Home /News /dharm-bhakti /Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરે લઈ આવો આ 5 શુભ વસ્તુઓ, છલકાઈ જશે ધનનો ભંડાર

Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરે લઈ આવો આ 5 શુભ વસ્તુઓ, છલકાઈ જશે ધનનો ભંડાર

ચૈત્ર નવરાત્રિ 2023

Chaitra Navratri 2023 Upay: ચૈત્ર નવરાત્રિથી આગામી નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આમાં મા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવાનું વિધાન છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 22 માર્ચથી શરૂ થઈ રહી છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થવાની છે. આ દિવસથી હિન્દુ ધર્મના નવા વર્ષની શરૂઆત પણ થાય છે. ચૈત્ર નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપો મા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 22 માર્ચથી શરૂ થશે. જ્યોતિષીઓ મુજબ ચૈત્ર નવરાત્રિ પહેલા તમારા ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ. તેમજ ઘરમાં શુભતા વધારવા માટે કેટલીક ખાસ વસ્તુઓ લાવવી જોઈએ. અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.

સોના કે ચાંદીનો સિક્કો લઈ આવો

નવરાત્રિ દરમિયાન ઘરમાં સોના કે ચાંદીનો સિક્કો લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સિક્કા પર માતા લક્ષ્મી કે ભગવાન ગણેશની તસવીર હોય તો તે ખૂબ જ શુભ રહેશે. આવો સિક્કો લઈને તમારા ઘરના મંદિરમાં તેની સ્થાપના કરો.

રૂમમાં પિત્તળનો હાથી

બેઠક રૂમમાં પિત્તળનો નાનો હાથી રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. પિત્તળનો હાથી નકારાત્મક ઊર્જાને તો દૂર રાખે જ છે, સાથે સાથે સફળતાનો માર્ગ પણ ખોલે છે. ચૈત્ર નવરાત્રિમાં તમે આવો હાથી ઘરે લાવી શકો છો. પરંતુ આ હાથીની સૂંઢ ઉપરની તરફ હોય તેનું ધ્યાન રાખો.

શ્રી યંત્ર પણ લાવી શકો

ચૈત્ર નવરાત્રિમાં તમે ખાસ ધાતુઓથી બનેલા શ્રી યંત્ર પણ લાવી શકો છો. સોનામાંથી બનેલું શ્રીયંત્ર હંમેશા અસરકારક હોવાનું કહેવાય છે. ચાંદીના શ્રી યંત્રની શુભ અસર 11 વર્ષ સુધી રહે છે. જ્યારે તાંબાથી બનેલી શ્રી યંત્રની શક્તિ 2 વર્ષ પછી પૂરી થાય છે. તમે તમારી ક્ષમતા અનુસાર કોઈપણ શ્રીયંત્રને ઘરે લાવી શકો છો.

આ પણ વાંચો: Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રિ પર ઊઘડી જશે ભાગ્ય, માત્ર કરો આટલું

સોળ શૃંગાર લાવવો ખૂબ જ શુભ

નવરાત્રિ પહેલા ઘરમાં સોળ શૃંગારની વસ્તુઓ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સામગ્રીને ઘરના મંદિરમાં રાખવાથી માતા દુર્ગાની કૃપા હંમેશા રહે છે અને પતિને દીર્ધાયુષ્યનું વરદાન પણ મળે છે.

કમળ પર બેઠેલા લક્ષ્મી માતાજીની તસવીર

ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવવા માટે નવરાત્રિમાં કમળ પર બિરાજમાન માતા લક્ષ્મીની તસવીર લાવો. તેમના હાથમાંથી પૈસાની વર્ષા થઇ રહી હોય તે પણ જરૂરી છે.

આ પણ વાંચો:  ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસમાં ભૂલથી પણ ન કરતા આ 8 કામ, જાણી લો નિયમો



ઘટસ્થપનાનું મુહૂર્ત

ચૈત્ર નવરાત્રી 22 માર્ચ, બુધવારથી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રીમાં પ્રતિપદા તિથિ પર ઘટસ્થપના થાય છે. ચૈત્ર પ્રતિપદા તિથિ 21 માર્ચે રાત્રે 10.52 વાગ્યાથી બીજા દિવસે એટલે કે 22 માર્ચે રાત્રે 08.20 વાગ્યા સુધી રહેશે. ઘટસ્થાપનાનું મુહૂર્ત 22 માર્ચના રોજ સવારે 06:23 થી 07:32 વાગ્યા સુધી શરૂ થશે. એટલે કે ઘટસ્થાપના માટે તમને કુલ 01 કલાક 09 મિનિટનો સમય મળશે.
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti