Home /News /dharm-bhakti /Chaitra Navratri 2023 Day 5: પાંચમા નોરતે માઁ સ્કંદમાતાની આ રીતે કરો પૂજા, અહીં જાણો કથા, પૂજા વિધિ અને અન્ય વિગતો

Chaitra Navratri 2023 Day 5: પાંચમા નોરતે માઁ સ્કંદમાતાની આ રીતે કરો પૂજા, અહીં જાણો કથા, પૂજા વિધિ અને અન્ય વિગતો

ચૈત્ર નવરાત્રિનો પાંચમો દિવસ કરો સ્કંદમાતાની પૂજા

Chaitra Navratri Day 5 Maa Skandamata puja: નવરાત્રિનો પાંચમો દિવસ મા દુર્ગાના પાંચમા રૂપ દેવી સ્કંદ માતાને સમર્પિત છે. લોકો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પાંચમની તિથિ એટલે કે 26 માર્ચ, 2023ના રોજ મા દુર્ગાના આ સ્વરૂપની વિધિવત રીતે પૂજા કરશે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: હાલમાં ચૈત્ર નવરાત્રિના શુભ દિવસો ચાલી રહ્યાં છે. સનાતન ધર્મમાં નવરાત્રિના દિવસોનું અને તેમાં ચૈત્રી નવરાત્રિનુ ખૂબ અનોખું મહાત્મય છે. તેને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં માઁ દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે. માઈ ભક્તો વિવિધ રીતે દેવી દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે માઁ દુર્ગાના કુલ નવ સ્વરૂપો છે અને નવરાત્રીનો પાંચમો દિવસ તેમના પાંચમા રૂપ દેવી સ્કંદ માતાને સમર્પિત છે. લોકો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પાંચમની તિથિ એટલે કે 26 માર્ચ, 2023ના રોજ મા દુર્ગાના આ સ્વરૂપની વિધિવત રીતે પૂજા કરશે.

 પાંચમા નોરતાનુ મહત્વ

જણાવી દઈએ કે માઁ દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદ માતાને ચાર હાથ છે જેમાં તમણે પોતાના શિશુ કાર્તિકેય અથવા મુરુગન દેવને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને તે પોતે સિંહ પર સવારી કરે છે અને પ્રતિનિધ્તિવ કરે છે. આ રૂપમાં મતાના શિશુ કાર્તિકેયને છ મુખ છે. તેમના બંને ઉપરના હાથમાં કમળના ફૂલ છે. તે વિશુદ્ધ ચક્રની દેવી છે જેનો અર્થ બધી દિશાઓમાં શુદ્ધ છે. તેમનો રંગ શુભ્રાનો છે. શુભ્રા એટલે એવો રંગ જે શુદ્ધ સફેદ છે.

જે લોકો આ દિવસે સ્કંદ માતાની ઉપાસના કરે છે, તેઓ સ્પષ્ટ વિચારો તરફ આગળ વધે છે. જે ભક્તો દેવી સ્કંદમાતાની પૂજા કરે છે, તેઓ સંસાર સંબંધી તમામ તણાવો અને સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે. જે લોકોનુ સ્વાસ્થ સારું રહેતું નથી, તે લોકો જો સ્કંદમાતાની પૂજા કરે તો તેમને આ સમસ્યામાંથી છૂટકારો મળે છે. સ્કંદમાતાની આરાધનામાં સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે સ્કંદમાતાના જે રૂપમાં છે તે રૂપ ખૂબ જ શુદ્ધ, દયાળુ અને દૈવીય છે. તેમની પાસે ખૂબ જ તાકાત છે અને તે હંમેશા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે તેમને આશીર્વાદ આપે છે. જે ભક્તો માં પાસે આવે છે તેમને માઁ ક્યારેય ખાલી હાથ નથી જવા દેતી.

શું છે માના આ સ્વરૂપની કથા

સ્કંદમાતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા, આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. હિંદુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માંગ્યું, જો કે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવુ શક્ય નથી અને બીજુ કોઈ વરદાન માંગવા કહ્યું, તેથી તારકાસુરે પોતાની હોંશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહી તેવુ વરદાન માંગ્યું. તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહી. તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું.

વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરઉપયોગ કરવાનુ શરૂ કર્યું અને બ્રહ્માંડમાં તબાહી લાવવાનુ શરૂ કરી દીધું. તેણે તમામ જગ્યાઓ પર એ વાતનુ એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી. તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી ત્રાહિમામ થી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. ત્યારે ભગવાન વિષ્ણુંએ તમામને માતા સતીના બીજા અવતાર રાજા હિમાવનની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું. તેમએ તમામ દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનુ નક્કી કરી ચુક્યા છે. થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનુ મિલન થશે અને તેનાથી તેમના પુત્રનો જન્મ થશે જેના થકી તારકાસુરનો અંત આવશે.

આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો. ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી. તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા, આ પછી ભગવાન કાર્તિકેયે રાક્ષસ તારકાસુર સાથે યુધ્ધ કર્યું અને તેનો વધ કર્યો. આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માન આપવામાં આવે છે.

આ પણ વાંચો: નવરાત્રિમાં થાય છે અનેક શુભ કાર્યો, પરંતુ શા માટે નથી કરવામાં આવતા લગ્ન, જાણો કારણ

 જરૂરી પૂજા સામગ્રી

દેશી ઘી
માટીનો કળશ
ધૂપ સ્ટીક
ફૂલો અથવા માળા
કુમકુમ
શ્રૃંગાર વસ્તુઓ
ગંગાજળ
પાન
સોપારી
લવિંગ
ઈલાયચી

આ પૂજા વિધિથી કરો માતાની પૂજા

-સવારે વહેલા ઉઠો અને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો.
-પૂજા વિધિ શરૂ કરતા પહેલા ચારે બાજુ ગંગાજળનો છંટકાવ કરો.
-માતાની સામે દેશી ઘી વાળો એક દીવો પ્રગટાવો. હવે તેમને ફૂલ કે માળા, સિંદૂર અને પાન સાથે ઈલાઈચી, સોપારી તથા 2 લવિંગ અર્પણ કરો.
-હવે દુર્ગા સપ્તશતીમાં ઉલ્લેખિત દુર્ગા ચાલીસા, સ્કંદમાતા મંત્ર અને અન્ય મંત્રોનો જાપ કરો.
-દુર્ગા સપ્તશતી પાઠનો પાઠ કરો.
-ઉપવાસ તોડતા પહેલા ભક્તોએ માતાને ભોગ પ્રસાદ અર્પણ કરવો અને દુર્ગા માતાની આરતી ઉતારી તેમના મંત્રોનો જાપ કરવો.

આ પણ વાંચો:  ચૈત્ર નવરાત્રિમાં કરી લો આ ઉપાય, ભરેલી રહેશે તિજોરી સાથે જ મળશે દોષોથી મુક્તિ



સ્કંદ માતાનો મંત્ર:

सिंहासनगता नित्यं पद्माञ्चित करद्वया। शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥

સિંહાસનગત નિત્યમ પદમંચિત કરદ્વયા, સુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની..!!

સ્કંદ માતાની સ્તુતી:

યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદમાતા રૂપેણ સંસ્થિતા, નમસ્તસે નમસ્તસે નમસ્તસે નમો નમઃ..!!
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti, Dharm Desk

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો