Chaitra Navratri 2023 Grah yog: આ વર્ષે ચૈત્ર નવરાત્રનો આરંભ ગ્રહોના કેટલાક શુભ સંયોગ સાથે થઇ રહ્યો છે. આ સંયોગમાં દેવીમાની આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ આ શુભ યોગો વિષે...
ધર્મ ડેસ્ક: ચૈત્ર શુક્લ પ્રતિપ્રદા ગુડી પાડવા પર 22 માર્ચે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રનો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ સંયોગમાં દેવીમાની આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વિશેષએ છે કે ચંદ્ર ગુરુ આદિત્ય યોગમાં દેવીમાની આરાધનાનો આ પર્વ શરુ થશે. જ્યોતિષાચાર્ય પંડિત. અમર ડબ્બાવાલા હિન્દી ન્યુઝ વેબસાઈટ નઈદુનિયાને જણાવે છે કે ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની પોતાની ગતિ હોય છે. એવામાં જો તહેવાર અથવા પર્વ કાળનો વિશેષ આરંભ હોય તો એને વિશેષ સંયોગના અનુક્રમ સાથે જોડવામાં આવે છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રનો આરંભ બુધવારના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર, શુક્લ ઉપરાંત બ્રમ્હ યોગ, કિંસ્તુઘ્ન કરણ ઉપરાંત બાલવ તથા મીન રાશિમાં ચંદ્ર સાક્ષી થઇ રહ્યા છે. આ એટલું જ નહિ ગ્રહ ગોચરની ગણનાથી જોઈએ તો મીન રાશિ પર ચંદ્ર, ગુરુની ત્રિગ્રહ યુતિ પણ રહેશે. ચંદ્ર, ગુરુ, સૂર્યનો સંયોગ પોતાનામાં વિશેષ માનવામાં આવે છે. ગુરુ આદિત્ય સાથે ચંદ્રનું હોવું ધર્મન અધ્યાત્મની દ્રષ્ટિએ વિશેષ માનવામાં આવે છે. આ સનાતન ધર્મને આગળ વધારવા વાળા યોગ પણ કહેવામાં આવે છે. આ દ્રષ્ટિથી આ નવરાત્રિ ખાસ છે.
ગ્રહોના પરિભ્રમણની એક અલગ જ વ્યવસ્થા હોય છે. આ ગણનાના આધાર પર આપણે જોઈએ તો બૃહસ્પતિનું રાશિ ચક્ર એટલે બૃહસ્પતિનું એક રાશિમાં પરિભ્રમણ લગભગ એક વર્ષ સુધી થાય છે. એટલે ગુરુને એ જ રાશિમાં પરત આવતા એક વર્ષ લાગે છે. આ દ્રષ્ટિથી મીન રાશિ પર બૃહસ્પતિનું પુનઃ પરિભ્રમણ અનુક્રમે 12 વર્ષ પછી બની રહ્યું છે. ચૈત્ર નવરાત્રિનો આરંભ મીન રાશિના સૂર્ય સાથે જ વિશેષ રૂપથી સબંધ હોય છે. આ દ્રષ્ટિથી ગુરુ આદિત્ય યોગ બન્યો, આ યોગ વિશેષ માન્યતા રાખે છે કારણ કે આ યુગમાં ધર્મ અધ્યાત્મના નવા અનુસંધાન અને યુગ પરિવર્તનની ક્ષમતા હોય છે આ દ્રષ્ટિએ આ યોગ મહત્વનો છે.
સર્વાર્થસિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ ક્યારે-ક્યારે
- 23 માર્ચ સવારે 6.32થી 24 માર્ચ દિવસભર સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે - 27 માર્ચ સવારથી 28 બપોરે 1.27 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગની સાથે ગુરુ પુષ્યનો મહાન સંયોગ બનશે. નવા કાર્યોની શરૂઆત અને ખરીદી માટે આ સમય શુભ રહેશે.
દેશના 52 શક્તિપીઠોમાંની એક હરસિદ્ધિમાં ચૈત્ર નવરાત્રિના નવ દિવસે માતા હરસિદ્ધિની વિશેષ પૂજા અને દરરોજ શણગાર કરવામાં આવશે. સાંજે ભક્તોના સહયોગથી સામૂહિક દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. સામૂહિક દીપ પ્રગટાવવા માટે ભક્તો મંદિર કાર્યાલયમાં રૂ.3100માં બુકિંગ કરાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર