Home /News /dharm-bhakti /Chaitra Navratri 2023: પંચકમાં શરુ થઇ રહી ચૈત્ર નવરાત્રિ, જાણો પૂજા-વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રી

Chaitra Navratri 2023: પંચકમાં શરુ થઇ રહી ચૈત્ર નવરાત્રિ, જાણો પૂજા-વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રી

ચૈત્ર નવરાત્રિ 2023

Chaitra Navratri in Panchak: આ વર્ષે પંચકમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. પંચકના 5 દિવસ દરમિયાન શારીરિક પીડાની આશંકા રહે છે. પંચક દરમિયાન શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે, પરંતુ તમે પૂજા કરી શકો છો. તો આવો જાણીએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કેવી રીતે કરવી.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં માતા દુર્ગાને શક્તિની અધિષ્ઠાત્રી દેવું અને ભગવાન શિવની અર્ધાંગિનીના રૂપમાં પૂજવામાં આવે છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ અનેક પ્રયાસ કરે છે, પરંતુ નવરાત્રિના સમયે પુરી શ્રદ્ધા સાથે જો માતા દુર્ગાની આરાધના કરવામાં આવે તો પોતાના ભક્તો પર પ્રસન્ન થઇ પોતાની કૃપા બનાવી રાખે છે. થોડા સમયમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. 22 માર્ચના દિવસે ચૈત્ર નવરાત્રિનો આરંભ થઇ જશે, આ વર્ષે ચૈત્ર નવરાત્રિની શરૂઆત પંચકમાં થઇ રહી છે, આ પંચક 19 માર્ચ રવિવારે શરુ થઇ 23 માર્ચ ગુરુવાર સુધી રહેશે. જો કે આ પંચક નવરાત્રિમાં બે દિવસ જ રહેશે. આ પંચક રોગ પંચક છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

ચૈત્ર નવરાત્રિમાં પૂજા વિધિ

દેવી દુર્ગાની પૂજા કરતી વખતે સાચા હૃદય અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ચૈત્ર નવરાત્રિની શરૂઆતમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને તમારા ઘરના પૂજા સ્થાન પર ગંગાજળ છાંટો અને તેને શુદ્ધ કરો. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. માતા દુર્ગાને ગંગાજળથી અભિષેક કરો. આ પછી માતાને અક્ષત, સિંદૂર, લાલ રંગના ફૂલ અર્પિત કરો. પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ ચઢાવો. ધૂપ અને દીપ પ્રગટાવીને માતા દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને માની આરતી કરો. માતાને ચઢાવવામાં આવેલ ભોગને પ્રસાદ તરીકે અન્ય લોકોમાં વહેંચો.

આ પણ વાંચો:  3 શુભ યોગોમાં થશે ચૈત્ર નવરાત્રિનો શુભારંભ, લાભ-ઉન્નતિ મુહૂર્તમાં કરો કળશ સ્થાપના

પૂજા સામગ્રી

1. લાલ ચૂંદડી
2. લાલ કપડું
3. મોલી
4. શૃંગારનું સામાન
5. દીપક
6. ઘી
7. ધૂપ
8. નાળિયેર
9. અક્ષત
10. કુમકુમ
11. લાલ ફૂલો
12. માતાની પ્રતિમા
13. પાન અને સોપારી
14. લવિંગ
15. એલચી
16. બતાશે અથવા મિશ્રી
17. કપૂર
18. ફળ
19. મીઠાઈઓ
20. કલાવ

આ પણ વાંચો:  શુક્રવારે વાળ ધોવા કે નખ કાપવા જોઈએ? જાણો આ દિવસે શું કરવું અને શું ન કરવું?



શુભ સમય

આ વર્ષે નવરાત્રિ શુક્લ યોગમાં શરૂ થશે. જે સવારે 9:18 સુધી ચાલશે. આ પછી બ્રહ્મયોગ થશે. આ યોગ સવારે 9:19 થી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી રહેશે. આ દિવસે બ્રહ્મ યોગ પછી ઈન્દ્રયોગ પણ થવાનો છે અને આ સમૂહમાં મા દુર્ગાની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti, Navratri Culture