Home /News /dharm-bhakti /Navratri 2023: નવરાત્રિમાં થાય છે અનેક શુભ કાર્યો, પરંતુ શા માટે નથી કરવામાં આવતા લગ્ન, જાણો કારણ
Navratri 2023: નવરાત્રિમાં થાય છે અનેક શુભ કાર્યો, પરંતુ શા માટે નથી કરવામાં આવતા લગ્ન, જાણો કારણ
શા માટે ચૈત્ર નવરાત્રિમાં નથી થતા લગ્ન
Navratri 2023 marriage: ચૈત્ર નવરાત્રિ 22 માર્ચથી 30 માર્ચ 2023 સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં ઘણા શુભ કાર્યો હોય છે, પરંતુ આ સમય દરમિયાન લગ્ન નથી કરવામાં આવતા. આવો જાણીએ શું છે આની પાછળ શું છે કારણ.
ધર્મ ડેસ્ક: હિંદુ ધર્મ (Hindu Religion)માં નવરાત્રિ સૌથી પાવન અને પવિત્ર માનવામાં આવતો તહેવાર છે. ચૈત્ર નવરાત્રિ (Chaitra Navaratri 2023) 22 માર્ચથી 30 માર્ચ 2023 સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં ઘણા શુભ કાર્યો હોય છે, પરંતુ આ સમય દરમિયાન લગ્ન નથી (why cannot get married during Navaratri) કરવામાં આવતા. આવો જાણીએ શું છે આની પાછળનું કારણ. નવરાત્રીના 9 દિવસ શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ગૃહ પ્રવેશ, ભૂમિ પૂજન, મુંડન વગેરે શુભ કાર્યો કરે છે. કહેવાય છે કે દેવીના આશીર્વાદથી આ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.
કહેવાય છે કે, નવરાત્રિના નવ દિવસ માતાનો પ્રભાવ વધુ હોય છે. માન્યતા છે કે, આ દિવસોમાં શક્તિ સાધના કરવાથી મા દુર્ગા ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે. ધાર્મિક ગ્રંથોમાં મા દુર્ગાની પૂજા માટે કડક નિતી નિયમો આપવામાં આવ્યા છે. આ સમયે પૂજાનું ફળ ત્યારે જ મળે છે, જ્યારે શરીર અને મન બંનેમાંથી પવિત્રતા જળવાઈ રહે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, માં દુર્ગા નવરાત્રિમાં પૃથ્વી પર આવે છે અને માતા દરેક ઘરમાં નિવાસ કરે છે, તેથી સ્ત્રી સાથે સહવાસ કરવો યોગ્ય નથી અને લગ્નનો મુખ્ય હેતુ બાળકો પેદા કરવાનો છે. આ જ કારણ છે કે નવરાત્રિમાં લગ્ન નથી થતા. નવરાત્રિ વાહન ખરીદવા, નવો ધંધો શરૂ કરવા, નોકરી બદલવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, આનાથી આ કાર્યો વધે છે અને જીવનમાં ખુશીઓ આવે છે.
લગ્ન સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે, જે નવરાત્રિ દરમિયાન વર્જિત માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણ અનુસાર, જે ભક્ત નવરાત્રીનું વ્રત કરે છે, તેમણે દિવસ દરમિયાન ન સૂવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દિવસ દરમિયાન સૂવાથી ઉપવાસનું ફળ મળતું નથી. જો તમે ઉપવાસ ન કરતા હોય તો પણ કેટલીક વસ્તુઓ તમારા માટે વર્જિત છે. જેમ કે નવરાત્રિમાં દારૂ, તમાકુ વગેરેનું સેવન ન કરવું જોઈએ.
આમ તો નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન લોકો ફળ ખાય છે, પરંતુ ઉપવાસ ન કરતા હોય તો પણ સાત્વિક ભોજન જ ખાવું જોઇએ. માંસ, આલ્કોહોલ, લસણ-ડુંગળી વગેરેનું સેવન કરવાનું ટાળો. નવરાત્રીના નવ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર