22 માર્ચે ચૈત્ર માસની શુક્લ પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે. સાફ સફાઈ પાછળનું મુખ્ય કારણ નકારાત્મકતા દૂર કરીને સાત્ત્વિક વાતાવરણનું નિર્માણ કરવાનું છે. 9 દિવસ સુધી પૃથ્વીલોક પર રહ્યા બાદ માઁ દુર્ગા ધરતી પરથી વિદાય લે છે. જો તમે પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત કરવાના હોવ તો તે પહેલા ઘરમાં વાસ્તુદોષ અને નકારાત્મકતા ઉત્પન્ન કરતી તમામ વસ્તુઓ કાઢી નાખવી જોઈએ. શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના અધ્યક્ષ ડૉ.મૃત્યુંજય તિવારીએ આ અંગે વિગતવાર જાણકારી આપી છે.
ખંડિત થયેલી મૂર્તિઓ
જો તમારા ઘરમાં ખંડિત મૂર્તિ અથવા ફોટો છે, તે પ્રકારની મૂર્તિ અથવા ફોટોનું વિસર્જન કરી દો. આ પ્રકારની મૂર્તિ અને ફોટો ઘરમાં રાખવાથી વાસ્તુદોષ થાય છે અને આ પ્રકારની મૂર્તિની પૂજા ના કરવી જોઈએ.
તામસી વસ્તુઓ
ચૈત્ર નવરાત્રિમાં લસણ, ડુંગળી, માંસ, દારૂ, સિગારેટ અથવા અન્ય તામસી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. ચૈત્ર નવરાત્રી દરમિયાન આ પ્રકારની વસ્તુઓ ઘરમાં હોય તો તેને અશુભ માનવામાં આવે છે. નવરાત્રી પહેલા આ તમામ વસ્તુઓ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ અને ઘરના કોઈપણ સભ્યએ તેનું સેવન ના કરવું જોઈએ.
કબાટ
ઘરમાં તૂટેલા વાસણ, ભંગાર, બગડી ગયેલા સાધન, ફાટેલા ચપ્પલ ના રાખવા જોઈએ. આ તમામ વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને વાસ્તુદોષ પણ ઉત્પન્ન થાય છે. નવરાત્રી પહેલા સાફ સફાઈ દરમિયાન આ વસ્તુઓ ઘરમાંથી બહાર કાઢી નાખવી જોઈએ.
અશુદ્ધ ફૂલ અને પૂજાની સામગ્રી
પૂજા ઘરમાં અશુદ્ધ ફૂલ અને પૂજાની સામગ્રી છે, તો આ પ્રકારની વસ્તુઓ ઘરમાંથી ફેંકી દેવી જોઈએ. આ પ્રકારની વસ્તુઓનો પૂજામાં ઉપયોગ કરવાથી ઘરમાં નેગેટીવ એનર્જી આવે છે.
નવરાત્રિ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Chaitra navratri, Dharm Bhakti, Navrati