Home /News /dharm-bhakti /ચૈત્ર નવરાત્રિ 2023: ચોથા દિવસે કરવામાં આવે છે માતા કુષ્માંડાની પૂજા, જાણો પૂજા વિધિ અને મૂહુર્ત

ચૈત્ર નવરાત્રિ 2023: ચોથા દિવસે કરવામાં આવે છે માતા કુષ્માંડાની પૂજા, જાણો પૂજા વિધિ અને મૂહુર્ત

કુષ્માંડાની પૂજા-વિધિ

chaitra navratri 2023 day 4 devi Kushmanda puja: ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. મા કુષ્માંડા તેજની દેવી છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજાકરવાથી ખ્યાતિ, શક્તિ અને બુદ્ધિ વધે છે. આવો જાણીએ ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા માટે શુભ મુહૂર્ત, પૂજા વિધી અને મંત્ર વિશે.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: ચૈત્ર નવરાત્રિ (Chaitra Navaratri 2023)નો પ્રારંભ થઇ ગયો છે. હિન્દુ પંચાંગ મુજબ આવતી કાલે એટલે કે 25 માર્ચ, 2023 ચૈત્ર શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે. આ ખાસ દિવસે દેવી ભગવતીના ચોથા મુખ્ય સ્વરૂપ કુષ્માંડા (Devi Kushmanda)ની પૂજા કરવામાં આવે છે. મા કુષ્માંડા તેજની દેવી છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજા (Puja Vidhi & Muhurt) કરવાથી ખ્યાતિ, શક્તિ અને બુદ્ધિ વધે છે. આવો જાણીએ ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા માટે શુભ મુહૂર્ત, પૂજા વિધી અને મંત્ર વિશે.

મા કુષ્માંડાનું સ્વરૂપ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, માં કુષ્માંડાને અષ્ટભુજા દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમના હાથમાં કમંડલ, કમળ, અમૃતમય કળશ, ચક્ર, ગદા, ધનુષ્ય, બાણ અને માળા હોય છે. માતા કુષ્માંડા વાઘની સવારી કરે છે અને લીલો રંગ માતાને ખૂબ જ પ્રિય છે. તેથી તેમની પૂજામાં લીલો રંગ ધારણ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માતા કુષ્માંડાને માલપુઆ ભોગ ચઢાવવાથી સાધકને વિશેષ લાભ મળે છે.

પૂજા મૂહુર્ત

હિન્દુ પંચાંગ મુજબ, ચૈત્ર શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 24 માર્ચે બપોરે 03:29 વાગ્યે શરૂ થાય છે અને 25 માર્ચે બપોરે 02:53 વાગ્યે સમાપ્ત થાય છે. આ દિવસે ખૂબ જ શુભ યોગ એટલે કે રવિ યોગ બની રહ્યો છે. ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસે રવિ યોગ સવારે 06:15 થી 11:49 સુધી થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન મા કુષ્માંડાની પૂજા કરવાથી પૂજાનું વિશેષ ફળ મળે છે.

આ પણ વાંચો: બ્રેકઅપ અથવા તલાક ઇચ્છો છો? આ મંદિરમાં કરો પૂજા, નવરાત્રિમાં ઉમટે છે ભીડ

પૂજા વિધિ

- સવારે વહેલા ઉઠીને પૂજા સ્થળની સાફ સફાઈ કરો અને પછી સ્નાન કરી ધ્યાન કરો અને સૌ પ્રથમ સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરો.

- આ પછી માતા દુર્ગા અને ઘરમાં સ્થાપિત કળશ અને અખંડ જ્યોતિને ધૂપ-દીપ, ગંધ, ફૂલ વગેરે અર્પણ કરો.

- માતા કુષ્માંડાને લાલ ફૂલો અને સફેદ કુમ્હડાના ફૂલો અર્પણ કરો. તેમને પંચફળ અને માલપુઆનો ભોગ પણ અર્પણ કરો.

- પૂજા સમયે મા દુર્ગાનું ધ્યાન કરો અને દેવી કુષ્માંડા સ્તોત્રનો પાઠ કરો. પૂજાના અંતે દુર્ગા માતાની આરતીનો પાઠ કરો અને પછી પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો.

માતા કુષ્માંડા મંત્ર

या देवी सर्वभू‍तेषु मां कूष्माण्डा रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

આ પણ વાંચો:  નવરાત્રિમાં કરો આ ઉપાય, દૂર થશે રાહુ-કેતુ દોષ અને ગ્રહો પણ થશે શાંત



પ્રાર્થના મંત્ર

सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।

दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे।।

બીજ મંત્ર

ऐं ह्री देव्यै नम:
First published:

Tags: Chaitra navratri, Dharm Bhakti

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો