16 એપ્રિલે શનિવારના રોજ ચૈત્ર પૂર્ણિમા (Chaitra Punam) છે.
Chaitra Purnima 2022 Upay: ચૈત્ર પૂર્ણિમા ખાસ છે કારણ કે આ તિથિએ હનુમાનજી (Hanumanji)નો જન્મ થયો હતો. પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે તમે કેટલાક ઉપાય કરીને ધન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિમાં વધારો કરી શકો છો.
Chaitra Purnima 2022 Upay: પૂર્ણિમા દર મહિનાના શુક્લ પક્ષની 15મી તિથિએ આવે છે. હાલમાં ચૈત્ર માસનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. 16 એપ્રિલે શનિવારના રોજ ચૈત્ર પૂર્ણિમા (Chaitra Punam) છે. આ દિવસે રવિ યોગ સવારે 5:55થી શરૂ થશે જે સવારે 08:40 સુધી રહેશે. ચૈત્ર પૂર્ણિમાએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા છે. આ દિવસે ઘરોમાં ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવે છે અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર પૂર્ણિમા ખાસ છે કારણ કે આ તિથિએ હનુમાનજી (Hanuman Jayanti)નો જન્મ થયો હતો. પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે તમે કેટલાક ઉપાય કરીને ધન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિમાં વધારો કરી શકો છો. ચાલો જાણીએ એ ઉપાયો વિશે.
ચૈત્ર પૂર્ણિમાના ઉપાયો
1. ચૈત્ર પૂર્ણિમાએ રાત્રે દેવી લક્ષ્મીને ખીર અથવા કોઈપણ સફેદ મીઠાઈ ચઢાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. તેમની કૃપાથી તમારું ઘર પૈસા અને અનાજથી સંપન્ન થશે.
2. ચૈત્ર પૂર્ણિમા એ હનુમાનજીનો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં તમારે હનુમાનજીના મંત્ર ઓમ નમો ભગવતે હનુમંતે નમઃનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સંકટ સમાપ્ત થશે.
3. કમળના ફૂલ અથવા લાલ ગુલાબથી માતા લક્ષ્મીની પૂજા કરો અને પૂજામાં સોપારી ચઢાવો. તે સોપારીમાં કલાવા બાંધો અને તેના પર ચંદન લગાવો. તેને અકબંધ રાખો. પછી તેને ઉપાડીને તિજોરીમાં રાખો. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થવા લાગશે. પૈસાની કમી દૂર થશે.
4. ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમારે દેવી લક્ષ્મી અને ગણેશજીની એકસાથે પૂજા કરવી જોઈએ. તમારા ઘરમાં જે પણ પૈસા આવશે, તે સ્થિર રહેશે. તે પૈસાને સ્થાયિત્વ મળશે.
5. જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હો તો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રીસૂક્તનો પાઠ કરો. માતા લક્ષ્મી તમારા દરેક દુ:ખ દૂર કરશે, ધન અને સંપત્તિમાં વધારો થશે. આવકના સ્ત્રોત વધશે.
6. ચૈત્ર પૂર્ણિમાની રાત્રે ચંદ્ર દેવની પૂજા કરો. ગાયના દૂધમાં સફેદ ફૂલ, સાકર મિક્સ કરીને ચંદ્ર ભગવાનને અર્ઘ્ય ચઢાવો. આ દરમિયાન ઓમ ઐં ક્લીં સોમાય નમઃ મંત્રનો જાપ કરો. તમારા સુખ, ધન, ઐશ્વર્યમાં વધારો થશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર