya Niti: આચાર્ય ચાણક્યએ અપમાનને મૃત્યુ સમાન અને લોભને ગણાવ્યું છે દુર્ગુણ

Chanakya Niti: આચાર્ય ચાણક્યએ અપમાનને મૃત્યુ સમાન અને લોભને ગણાવ્યું છે દુર્ગુણ

ચાણક્ય કહે છે કે, સાપના દંશમાં, કીડાના મોઢામાં, વીંછીના ડંખમાં વિષ હોય છે. પરંતુ દુષ્ટ વ્યક્તિ તો સંપૂર્ણ રીતે ઝેરથી ભરેલો હોય છે

ચાણક્ય કહે છે કે, સાપના દંશમાં, કીડાના મોઢામાં, વીંછીના ડંખમાં વિષ હોય છે. પરંતુ દુષ્ટ વ્યક્તિ તો સંપૂર્ણ રીતે ઝેરથી ભરેલો હોય છે

આપણે જાણીએ છીએ કે, 'ચાણક્ય નીતિ'એ (chanakya niti) આચાર્ય ચાણક્યની (Chanakya) નીતિઓનો સંગ્રહ છે. ચાણક્ય નીતિમાં મિત્ર ભેદ, દુશ્મનની ઓળખ અને જીવનમાં સફળ થવા અંગે મહત્વની વાતો જણાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ચાણક્ય કુશળ રાજનીતિજ્ઞ, ચતુર કુટનિતિજ્ઞ અને પ્રખંડ અર્થશાસ્ત્રીના રૂપે ઓળખાય છે. તેમણે નીતિશાસ્ત્રમાં કોઈપણ પરિસ્થિતિમાં અને સુખ દુઃખમાં વિચલિત ન થઈને પોતાના જ્ઞાન અને અનુભવના આધારે સફળતા મેળવવાના મંત્ર પણ આપ્યા છે.

ચાણક્ય નીતિના માધ્યમથી તેમણે કહ્યું કે, જો તમારો સ્વભાવ સારો છે તો કોઈ અન્ય ગુણની જરૂર નથી. જો કીર્તિ છે, તો અલંકારની શું જરૂર. જો જ્ઞાન છે, તો સંપત્તિની શું જરૂર. આજે અમે તમને જણાવીશું આચાર્ય ચાણક્યની આવી જ કેટલીક ખાસ વાતો.

જન્મોની સારી આદતો સાથે રહે છે

નીતિ શાસ્ત્રમાં આચાર્ય ચાણક્યએ જણાવ્યું કે, પ્રથમ જન્મની સારી આદતો એટલે કે દાન, વિદ્યાર્જન અને તપ આ જન્મમાં પણ આવે છે. કારણ કે, બધા જ જન્મો એક શ્રેણી સાથે જોડાયેલા છે.

શું તમે 45+ છો અને કોરોનાની રસી લેવા માંગો છો? તો આ તમામ વિગતો તમારે જાણવી જોઇએ

બીજા પાસેથી મળેલી મદદને પરત કરો

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, આપણને બીજા પાસેથી જે મદદ પ્રાપ્ત થઇ છે તેને પરત કરવી જોઈએ. એટલું જ નહીં, જો આપણી સાથે કોઈએ દુષ્ટતા કરી છે, તો આપણે પણ તેની સાથે દુષ્ટતા કરવી જોઈએ. આવું કરવામાં કોઈ પાપ નથી.

તપથી ઉપર કંઈ નથી

ચાણક્ય નીતિ મુજબ, તપથી ઉપર કંઈ જ નથી, કારણ કે જે ચીજો દૂર લાગે છે, અસંભવ લાગે છે, જો આપણી પહોંચથી દૂર લાગે છે તે બધું જ આપણે તપ કરીને આસાનીથી મેળવી શકીએ છીએ.

'કોરોના વકરવા પાછળ લોકો જ જવાબદાર, રસી બાદ જો નિયમો નહીં પાળો તો તમે જ સુપર સ્પ્રેડર બનશો'

નિંદાથી મોટું કોઈ પાપ નથી

ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે, લોભથી મોટો દુર્ગુણ અને નિંદાથી મોટું પાપ કોઈ નથી. જે સત્યમાં પ્રસ્થાપિત છે, તેને તપ કરવાની શું જરૂર! જેનું હૃદય શુદ્ધ છે, તેને તીર્થ યાત્રા કલારવાની શું જરૂર! જો સ્વભાવ સારો હોય તો કોઈ ગુણની શું જરૂર છે. જો વ્યવહાર જ્ઞાન છે, તો સંપત્તિની શું જરૂર છે. જો અપમાન થયું છે તો મૃત્યુથી ભયંકર નથી શું!

દુષ્ટ વ્યક્તિ પૂર્ણ રૂપથી ઝેરીલો

ચાણક્ય કહે છે કે, સાપના દંશમાં, કીડાના મોઢામાં, વીંછીના ડંખમાં વિષ હોય છે. પરંતુ દુષ્ટ વ્યક્તિ તો સંપૂર્ણ રીતે ઝેરથી ભરેલો હોય છે. (સાભાર/હિન્દી સાહિત્ય દર્પણ) (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Chanakya, Chanakya niti, Lifestyle

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन