Home /News /dharm-bhakti /Durga Ashtami 2023: નવરાત્રીના આઠમા દિવસે કરો દેવી મહાગૌરીની પૂજા, જાણો વિધી, મુહૂર્ત અને મહત્વ

Durga Ashtami 2023: નવરાત્રીના આઠમા દિવસે કરો દેવી મહાગૌરીની પૂજા, જાણો વિધી, મુહૂર્ત અને મહત્વ

ચૈત્ર નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે મનાવે છે.

દ્રિક પંચાંગ અનુસાર, નવદુર્ગા દેવી પાર્વતીની જીવન અવસ્થા છે, જેને તમામ દેવતાઓમાં સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. નવરાત્રીના સાતમા દિવસે માઁ કાલરાત્રિની પૂજા કર્યા પછી લોકો ચૈત્ર નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે મનાવે છે. નવરાત્રિમાં આ દિવસનું વિશેષ મહત્વ છે.

વધુ જુઓ ...
Chaitra Navratri 2023 Durga Ashtami: ચૈત્ર નવરાત્રીનુ મહત્વ ખૂબ જ અનેરૂ છે. હિંદુઓ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક એટલે ચૈત્રી નવરાત્રી. નવરાત્રી માઁ દુર્ગા અને તેના નવ સ્વરૂપોને સમર્પિત છે, જેમને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલનારા તહેવાર દરમિયાન માઈ ભક્તો દેવીઓ અને નવદુર્ગાની પ્રાર્થના કરે છે.

દ્રિક પંચાંગ અનુસાર, નવદુર્ગા દેવી પાર્વતીની જીવન અવસ્થા છે, જેને તમામ દેવતાઓમાં સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. નવરાત્રીના સાતમા દિવસે માઁ કાલરાત્રિની પૂજા કર્યા પછી લોકો ચૈત્ર નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે મનાવે છે. નવરાત્રિમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. અષ્ટમી દરમિયાન લોકો દેવી મહાગૌરીની પૂજા કરે છે અને કંજક અથવા કન્યા પૂજન, સંધી પૂજા, મહાસ્નાન અને અન્ય વિધીઓ સહિત અનેક ધાર્મિક વિધિઓ કરે છે.

આ પણ વાંચો:  Ram Navami 2023: રામ નવમી પર ઉઘડી જશે આ 3 રાશિઓના ભાગ્ય, મળશે અદ્ભૂત યોગનો લાભ

કોણ છે મહાગૌરી


દ્રિક પંચાંગ અનુસાર, દેવી શૈલપુત્રીનો વર્ણ ખૂબ જ ગોરો હતો અને તે ખૂબ જ સુંદર હતી. તેમની સુંદરતાના કારણે તેમને દેવી મહાગૌરી તરીકે ઓળખાવામાં આવે છે. માતા ગૌરીની સવારી બળદ છે. તેથી જ તેઓ વૃષરુઢા તરીકે પણ ઓળખાય છે. માતાને ચાર હાથ સાથે દર્શાવવામાં આવે છે, જેમાં એકમાં ત્રિશુલ અને જમણા હાથે તે અભય મુદ્રા બનાવે છે અને ડાબા હાથમાં ડમરુ અને અન્ય વરદ મુદ્રામાં રહે છે.

દેવી મહાગૌરી રાહુ ગ્રહ પર શાસન કરે છે અને તે શુદ્ધતા, શાંતિનું પ્રતીક છે. માં મહાગૌરીને તેમના ગોરા રંગને કારણે શંખ, ચંદ્ર અને કુંદના સફેદ ફૂલ સાથે પણ સરખાવવામાં આવે છે. તે માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે અને તેથી તે શ્વેતામ્બરધરા તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો:  Chaitra Navaratri 2023: નવરાત્રિમાં નારિયેળના આ ગજબ ઉપાય બનાવશે માલામાલ, ચારે તરફથી આવશે રૂપિયા

મહાઅષ્ટમી પૂજાનો શુભ મુહૂર્ત


આ વર્ષે ચૈત્ર નવરાત્રી મહાષ્ટમી 30 માર્ચે ઉજવવામાં આવી રહી છે. દ્રિક પંચાંગ અનુસાર, અષ્ટમી તિથિ 28 માર્ચે સાંજે 7:02 કલાકે શરૂ થશે અને 29 માર્ચે રાત્રે 9:07 કલાકે સમાપ્ત થશે.

ચૈત્ર નવરાત્રીમાં અષ્ટમી પૂજા વિધી


અષ્ટમીના દિવસે માઈ ભક્તો તેમના દિવસની શરૂઆત મહાસ્નાન કરી પોતાને અશુદ્ધિઓથી શુદ્ધ કરી અને નવા વસ્ત્રો પહેરીને કરતા હોય છે. લોકો અષ્ટમી પર નવ કુંવારી કન્યાઓને પોતાના ઘરે આમંત્રિત કરીને કન્યા પૂજન પણ કરે છે. આ કન્યાઓને મા દુર્ગાનું દૈવી સ્વરૂપ માનવામાં આવે છે અને ભક્તો દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે. આ કન્યાઓ એક પંક્તિમાં બેસે છે, ત્યારબાદ તેમના હાથ પર પર પવિત્ર દોરો બાંધવામાં આવે છે, તેમના પગ ધોવામાં આવે છે, તેમના કપાળ પર તિલક કરવામાં આવે છે. આ સાથે કન્યાઓને પુરી, હલવો અને કાળા ચણાનો પ્રસાદ ખવડાવવામાં આવે છે.


ચૈત્ર નવરાત્રીમાં મહાષ્ટમીનું મહત્વ


અષ્ટમીએ અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે માં દુર્ગાએ ભેંસના સ્વરૂપના રાક્ષસ મહિષાસુરને હરાવ્યો હતો. લોકો માતા મહાગૌરીની પૂજા કરે છે અને તેમને સંપત્તિ અને સારી જીવનશૈલી આપવા અને તેમના તમામ દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. અષ્ટમી દરમિયાન માં દુર્ગાની પ્રાર્થના કરવાથી વ્યક્તિને પોતાની તમામ સમસ્યાઓ અને પાપોમાંથી મુક્તિ મળી જાય છે. અષ્ટમી વ્રતનું પણ ખૂબ મહત્વ છે, માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે.

ચૈત્રી નવરાત્રીનો અષ્ટમીનો મંત્ર:


1) ॐ દેવી મહાગૌરી નમઃ

2) શ્વેતે વૃશેષમરુધા શ્વેતામ્બરધારા શુચિઃ

3)મહાગૌરી શુભમ દદ્યનમહાદેવ પ્રમોદદા
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti, Maa Amba, Navratri

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો