Home /News /dharm-bhakti /Chaitra Navratri 2023: નવરાત્રિમાં કરો આ ઉપાય, દૂર થશે રાહુ-કેતુ દોષ અને ગ્રહો પણ થશે શાંત

Chaitra Navratri 2023: નવરાત્રિમાં કરો આ ઉપાય, દૂર થશે રાહુ-કેતુ દોષ અને ગ્રહો પણ થશે શાંત

નવરાત્રિ 2023 ઉપાય

Chaitra Navratri Rahu-Ketu Dosh: 22 માર્ચથી નવરાત્રિની શરૂઆત થઇ 30 માર્ચ સુધી ચાલશે. એવામાં નવરાત્રિ મા દુર્ગાની પૂજાથી શુભ ફળ પ્રાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં દુર્ગાના પૂજનથી તમામ 9 ગ્રહ શાંત થાય છે. એટલું જ નહિ એમના પ્રભાવથી તમારા જીવનમાં થવા વાળા અશુભ પ્રભાવ ટળી જશે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે જો કુંડળીમાં રાહુ અને કેતુ દોષ બની રહ્યો છે, તો એવામાં વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં પૈસાની તંગી થઇ જાય છે, કરિયરમાં અસફળતા મળવા લાગે છે અને વૈવાહિક જીવનમાં કષ્ટ થવા લાગે છે, પરંતુ કેટલાક ઉપાય એવા છે જેને કરી તમે માત્ર નવગ્રહને શાંત જ નહિ પરંતુ દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આઓ જાણીએ છે આ ઉપાય અંગે.

મા ચંદ્રઘંટા અને બ્રહ્મચારિણીની પૂજા

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય તો તેણે નવરાત્રિ દરમિયાન સંપૂર્ણ વિધિ-વિધાન સાથે મા બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. જો તમે કેતુની સમસ્યાથી પરેશાન છો તો મા ચંદ્રઘંટાની પૂજા કરો. નવરાત્રિ દરમિયાન આ દેવીઓની પૂજા કરવાથી તમે આ બંને ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવી શકશો અને તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગશે.

ચંદન પાવડર

એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન નહાવાના પાણીમાં ચંદન પાવડર મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં રાહુના દોષ દૂર થાય છે. જો તમારી સાથે સમસ્યાઓ ઉભી થઈ રહી છે, તો તમે નવરાત્રિમાં આ ઉપાયો કરવાનું શરૂ કરો અને ત્રણ મહિના સુધી તેનું પાલન કરો, તો રાહુ દોષ તમારી કુંડળીથી સમાપ્ત થવા લાગે છે.

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં કરો પાનના આ ઉપાય, દુર્ગામા પુરી કરશે દરેક ઈચ્છા

હનુમાનજીની પૂજા

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સાથે હનુમાનજી અને ભગવાન શંકરની પૂજા કરવાથી પણ રાહુ અને કેતુ પરેશાન કરતા નથી. જો તમે નવરાત્રિ દરમિયાન દરરોજ શિવ સહસ્ત્રનામ અને હનુમાન સહસ્ત્રનામનો પાઠ કરશો તો કુંડળીમાં રાહુ-કેતુની નકારાત્મક અસરો ખતમ થઇ જશે.

ચાંદીનો હાથી

જો તમે રાહુ દોષથી છુટકારો મેળવવા માંગતા હોવ તો નવરાત્રિ દરમિયાન ચાંદીનો હાથી ખરીદો. તમે તેને પૂજા ઘર અથવા ઘરની તિજોરીમાં પણ રાખી શકો છો. આમ કરવાથી અને દરરોજ તેને જોવાથી કુંડળીમાં રાહુની ખરાબ અસર ઓછી થવા લાગે છે અને તમને તમારા કરિયરમાં પ્રગતિ થાય છે. આ સિવાય તેને તિજોરીમાં રાખવાથી તમારા ઘરમાં પૈસા પણ વધવા લાગે છે. આ સાથે તમારા દાંપત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહે છે.

આ પણ વાંચો: અહીં બે બહેનોના રૂપમાં વિરાજે છે મા દુર્ગા, ભક્તો ખવડાવે છે પાનનું બીડું



દુર્ગા સપ્તશતીનો પાઠ

દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સમસ્યાઓનો અંત આવે છે અને જો તમે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરો છો તો તે તમારા માટે વધુ શુભ છે. તેનાથી રાહુ અને કેતુની ખરાબ અસર ઓછી થાય છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી માત્ર માતા જ પ્રસન્ન નથી થતી પરંતુ આ બે અશુભ ગ્રહોની ખરાબ નજરથી પણ ભક્તોનું રક્ષણ થાય છે.
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti, Rahu Dosh Nivaran