Home /News /dharm-bhakti /Chaitra Navratri Day 3: ત્રીજા દિવસે કરો મા ચંદ્રઘંટાની પૂજા, જાણો વિધિ-મૂહુર્ત, મંત્ર અને મહત્વ

Chaitra Navratri Day 3: ત્રીજા દિવસે કરો મા ચંદ્રઘંટાની પૂજા, જાણો વિધિ-મૂહુર્ત, મંત્ર અને મહત્વ

ચૈત્ર નવરાત્રિ ત્રીજો દિવસે

Chaitra Navratri day 3 Chandraghanta Puja: ચૈત્ર નવરાત્રિનો ત્રીજો દિવસે મા ચંદ્રઘંટાને સમર્પિત છે. જે 24 માર્ચ એટલે આજે ઉજવવામાં આવી રહ્યો છે. જે લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ છે તેઓએ આ શુભ દિવસે ઉપવાસ કરવો જોઇએ. ચાલો જાણીએ આ દિવસનું પૂજા મુહૂર્ત અને મહત્વ.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: હિંદુ ધર્મ (Hindu Religion)માં નવરાત્રીનું ધાર્મિક મહત્વ (Importance of Navaratri) ખૂબ જ વધારે છે. ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિને ચૈત્ર નવરાત્રિ (Chaitra Navaratri 2023) તરીકે ઓળખવામાં આવે છે. દેશભરમાં મોટી સંખ્યામાં ભક્તો આ તહેવારને ખૂબ જ ધામધૂમથી મનાવે છે. ભક્તો આ શુભ દિવસો દરમિયાન પ્રાર્થના કરે છે અને ઉપવાસ પણ રાખે છે. નવરાત્રિનો ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટા (Goddesses Chandraghanta)ને સમર્પિત છે, જે 24 માર્ચ, 2023 એટલે આજે છે.

ચૈત્ર નવરાત્રિ 2023ના ત્રીજા દિવસની તિથિ અને સમય

તૃતીયા તિથિ 23 માર્ચ, 2023ના રોજ સાંજે 6.23 કલાકે શરૂ થશે અને 24 માર્ચ, 2023ના રોજ સાથે 5.02 કલાકે પૂર્ણ થશે.

કંઇક આવું છે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ

દેવી ચંદ્રઘંટાને આ વિશ્વમાં ન્યાય અને શિસ્તની દેવી માનવામાં આવે છે. તેઓ માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે. ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી દેવીએ તેમના કપાળ પર અર્ધ ચંદ્ર લગાવવાનું શરૂ કર્યું હતું. તેથી જ દેવી પાર્વતીને મા ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. દેવી ચંદ્રઘંટા સિંહ પર સવારી કરે છે જે ધર્મનું પ્રતિક છે.

મા ચંદ્રઘંટાના શરીરનો રંગ તેજસ્વી સોનેરી છે. તેમને દસ હાથ અને 3 આંખો છે અને તેમણે એક હાથમાં અનેક શસ્ત્રો જેવા કે ત્રિશુલ, ગદા, તલવાર, બાણ-ધનુષ્ય, કંડલ અને બીજા હાથમાં કમળનું ફૂલ અને જપમાળા ધારણ કરી છે. તેમના કપાળ પર ઘંટ આકારમાં ચંદ્ર છે. તેનો પાંચમો ડાબો હાથ વરદ મુદ્રામાં છે અને પાંચમો જમણો હાથ અભય મુદ્રામાં છે.

મા ચંદ્રઘંટાનો મહિમા

મા ચંદ્રઘંટા સૂર્ય ગ્રહની સ્વામિની છે અને તેઓ સૂર્યના અધિપતિ છે. દેવી પાર્વતીનું ચંદ્રઘંટા સ્વરૂપ શાંતિપ્રિય છે અને જે ભક્તો તેમની સાચા મન અને આશયથી પૂજા કરે છે, માતા તેમને સુખ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.

એવી માન્યતા છે કે તેમના કપાળ પરના ચંદ્રઘંટનો અવાજ નકારાત્મકતાને દૂર કરે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. તેઓ મણિપુરા ચક્રની દેવી છે, જે નાભિ પર સ્થિત છે. તેથી જે લોકો આધ્યાત્મિકતા અને યોગમાં પ્રવેશ કરવા ઇચ્છે છે તેઓએ નવરાત્રિના દિવસોમાં ધ્યાન શરૂ કરવું શ્રેષ્ઠ છે.

જ્યોતિશાસ્ત્ર મુજબ, જે લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ છે અથવા તેમના પિતા અથવા પિતૃત્વના લોકો સાથે સારા સંબંધો ધરાવતા નથી, તેઓએ આ શુભ દિવસે ઉપવાસ કરવો જોઇએ અને આ સમસ્યાને દૂર કરવા માટે માતા ચંદ્રઘંટાની પૂજા કરવી જોઇએ.

આ પણ વાંચો:  નવરાત્રિમાં કરો આ ઉપાય, દૂર થશે રાહુ-કેતુ દોષ અને ગ્રહો પણ થશે શાંત

પૂજા વિધિ

- સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. દેશી ઘી દ્વારા દીવો પ્રગટાવવો અને ફૂલ કે માળા ચઢાવો.

- સિંદૂર અથવા કુમકુમ, શૃંગારની વસ્તુઓ અને ઘરે બનાવેલી મીઠાઇઓ માતાને અર્પણ કરો.

- દુર્ગા સપ્તશતી પાઠ અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

- સાંજે ભોગ પ્રસાદ ચઢાવો અને ત્યાર બાદ મા દુર્ગા આરતીનો જાપ કરો.

- સાત્વિક ભોજન કરીને ઉપવાસ પૂર્ણ કરો.

- ડુંગળી, લસણ અને અન્ય તામસિક ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઇએ.

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં લવિંગના 7 સરળ ઉપાય, ગ્રહદોષથી મળશે મુક્તિ, આર્થિક તંગી પણ થશે દૂરઆ વસ્તુઓ ખાઇ શકો છો

સાબુદાણા ટીક્કી, સાબુદાણીની ખીર, સામા (મોરૈયા)ની ખીર, કુટ્ટુ પકોડી, તળેલા બટેકાની ચિપ્સ, મખાનાની ખીર, દુધની બનાવટો વગેરે.

મા ચંદ્રઘંટા મંત્ર

"पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता। प्रसादं तनुते मह्यां चन्द्रघण्टेति विश्रुता॥"
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો