Home /News /dharm-bhakti /Chaitra Navratri 2023: ક્યારે છે દુર્ગાષ્ટમી, મહાનવમી અને કન્યા પૂજન? નોટ કરી લો મહત્વપૂર્ણ તિથિઓ અને શુભ મુહૂર્ત

Chaitra Navratri 2023: ક્યારે છે દુર્ગાષ્ટમી, મહાનવમી અને કન્યા પૂજન? નોટ કરી લો મહત્વપૂર્ણ તિથિઓ અને શુભ મુહૂર્ત

ચૈત્ર નવરાત્રિ 2023

Durga Ashtami 2023 Navratri: 22 માર્ચથી ચૈત્ર નવરાત્રિ નો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર શુક્લ અષ્ટમીના રોજ દુર્ગા અષ્ટમી અને નવમી તિથિના દિવસે મહાનવમી ઉજવવામાં આવે છે. આ બે તિથિએ કન્યા પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી, મહાનવમી અને કન્યા પૂજા કયા દિવસે છે અને તે દિવસના શુભ મુહૂર્ત અને યોગ કયા છે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: ચૈત્ર નવરાત્રિ 22 માર્ચે શરુ થઇ રહી છે. આ દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે અને માતા શૈલપુત્રીની પૂજા થશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ દિવસની હશે. નવરાત્રિના નવ દિવસ ખુબ શુભ માનવામાં આવે છે, પરંતુ પ્રથમ દિવસ, અષ્ટમી અને નવમી વિશેષ માનવામાં આવે છે. ચૈત્ર શુક્લ અષ્ટમીના રોજ દુર્ગા અષ્ટમી હોય છે અને નવમી તિથિએ મહાનવમી હોય છે. આ બે તિથિઓમાં કન્યા પૂજા કરવામાં આવે છે. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય પુરીના જ્યોતિષાચાર્ય ડો.ગણેશ મિશ્રા પાસે જાણીએ છે કે આ વર્ષે નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી, મહાનવમી અને કન્યા પૂજા કયા દિવસે છે અને આ દિવસના શુભ મુહૂર્ત કયા-કયા છે.

ક્યારે છે ચૈત્ર નવરાત્રિની દુર્ગાષ્ટમી?

આ વર્ષે ચૈત્ર નવરાત્રિની દુર્ગા અષ્ટમી 29 માર્ચ બુધવારે છે. આ દિવસે ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ રાત્રે 09:07 કલાકે છે. મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમીના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મા મહાગૌરી એ મા દુર્ગાનો આઠમો અવતાર છે.

દુર્ગા અષ્ટમીના દિવસે રવિ યોગ અને શોભન યોગ રચાય રહ્યા છે. રવિ યોગ રાત્રે 08:07થી બીજા દિવસે સવારે 06:14 સુધી છે. આ દિવસે વહેલી સવારથી મોડી રાત 12:13 સુધી શોભન યોગ છે.

આ પણ વાંચો:આ વર્ષે હોડી પર સવાર થઇ આવશે મા દુર્ગા, 110 વર્ષ બાદ બની રહ્યો આ મહાસંયોગ

મહાનવમી ક્યારે છે?

આ વર્ષે ચૈત્ર નવરાત્રિની મહાનવમીનું વ્રત 30 માર્ચે છે. આ દિવસે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ છે, જે રાત્રે 11.30 વાગ્યા સુધી રહેશે. મહાનવમી અથવા દુર્ગા નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેઓ મા દુર્ગાનો 9મો અવતાર છે. તેઓ તમામ પ્રકારની સિદ્ધિઓ આપનાર છે.

મહાનવમીના દિવસે 4 શુભ યોગ બની રહ્યા છે. દુર્ગા નવમી પર દિવસભર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ છે. ગુરુ પુષ્ય યોગ રાત્રે 10:59 થી સવારે 06:13 સુધી છે. અમૃત સિદ્ધિ યોગ પણ 10:59 PM થી 06:13 AM સુધી છે.

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરે લઈ આવો આ 5 શુભ વસ્તુઓ, છલકાઈ જશે ધનનો ભંડાર



કન્યા પૂજા ક્યારે છે?

નવરાત્રિના દુર્ગા અષ્ટમી અને મહાનવમીના દિવસોમાં કન્યા પૂજા કરવાનું વિધાન છે. તમારે ત્યાં જે દિવસે કન્યા પૂજા થાય છે એ તિથિએ કન્યા પૂજા કરો. કન્યાઓને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી જ નવરાત્રિ દરમિયાન તેમની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. આવી સ્થિતિમાં 29 માર્ચ અને 30 માર્ચે કન્યા પૂજા થશે.
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti, Navratri

विज्ञापन