Home /News /dharm-bhakti /Maha navami: આજે મહાનવમી, માતા સિદ્ધિદાત્રીની પૂજા માટે આ છે શ્રેષ્ઠ મુહૂર્ત, અહીં જાણો મંત્ર અને આરતી
Maha navami: આજે મહાનવમી, માતા સિદ્ધિદાત્રીની પૂજા માટે આ છે શ્રેષ્ઠ મુહૂર્ત, અહીં જાણો મંત્ર અને આરતી
મહાનવમીના દિવસે કરો માતા સિદ્ધિદાત્રી પૂજા
Chaitra navratri 2023 Mahanavami: નવરાત્રિમાં મહાઅષ્ટમી અને મહાનવમીનું વિશેષ મહત્વ છે. નવરાત્રિના છેલ્લા દિવસે માતા દુર્ગાના નવમાં રૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મા સિદ્ધિદાત્રી ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ભક્તોને યશ, શક્તિ અને સંપત્તિ આપે છે.
ધર્મ ડેસ્ક: નવરાત્રિમાં નવ દિવસ જગત માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે. જેમાં મહાઅષ્ટમી અને મહાનવમીનું વિશેષ મહત્વ છે. મહાનવમીએ નવરાત્રિ પૂર્ણ થઈ જશે. છેલ્લા દિવસે માતા દુર્ગાના નવમાં રૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મા સિદ્ધિદાત્રી ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ભક્તોને યશ, શક્તિ અને સંપત્તિ આપે છે.
શાસ્ત્રોમાં માં સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવી છે. માં સિદ્ધિદાત્રીના સ્વરૂપ ભવ્ય છે. તેમના ચાર હાથ છે. માતાના હાથમાં શંખ, ગદા, કમળનું ફૂલ અને ચક્ર છે. માં સિદ્ધિદાત્રીને માતા સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. મહાનવમીએ બાળાઓની પૂજા પણ કરવામાં આવે છે. માન્યતાઓ મુજબ, નવમીના દિવસે કન્યા પૂજન કરવાથી ભક્તને શુભ ફળ મળે છે. અહીં નવમીના શુભ મુહૂર્ત, મહત્વ, શુભ રંગો, પ્રસાદ અને પૂજા વિધી અંગે જાણકારી આપવામાં આવી છે.
માતાજીની પૂજા વિધિ
- સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો.
- માતાજીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો.
- સ્નાન કર્યા પછી ફૂલો ચઢાવો.
- સાથે જ માતાજી પર રોલી કુમકુમ લગાવો.
- માતાજીને મીઠાઈ અને પાંચ પ્રકારના ફળ ચઢાવો.
- બને તેટલું વધુ સ્કંદમાતાનું ધ્યાન ધરવું.
- માતાજીની આરતી જરૂર કરો
શુભ મુહૂર્તો
બ્રહ્મ મુહૂર્ત - સવારે 04:41થી 05:28
અભિજીત મુહૂર્ત - બપોરે 12:01થી 12:51 વાગ્યા સુધી
વિજય મુહૂર્ત - બપોરે 02:30થી 03:19 વાગ્યા સુધી
સંધ્યા મુહૂર્ત - સાંજે 06:36થી 07:00 વાગ્યા સુધી
અમૃત કાળ - રાત્રે 08:18થી 10:06 વાગ્યા સુધી
નિશિતા મુહૂર્ત - 31 માર્ચ રાત્રે 12:02 વાગ્યાથી 12:48 સુધી
નવરાત્રિના નવમા દિવસે માં સિદ્ધિદાત્રીએ મોસમી ફળો, ચણા, પુરી, ખીર, નારિયેળ અને હલવો વગેરેનો પ્રસાદ ચઢાવવો જોઈએ. આમ કરવાથી માં સિદ્ધિદાત્રી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવતા હોવાની માન્યતા છે.
પૂજા મંત્ર
सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि। सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥