Chaitra navratri 2023: નવરાત્રિ પર કન્યાઓની પૂજા અને તેમને ભોજન કરાવવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રિ અષ્ટમી અને નવમી તિથિ પર કન્યાઓની વિશેષ પૂજા કરવી જોઈએ.
ધર્મ ડેસ્ક: સનાતન ધર્મ (Sanatan Religion)માં નવરાત્રિ (Navaratri)નું વિશેષ મહત્વ છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી શરૂ થઈ રહી છે, ચૈત્ર નવરાત્રિમાં માતા જગત જનની જગદંબાની પૂજા (Maa Durga Puja Vidhi) અને ઉપવાસ કરવામાં આવે છે. એટલું જ નહીં ચૈત્ર નવરાત્રિ (Chaitra Navaratri)ના પ્રથમ દિવસે શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ કળશની સ્થાપના કરવામાં આવે છે. માન્યતા છે કે આ 9માં દિવસે દેવ લોકથી માતા જગત જનની જગદંબા પોતાના ભક્તોની વચ્ચે રહીને તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
નવરાત્રિમાં માં અંબેના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાય (Remedies for Navaratri) કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક ભક્તો પૂજા પાઠ કરીને માતાને પ્રસન્ન કરે છે, તો કેટલાક 9 દિવસ ઉપવાસ રાખે છે અને માતા જગતજનનીને પ્રસન્ન કરે છે. એટલું જ નહીં જ્યોતિષ શાસ્ત્ર દ્વારા નવરાત્રિમાં કેટલાક ઉપાયો કરવાથી આર્થિક પ્રગતિ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને જીવનમાં સમૃદ્ધિ લાવે છે. જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામનું કહેવું છે કે ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી શરૂ થઈ રહી છે.
ચૈત્ર નવરાત્રિમાં મા જગદંબા દેવલોકથી પૃથ્વી પર પધારે છે અને એવી માન્યતા છે કે માતા જગત જનની જગદંબા 9 દિવસ સુધી પૃથ્વી પર નિવાસ કરે છે. આ 9 દિવસોમાં શક્તિની પૂજા કરવા, આર્થિક પ્રગતિ માટે વાસ્તુ દોષનો નાશ કરવા અને વિવિધ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. નવરાત્રીમાં મા દુર્ગા પોતાના ભક્તોની વચ્ચે 9 દિવસ સુધી રહે છે. નવરાત્રિમાં માં જગત જનનીના સ્વાગત માટે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન લગાવવું જોઈએ અને માતાના સ્વાગત માટે ઓમનું પ્રતીક લગાવવું જોઈએ. તેનાથી માતા જગત જનની પ્રસન્ન થાય છે.
નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરવા માટે કળશની સ્થાપના કરવી પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, કળશને ઈશાન ખુણા પર લગાવવો જોઈએ, કારણકે ઈશાન ખુણા પર બધા દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. કન્યા પૂજન અને તેમને નવરાત્રી પર ભોજન કરાવવાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રીની અષ્ટમી અને નવમી તિથિઓ પર ખાસ કરીને કન્યાઓની પૂજા અને ભોજન કરાવવું જોઈએ, તેનાથી માતાના આશીર્વાદ મળે છે અને ઘરમાં ધનલક્ષ્મીની કમી રહેતી નથી.
નવરાત્રિમાં ઘરમાં દીવો પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે, દીવો પ્રગટાવવો એ આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, આવી સ્થિતિમાં નવરાત્રીમાં ચોક્કસપણે અખંડ જ્યોત પ્રગટાવો. આમ કરવાથી મા જગત જનની જગદંબા પોતાના ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર