Home /News /dharm-bhakti /Chaitra Navratri 2023 : મહા અષ્ટમીના દિવસે ભૂલ્યા વિના કરી લેજો આ અસરકારક ઉપાય, આખુ વર્ષ ધમધોકાર ચાલશે ધંધો-રોજગાર
Chaitra Navratri 2023 : મહા અષ્ટમીના દિવસે ભૂલ્યા વિના કરી લેજો આ અસરકારક ઉપાય, આખુ વર્ષ ધમધોકાર ચાલશે ધંધો-રોજગાર
ધાર્મિક માન્યતા છે કે મહાઅષ્ટમીએ માતાજીની પૂજા ઉપાસના કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
Chaitra Navratri 2023 Upay: મહા અષ્ટમીના દિવસે વિશેષ ધૂમ રહે છે. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા દુર્ગાના નિમિત્તે ઉપવાસ કરે છે. ધાર્મિક માન્યતા છે કે મહાઅષ્ટમીએ માતાજીની પૂજા ઉપાસના કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
Chaitra Navratri 2023 Upay: ચૈત્ર નવરાત્રી 30 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન માતાજીના વિભિન્ન સ્વરૂપોની પૂજા-ઉપાસના ભક્તિ ભાવથી કરવામાં આવે છે. ખાસ કરીને મહાઅષ્ટમીના દિવસે વિશેષ ધૂમ રહે છે. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા દુર્ગાના નિમિત્તનો ઉપવાસ કરે છે.
ધાર્મિક માન્યતા છે કે મહા અષ્ટમીએ માતાજીની પૂજા ઉપાસના કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ તરત જ પૂરી થઇ જાય છે. સાથે જ ઘરમાં ધનનું આગમન થાય છે. જો તમે પણ તમારા રોજગાર અને વ્યવસાયમાં પ્રગતિ મેળવવા ઇચ્છતા હોય તો મહાઅષ્ટમીના દિવસે નાગરવેલના પાનનો આ અસરકારક ઉપાય જરૂર કરજો.
જો તમે ઉધારના બોજ હેઠળ દબાયેલા છો અને આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો તો નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક નાગરવેલના પાન પર એક ઇલાયચી અને એક લવિંગ મૂકીને તેનું બીડુ બનાવી લો. હવે પાનનું બીડુ મા દુર્ગાના ચરણોમાં અર્પિત કરી દો. આ ઉપાય કરવાથી દેવાની સમસ્યા જલ્દી દૂર થઇ જશે.
જો તમે કરિયરમાં સફળતા મેળવવા માંગો છો, તો મહાઅષ્ટમીના દિવસે નાગરવેલના પાન પર સરસિયાના તેલના કેટલાંક ટીપાં નાંખીને મા દુર્ગાને ભેટ ધરો. આ ઉપાય કરવાથી કરિયરમાં જરૂર સફળતા મળે છે. સાથે જ નોકરીના પણ યોગ બને છે.
પતિ-પત્ની વચ્ચે અણબનાવ અને લડાઇ-ઝગડા દૂર કરવા માટે મહાઅષ્ટમીના દિવસે નાગરવેલના પાન પર સિંદૂરથી જય શ્રી રામ લખીને કોઇ રામ મંદિરમાં જઇને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરી દો.
માતાજીની કૃપા મેળવવા માટે મહાઅષ્ટમીના દિવસે નાગરવેલના પાનનો વિશેષ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી ધનનું પણ આગમન થાય છે. સાથે જ જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. તેના માટે નાગરવેલના પાન પર ગુલાબની પાંખડીઓ મૂકીને માતાજીને અર્પિત કરો. આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.
વેપારમાં પ્રગતિ મેળવવા માટે મહા અષ્ટમીએ પીપળા, આંબા અને નાગરવેલના પાનને દોરામાં પોરવીને કાર્યસ્થળની પૂર્વ દિશામાં બાંધી દો. આ ઉપાય કરવાથી વેપારમાં જલ્દી જ ફાયદો થશે. ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગાને દરરોજ નાગરવેલના પાન ભેટ ધરો. તેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર